સમયસાર ગાથા ૭૨] [ ૩પ રમણતા થઈ, આનંદ આવ્યો અર્થાત્ અનંત ગુણ જે શક્તિરૂપે વિદ્યમાન છે તે પર્યાયમાં અંશે વ્યક્ત-પ્રગટ થયા તેને બંધનો નિરોધ થાય છે તે કેવી રીતે છે? એના ઉત્તરરૂપે ગાથા કહે છેઃ-
અનુભવાતા હોવાથી અશુચિ છે (અપવિત્ર છે)’ જુઓ! ‘આસ્રવો’-એમ બહુવચન છે. એટલે પાપ અને પુણ્યના બન્ને ભાવો મળપણે-મલિનપણે અનુભવાય છે માટે અશુચિ છે. આ રીતે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવ આસ્રવ છે અને માટે તે અશુચિ છે, મેલ છે. હાડકાં, ચામડાં અને માંસનું માળખું એવું જે શરીર તે અશુચિ છે એ વાત તો બાજુએ રહી, તથા પાપભાવ અશુચિ છે એ પણ સૌ કહે છે; અહીં તો કહે છે કે દયા, દાન, વ્રત, આદિ જે પુણ્યના ભાવ થાય છે તે અશુચિ છે, અપવિત્ર છે. અહાહા...! જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવ મલિન છે એમ અહીં કહે છે. શુભભાવમાં ધર્મ માનનારા અજ્ઞાનીઓને આકરી લાગે એવી વાત છે, પણ સ્વરૂપનો આસ્વાદી જ્ઞાની પુરુષ તો શુભભાવો-પુણ્યભાવોને મલિન જાણે છે, અને તેથી હેય માને છે. રાગની ગમે તેવી મંદતાના શુભ પરિણામ હોય પણ તે મેલા છે, અશુચિ છે, ઝેરરૂપ છે. શાસ્ત્રમાં કોઈ જગાએ તેને અમૃતરૂપ કહ્યા હોય પણ તે વાસ્તવિકપણે ઝેર જ છે. અમૃતનો સાગર ભગવાન આત્મા છે. એનો સ્વાદ જેને અંતરમાં આવ્યો, ધર્મી જીવને જે રાગની મંદતાના પરિણામ હોય તેને આરોપ કરીને વ્યવહારથી અમૃત કહ્યા છે, તોપણ નિશ્ચયથી તે ઝેર છે; અશુચિ છે; અપવિત્ર છે. ‘અને ભગવાન આત્મા તો સદાય અતિનિર્મળ ચૈતન્યમાત્ર-સ્વભાવપણે જ્ઞાયક હોવાથી અત્યંત શુચિ જ છે (-પવિત્ર જ છે; ઉજ્જ્વળ જ છે).’ આચાર્યદેવે આત્માને ‘ભગવાન આત્મા’-એમ કહીને સંબોધન કર્યું છે.
ઉત્તરઃ– હા, તે હમણાં પણ ભગવાન છે અને ત્રણે કાળે ભગવાન છે. જો ભગવાન (શક્તિએ) ન હોય તો ભગવાનપણું પ્રગટશે કયાંથી? ‘સદાય’ એમ કહ્યું છે ને?
અહાહા...! આચાર્યદેવ એને ‘ભગવાન આત્મા’-એમ કહીને મોહની નિદ્રામાંથી જગાડે છે. જેમ માતા પોતાના બાળકને ઘોડિયામાં સુવાડીને તેનાં વખાણ કરીને ઉંઘાડે છે. ‘દીકરો મારો ડાહ્યો અને પાટલે બેસી નાહ્યો, ભાઈ, હાલા!’-એમ મીઠાં હાલરડાં ગાઈને માતા બાળકને ઉંઘાડી દે છે; તેમ અહીં સંતો એને ‘ભગવાન આત્મા’ કહીને