સમયસાર ગાથા ૭૪ ] [ ૭પ પર્યાયમાં ઘાત કરે છે. અહા! પુણ્યનો ભાવ ઘાતક છે અને પર્યાય ઘાત થવા યોગ્ય છે. પર્યાયમાં ઘાત થાય છે. દ્રવ્યનો કયાં ઘાત થાય છે? ભગવાન આત્મા ઝાડ સમાન છે અને પુણ્ય પાપના ભાવ લાખ સમાન છે. પુણ્ય-પાપના ભાવ આત્માની શાન્તિના ઘાતક છે અને આત્માની શાન્તિ ઘાત થવા યોગ્ય છે.
‘અવિરુદ્ધસ્વભાવપણાનો અભાવ હોવાથી તેઓ જીવ જ નથી.’ જેમ લાખનો ઝાડથી વિરુદ્ધ સ્વભાવ છે તેમ પુણ્ય-પાપરૂપ આસ્રવોનો સ્વભાવ આત્માના સ્વભાવથી વિરુદ્ધ છે. તેમને અવિરુદ્ધસ્વભાવપણાનો અભાવ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ ઊઠે કે પંચ-મહાવ્રતનો વિકલ્પ ઊઠે-એ જીવના સ્વભાવથી વિરુદ્ધ સ્વભાવવાળા છે. પુણ્ય-પાપના ભાવો વિરુદ્ધ સ્વભાવવાળા હોવાથી તેઓ જીવ જ નથી. જેમ લાખ ઝાડ નથી, તેમ પુણ્ય-પાપના ભાવ જીવ નથી, રાગ તે જ્ઞાન નથી; સમજાય છે કાંઈ?
વ્યવહાર સાધક, સાધક કહે છે ને? અત્યારે તો વ્યવહાર જ છે, નિશ્ચય છે જ નહિ, નિશ્ચયની ખબર પડે નહિ-આમ કેટલાક પ્રરૂપણા કરે છે. અરે પ્રભુ! આ તું શું કહે છે? તારે કયાં જવું છે, બાપુ? ભાઈ! તારે કયાં રહેવું છે? જેનાથી ખસવું છે, નિવર્તવું છે એમાં રહીશ, અટકીશ તો એનો (નિવર્તવાનો) કે દિ’ પાર આવશે? જન્મ-મરણનો અંત કયારે આવશે? બાપુ! પુણ્ય-પાપના ભાવથી તો હઠવું છે. જેમ પાપથી હઠવું છે તેમ પુણ્યથી પણ હઠવું જ છે. પુણ્ય-પાપ બેય એક જ વસ્તુ-આસ્રવ છે. યોગસારમાં આવે છે કે-(દોહા ૭૧)
પુણ્ય-પાપ અધિકારમાં છેલ્લે સંસ્કૃત ટીકામાં પણ આ વાત લીધી છે. ત્યાં પ્રશ્ન થયો કે-પ્રભુ! આ અધિકાર પાપનો ચાલે છે ને? એમાં આ પુણ્ય કયાં લીધું? ત્યાં કહ્યું છે કે ખરેખર તો એ પાપ જ છે. પુણ્ય છે તે વ્યવહારે પવિત્રતાનું નિમિત્ત કહેવાય, પણ ખરેખર તો એ પાપ છે. નિમિત્તનો અર્થ એ કે તે પરવસ્તુ છે, તેનાથી કાંઈ લાભ છે એમ અર્થ નથી. નિમિત્તનો અર્થ તેની ઉપસ્થિતિ છે. નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય છે એટલે ઉપસ્થિતિ કહેવાય, પણ એ ઘાતક છે, દુઃખરૂપ છે.
વ્યવહાર આવે છે, હોય છે. વ્યવહારનું અસ્તિત્વ છે. વ્યવહારનયનો વિષય નથી એમ નથી. પરંતુ તે આત્માના સ્વભાવનો પર્યાયમાં ઘાતક છે. અહીં કહે છે પુણ્ય-ભાવમાં આત્માના સ્વભાવથી અવિરુદ્ધ સ્વભાવનો અભાવ છે. ભગવાન આત્માનો શુદ્ધ નિર્મળ અનાકુળ આનંદરૂપ ચૈતન્યસ્વભાવ છે. અને પુણ્યના ભાવ તો દુઃખરૂપ ભાવ છે. આમાં તડજોડ-વાણિયાવેડા ન ચાલે. (અર્થાત્ તડજોડને અવકાશ નથી)
એક વાણિયાને એક કણબી પાસે પાંચ હજાર લેણા હતા. વાણિયાને મનમાં ખ્યાલ