૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
स्वं विज्ञानघनस्वभावमभयादास्तिध्नुवानः परम्।
अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं
ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान्।। ४८।।
[परद्रव्यात्] પરદ્રવ્યથી [परां निवृत्तिं विरचय्य] ઉત્કૃષ્ટ (સર્વ પ્રકારે) નિવૃત્તિ કરીને [विज्ञानघनस्वभावम् परम् स्वं अभयात् आस्तिध्नुवानः] વિજ્ઞાનઘનસ્વભાવરૂપ એવા કેવળ પોતાના પર નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત્ પોતાનો આશ્રય કરતો (અથવા પોતાને નિઃશંકપણે આસ્તિકયભાવથી સ્થિર કરતો), [अज्ञानोत्थितकर्तृकर्मकलनात् कॢेशात्] અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા કલેશથી [निवृत्तः] નિવૃત્ત થયેલો, [स्वयं ज्ञानीभूतः] પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો, [जगतः साक्षी] જગતનો સાક્ષી (જ્ઞાતાદ્રષ્ટા), [पुराणः पुमान्] પુરાણ પુરુષ (આત્મા) [इतः चकास्ति] અહીંથી હવે પ્રકાશમાન થાય છે. ૪૮.
હવે પૂછે છે કે જ્ઞાન થવાનો અને આસ્રવોની નિવૃત્તિનો સમકાળ (એક કાળ) કઈ રીતે છે? પ્રભો! જે ક્ષણે જ્ઞાન થયું તે જ ક્ષણે આસ્રવોથી જીવ નિવૃત્ત થાય એમ કઈ રીતે છે? આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-
‘વૃક્ષ અને લાખની જેમ વધ્ય-ઘાતકસ્વભાવપણું હોવાથી આસ્રવો જીવ સાથે બંધાયેલા છે.’ પીપળ, બાવળ ઇત્યાદિ ઘણા વૃક્ષોને લાખ આવે છે. પીપળનું વૃક્ષ અને લાખ વધ્ય- ઘાતક છે. વૃક્ષ વધ્ય એટલે ઘાત થવા લાયક છે અને લાખ ઘાતક એટલે ઘાત કરનાર છે. ઘણાં વર્ષ પહેલાં ભાવનગરમાં ગુજરી બજાર પાસે પીપળનાં ઝાડ હતાં, હારબંધ ઝાડ હતાં. ત્યાં લાખ આવતાં બધાં વૃક્ષોનો ખો થઈ ગયો, એકે ઝાડ ન રહ્યું. એ અહીં કહ્યું છે કે લાખ ઘાતક-હણનાર છે અને વૃક્ષ વધ્ય-હણાવાયોગ્ય છે. આ રીતે વૃક્ષ અને લાખનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે. લાખ વૃક્ષ સાથે માત્ર બંધાયેલી જ છે; લાખ પોતે વૃક્ષ નથી.
તેવી રીતે આસ્રવો ઘાતક છે અને આત્મા વધ્ય છે. આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી આસ્રવો પોતે જીવ નથી. અહાહા...! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો નાથ પ્રભુ ચૈતન્યનું ઝાડ છે. એની પર્યાયમાં તે હણાવા યોગ્ય છે, વધ્ય છે. પુણ્ય-પાપના ભાવો એનો