Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 863 of 4199

 

સમયસાર ગાથા ૭૪ ] [ ૯૧ જેમ જેમ આસ્રવોની નિવૃત્તિ થતી જાય છે તેમ તેમ વિજ્ઞાન જામતું જાય છે, ઘટ્ટ થતું જાય છે, સ્થિર થતું જાય છે; અર્થાત્ આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ થતો જાય છે. જ્ઞાન જ્ઞાનમાં ઠરે, જ્ઞાન જ્ઞાનમાં જામે, જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય તે વિજ્ઞાન છે અને તે મોક્ષમાર્ગ છે. આગળ જઈને તેનું ફળ કેવળજ્ઞાન આવશે. પરંતુ સ્વભાવમાં ઠર્યો જ નથી, આસ્રવથી-શુભાશુભભાવથી ભેદજ્ઞાન કર્યું જ નથી તેનું બધું જ્ઞાન અજ્ઞાન છે. પરલક્ષી શાસ્ત્રજ્ઞાનનો ઉઘાડ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ઇત્યાદિનું જ્ઞાન ભેદજ્ઞાનના અભાવમાં અજ્ઞાન છે, વિજ્ઞાન નથી. માટે શુભાશુભભાવથી ભિન્ન નિજ જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપ વસ્તુનું લક્ષ કરી એમાં જ ઠરતાં આત્માનો વિજ્ઞાનઘનસ્વભાવ પ્રગટ થાય છે અને ત્યારે તેને કર્તાકર્મની પ્રવૃત્તિ મટે છે. * * * હવે આ જ અર્થના કળશરૂપ તથા આગળના કથનની સૂચનિકારૂપ કાવ્ય કહે છેઃ- * કળશ ૪૮ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘इति एवं’ એ રીતે પૂર્વકથિત વિધાનથી, ‘सम्प्रति’ હમણાં જ (તરત જ) ‘परद्रव्यात्’ પરદ્રવ્યથી ‘परां निवृत्तिं विरचय्य’ ઉત્કૃષ્ટ (સર્વ પ્રકારે) નિવૃત્તિ કરીને ‘विज्ञानघनस्वभावम् परम् स्वं अभयात् आस्तिध्नुवानः’ વિજ્ઞાનઘનસ્વભાવરૂપ એવા કેવળ પોતાના પર નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત્ પોતાનો આશ્રય કરતો (અથવા પોતાને નિઃશંકપણે આસ્તિકયભાવથી સ્થિર કરતો), ‘अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशात्’ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા કલેશથી ‘निवृत्तः’ નિવૃત્ત થયેલો, ‘स्वयं ज्ञानीभूतः’ પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો, ‘जगतः साक्षी’ જગતનો સાક્ષી (જ્ઞાતા-દ્રષ્ટા), ‘पुराणः पुमान्’ પુરાણપુરુષ (આત્મા) ‘इतः चकास्ति’ અહીંથી હવે પ્રકાશમાન થાય છે. આત્મા ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી છે. વિજ્ઞાનઘન એટલે શું? કે રાગનો એ કર્તા અને રાગ એનું કર્મ-એ આત્માનું સ્વરૂપ નથી. અહાહા...! આત્મા તો શુદ્ધ નિર્મળ ચૈતન્યઘનસ્વરૂપ એકરૂપ વસ્તુ છે. એટલે પર્યાયમાં જે પુણ્ય-પાપના-આસ્રવના ભાવ છે તેથી ભિન્ન પડી ભેદજ્ઞાન દ્વારા નિજ શુદ્ધ ચૈતન્યમય તત્ત્વનો અનુભવ કરતાં પોતે વિજ્ઞાન-ઘનસ્વભાવરૂપ થાય છે. કહ્યું ને કે સંપ્રતિ એટલે તરત જ પરદ્રવ્યથી સર્વ પ્રકારે નિવૃત્તિ કરીને વિજ્ઞાનઘનસ્વભાવરૂપ એવા પોતાના પર નિર્ભયપણે આરૂઢ થઈને કલેશથી-રાગથી નિવૃત્ત થાય છે. રાગથી નિવૃત્ત થાય છે એટલે વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થાય છે. આ ધર્મ છે અને આ જ ઉપાય છે. શરીર, મન, વાણી જડ છે. એનાથી તો આત્મા-શુદ્ધ ચૈતન્યમય વસ્તુ ભિન્ન છે જ. પણ પુણ્ય-પાપના ભાવ જે આસ્રવભાવ એનાથી પણ વિજ્ઞાનઘન ભગવાન ભિન્ન છે. તથાપિ આત્મા પર્યાયમાં દુઃખી છે. તેને સુખ કેમ થાય એની આ વાત છે. પરદ્રવ્યથી