સમયસાર ગાથા ૬૯-૭૦ ] [ ૩ નથી [तावत्] ત્યાં સુધી [सः] તે [अज्ञानी] અજ્ઞાની રહ્યો થકો [क्रोधादिषु] ક્રોધાદિક આસ્રવોમાં [वर्तते] પ્રવર્તે છે; [क्रोधादिषु] ક્રોધાદિકમાં [वर्तमानस्य तस्य] વર્તતા તેને [कर्मणः] કર્મનો [सञ्चयः] સંચય [भवति] થાય છે. [खलु] ખરેખર [एवं] આ રીતે [जीवस्य] જીવને [बन्धः] કર્મોનો બંધ [सर्वदर्शिभिः] સર્વજ્ઞદેવોએ [भणितः] કહ્યો છે.
વિશેષ (તફાવત, જુદાં લક્ષણો) નહિ હોવાથી તેમનો ભેદ (જુદાપણું) નહિ દેખતો થકો, નિઃશંક રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં (જ્ઞાનમાં પોતાપણે) વર્તતો તે, જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છે-જાણવારૂપ પરિણમે છે, તેવી રીતે જ્યાં સુધી આ આત્મા, જેમને સંયોગસિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદિ આસ્રવોમાં પણ, પોતાના અજ્ઞાનભાવને લીધે, વિશેષ નહિ જાણતો થકો તેમનો ભેદ દેખતો નથી ત્યાં સુધી નિઃશંક રીતે ક્રોધાદિમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં (ક્રોધાદિમાં પોતાપણે) વર્તતો તે, જોકે ક્રોધાદિ ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે તોપણ તે સ્વભાવભૂત હોવાનો તેને અધ્યાસ હોવાથી, ક્રોધરૂપ પરિણમે છે, રાગરૂપ પરિણમે છે, મોહરૂપ પરિણમે છે. હવે અહીં, જે આ આત્મા પોતાના અજ્ઞાનભાવને લીધે, ૧જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન (જ્ઞાતાદ્રષ્ટામાત્ર) અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાનભવનવ્યાપારરૂપ અર્થાત્ ક્રોધાદિવ્યાપારરૂપ પ્રવર્તતો પ્રતિભાસે છે તે કર્તા છે; અને જ્ઞાનભવનવ્યાપારરૂપ પ્રવર્તનથી જુદાં, જે ૨ક્રિયમાણપણે અંતરંગમાં ઉત્પન્ન થતાં પ્રતિભાસે છે, એવાં ક્રોધાદિક તે, (તે કર્તાનાં) કર્મ છે. આ પ્રમાણે અનાદિ કાળની અજ્ઞાનથી થયેલી આ (આત્માની) કર્તાકર્મની પ્રવૃત્તિ છે. એ રીતે પોતાના અજ્ઞાનને લીધે કર્તાકર્મભાવ વડે ક્રોધાદિમાં વર્તતા આ આત્માને, તે જ ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્તમાત્ર કરીને પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય છે. આ રીતે જીવ અને પુદ્ગલનો, પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે. અનેકાત્મક હોવા છતાં (અનાદિ) એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઇતરેતરાશ્રય દોષ દૂર થયો છે એવો તે બંધ, કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે.
ક્રોધાદિરૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી, ત્યાં સુધી તેને કર્તાકર્મની પ્રવૃત્તિ છે; ક્રોધાદિરૂપ પરિણમતો તે પોતે કર્તા છે અને ક્રોધાદિ તેનું ________________________________________________________________________ ૧. ભવન = થવું તે; પરિણમવું તે; પરિણમન. ૨. ક્રિયમાણ = કરાતું હોય તે