સમયસાર ગાથા ૭૨ ] [ ૪૧ મોહ તને કેમ નાચે છે? આવો નિસ્પૃહ કરુણાનો વિકલ્પ જ્ઞાનીને આવે છે, પણ તેને તે દુઃખનું કારણ જાણે છે. નિત્ય અનાકુળસ્વભાવી એક આત્મા જ દુઃખનું અકારણ છે. અનાકુળસ્વરૂપ નિત્યાનંદ પ્રભુ રાગનું આકુળતાનું કારણ કેમ થાય? તે રાગનું આકુળતાનું કાર્ય કેમ કરે? અને પરને કારણ બનાવી પોતાના કાર્ય કેમ કરે? અહાહા... અકાર્યકારણત્વશક્તિ વડે તે પરનું કારણ પણ નથી અને પરનું કાર્ય પણ નથી.
ત્યારે વળી કોઈ કહે છે કે-આત્માને પર પદાર્થનો કર્તા ન માને તે દિગંબર નથી. અરે પ્રભુ! આ તું શું કહે છે? પ્રભુ! તને આ શું થયું છે? અરે! પરમાગમની આવી સ્પષ્ટ વાત તારા લક્ષમાં કેમ આવતી નથી? અરે! દુઃખના ઊંડા કૂવામાં દુઃખથી ઘેરાયેલા તને સંતો દુઃખથી મુક્ત થવાનો અલૌકિક માર્ગ બતાવે છે તે તને કેમ બેસતો નથી? ભાઈ! રાગનો આકુળતારૂપ ભાવ પર્યાયની યોગ્યતાના કાળે સ્વયંસિદ્ધ પોતાને લઈને થાય છે. આત્મા તેનું કારણ નથી. વ્યવહારરત્નત્રયનો શુભરાગ પણ આકુળતાજનક છે. ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા એનું કારણ કેમ થાય? એ દુઃખરૂપ ભાવ તે ત્રિકાળી આત્માનું કાર્ય કેમ હોય? શું આનંદના નાથનું કાર્ય કાંઈ દુઃખ હોય? કદી ન હોય. અહાહા! આનંદના નાથનું કાર્ય પણ આનંદ જ હોય.
પર્યાયમાં જે આનંદ આવ્યો છે તે અંદર આનંદ (સ્વભાવ) પડયો છે ત્યાંથી આવ્યો છે. રાગની મંદતાને લઈને આનંદ આવ્યો છે એમ બીલકુલ નથી. વ્યવહાર કારણ અને નિશ્ચય કાર્ય-એ વાતની અહીં સ્પષ્ટ ના પાડે છે. ભાઈ! માંડ આવી (શુદ્ધ તત્ત્વની) વાત બહાર આવી છે તો સાચી શ્રદ્ધા તો કર. ચારિત્રનો દોષ ભલે હો, પણ શ્રદ્ધામાં તો આ વાત હર્ષભેર સ્વીકાર. આ સમજ્યા વિના એક ડગલુંય ધર્મપંથે નહિ જવાય.
આત્મા પરનું કાર્ય કરે અને એનો કર્તા થાય એ વાત જિનશાસનની નથી. ચૈતન્ય- સ્વભાવ નિત્ય અનાકુળ આનંદરૂપ છે. તે કોઈનું કાર્ય નથી. અર્થાત્ રાગની મંદતાથી નિશ્ચય (આનંદ) નીપજ્યો છે એમ નથી. ત્યારે કોઈ કહે છે કે-આ તો ત્રિકાળી દ્રવ્યની વાત છે. તેને કહીએ છીએ કે દ્રવ્યનો જેમાં નિર્ણય થયો તે પર્યાય છે, એ પ્રગટેલી પર્યાય એમ જાણે છે કે આત્મા આનંદની મૂર્તિ ચિદાનંદઘન પ્રભુ રાગનું કારણ નથી, રાગનું કાર્ય પણ નથી. રાગ રાગના કારણે થયો છે અને આનંદ આનંદના કારણે. ત્યારે તે કહે છે કે રાગનું કારણ જડ કર્મ છે. તો એ વાત એમ પણ નથી. નિમિત્ત નિમિત્તમાં સ્વતંત્ર છે અને રાગ રાગના કારણે સ્વતંત્ર થાય છે. અહા! ગજબ વાત છે! કોઈ જડની અવસ્થા કે રાગની અવસ્થાનું આત્મા કારણ નથી.
આત્મા કોઈનું કારણ નથી. એટલે બે કારણથી કાર્ય થાય એ વાત અહીં ઉડાડી