૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ અને પુણ્ય-પાપના ભાવથી એક્તાબુદ્ધિ વડે જીવ દુઃખી છે. તે એક્તાબુદ્ધિ દૂર કરી ભેદજ્ઞાન દ્વારા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ પર આરૂઢ થતાં, શુદ્ધ ચૈતન્યનો આશ્રય કરતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે, કલેશની નિવૃત્તિ થાય છે. આ ધર્મ પામવાનો અને સુખી થવાનો ઉપાય છે. વ્યવહાર તે ઉપાય નથી. એનાથી ભિન્ન પડી અંતરમાં ભેદજ્ઞાન કરવું તે ઉપાય છે. જ્યાં સુધી હું રાગનો કર્તા અને રાગ મારું કર્મ એમ માને અને એવી અજ્ઞાનમય કર્તાકર્મની પ્રવૃત્તિનો અભ્યાસ રાખે ત્યાં સુધી તેને મિથ્યાત્વ છે, ત્યાં સુધી તે કલેશ પામે છે, દુઃખ પામે છે. રાગનો હું કર્તા અને રાગ મારું કર્તવ્ય એ માન્યતા અજ્ઞાન છે, મૂઢતા છે અને એનું ફળ ચોરાસીના અવતારનાં જન્મ-મરણનાં દુઃખ છે, કલેશ છે. માટે વ્યવહાર કરતાં કરતાં ધર્મ થશે એવી અજ્ઞાનમય માન્યતાથી ભિન્ન પડીને વસ્તુ ચિદાનંદઘન ત્રિકાળ ધ્રુવ અંદરમાં જે પડી છે તે એકનો આશ્રય કરીને એમાં જ ઠરવું તે ધર્મ છે, તે જન્મ-મરણના કલેશ નિવારવાનો ઉપાય છે. અરે! લોકોને અનાદિનો અભ્યાસ નથી એટલે કઠણ પડે, પણ માર્ગ આ જ છે ભાઈ! ભેદજ્ઞાન એક જ તરણોપાય છે. કહ્યું ને કે-પૂર્વકથિત વિધાનથી હમણાં જ પરદ્રવ્યથી ઉત્કૃષ્ટ એટલે સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને વિજ્ઞાનઘનસ્વભાવ એવા પોતામાં આરૂઢ થતો તે જ્ઞાનસ્વરૂપ થયો થકો જગતનો સાક્ષી-જ્ઞાતાદ્રષ્ટા થાય છે.
જુઓ, પુણ્ય-પાપના ભાવ તે ભાવકર્મ, મોહનીયાદિ આઠ દ્રવ્યકર્મ અને શરીર, મન, ઇન્દ્રિય, વાણી, ઇત્યાદિ નોકર્મ-એ બધાંને પરદ્રવ્ય કહે છે. અને ચિદાનંદઘનસ્વરૂપ ભગવાન પોતે સ્વદ્રવ્ય છે. અહીં કહે છે સર્વ પ્રકારે પરદ્રવ્યની રુચિ છોડી દઈને સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન જ્ઞાયકદેવમાં દ્રષ્ટિ પ્રસરાવી તેમાં જ આરૂઢ-સ્થિત થઈ જતાં વિજ્ઞાનઘનસ્વભાવ પ્રગટ થાય છે. એકાન્ત છે, એકાન્ત છે એમ લોકોને લાગે, પણ ભાઈ! કોઈ પણ રાગ પરિણામ, -પછી તે દયા, દાન આદિના શુભ પરિણામ કેમ ન હોય, દુઃખરૂપ છે અને ભાવિના દુઃખફળરૂપ છે. આ વાત ગાથામાં (૭૪માં) આવી ગઈ. ભાઈ! તું અનાદિથી પરદ્રવ્યમાં રાગમાં આરૂઢ હતો તે હવે પરદ્રવ્યથી-રાગથી ખસી જઈને સ્વદ્રવ્યમાં આરૂઢ થઈ જા. નિર્ભય થઈને, નિઃશંક બનીને સ્વદ્રવ્યમાં આરૂઢ થઈ જા; કેમકે એમ થતાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી ઉત્પન્ન થયેલો કલેશ મટી જાય છે, નાશ પામે છે. કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી કલેશ થતો હતો તે સ્વભાવમાં આરૂઢ થતાં મટી જાય છે અને પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો જગતનો સાક્ષી પ્રગટ થાય છે. આત્મામાં કર્તૃત્વ નામનો ગુણ છે. એટલે પોતે પોતાના નિર્મળ વીતરાગીભાવરૂપ કર્મનો કર્તા થઈ રાગથી નિવર્તે ત્યારે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે. અને ત્યારે તે જગતનો સાક્ષી પુરાણપુરુષ જ્ઞાતા-દ્રષ્ટાપણે પ્રકાશમાન થાય છે. રાગાદિ ભાવ હો ભલે, પણ તેનો તે માત્ર જાણનારો-દેખનારો સાક્ષી થાય છે, કર્તા નહિ. પુણ્ય-પાપના