૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ કર્મ છે. વળી અનાદિ અજ્ઞાનથી તો કર્તાકર્મની પ્રવૃત્તિ છે, કર્તાકર્મની પ્રવૃત્તિથી બંધ છે અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે; એ પ્રમાણે અનાદિ સંતાન (પ્રવાહ) છે, માટે તેમાં ઇતરેતર- આશ્રય દોષ પણ આવતો નથી. આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તા- કર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે. * * * લ્યો, હવે કર્તા-કર્મનો અધિકાર આવે છે. આ સમયસાર તો ભરતક્ષેત્રનો ભગવાન છે. અહાહા....! શું અદ્ભુત એની રચના છે! અલૌકિક ગાથાઓ અને અલૌકિક ટીકા છે. દેવાધિદેવ અરિહંતદેવની સાક્ષાત્ દિવ્ય-ધ્વનિનો સાર લઈને શ્રી કુંદકુંદાચાર્યદેવે આ સમયસારની રચના કરી છે. અહો સમયસાર! ભાવો બ્રહ્માંડના ભર્યા! (તારામાં).
પહેલા અધિકારમાં આચાર્યદેવશ્રીએ જીવ-અજીવ દ્રવ્યની ભિન્નતાની વાત કરી; જીવ અને અજીવ દ્રવ્યો સૌ સ્વતંત્ર અને ભિન્ન છે એમ સિદ્ધ કર્યું. હવે જીવ અને અજીવ દ્રવ્યોની પર્યાયમાં (કર્તા-કર્મ સંબંધી) જે ભૂલ થાય છે તેની આ અધિકારમાં વાત છે. ભાઈ! પર્યાયમાં જે ભૂલ છે તે સંસાર છે, અને તે ભૂલ મટતાં, ભૂલનો અભાવ થતાં મોક્ષ પ્રાપ્ત થાય છે. આ વાત છે.
હવે પ્રથમ પંડિત શ્રી જયચંદ્રજી માંગળિકનું પદ કહે છેઃ-
કર્તા એટલે થનારો. સ્વતંત્રપણે કરે તે કર્તા અને કર્તાનું ઇષ્ટ તે કર્મ. જ્ઞાનીનું ઇષ્ટ જ્ઞાન છે અને અજ્ઞાનીનું રાગ-દ્વેષ. અહીં કહે છે કે આત્મા કર્તા અને રાગ-દ્વેષાદિ વિકાર એનું કર્મ-એ વિભાવ એટલે સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે, અજ્ઞાન છે. અહાહા! હું કર્તા અને પર્યાયમાં જે રાગ-દ્વેષાદિ વિકાર થાય કે તે વેળા જે જ્ઞાનાવરણાદિ કર્મ બંધાય તે મારું કર્મ-એ અજ્ઞાન છે. આવા અજ્ઞાનને દૂર કરીને જે જ્ઞાનભાવે પરિણમે તે રાગ-દ્વેષનો કર્તા મટીને જ્ઞાતા થાય છે. પ્રશ્નઃ– અહીં પર્યાયમાં રાગાદિ ભાવ છે તેથી પરમાણુઓ જ્ઞાનાવરણાદિ કર્મપણે પરિણમે છે ને?
ઉત્તરઃ– એમ નથી, ભાઈ! એ કર્મયોગ્ય પરમાણુઓની કર્મભાવે પરિણમવાની જે તે સમયે યોગ્યતા અને જન્મક્ષણ છે તેથી સ્વયં જ્ઞાનાવરણાદિ કર્મભાવે પરિણમે છે અને ત્યારે રાગાદિ ભાવ છે તે એમાં નિમિત્ત છે. રાગાદિથી જ્ઞાનાવરણાદિ કર્મ