कथमात्मा ज्ञानीभूतो लक्ष्यत इति चेत्–
ण करेइ एयमादा जो जाणदि सो हवदि णाणी।। ७५।।
હવે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય? તેનું ચિહ્ન (લક્ષણ) કહો. તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-
તે નવ કરે જે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭પ.
ગાથાર્થઃ– [यः] જે [आत्मा] આત્મા [एनम्] આ [कर्मणः परिणामं च] કર્મના પરિણામને [तथा एव च] તેમ જ [नोकर्मणः परिणामं] નોકર્મના પરિણામને [न करोति] કરતો નથી પરંતુ [जानाति] જાણે છે [सः] તે [ज्ञानी] જ્ઞાની [भवति] છે.
ટીકાઃ– નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા આદિરૂપે બહાર ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ, તે બધુંય પુદ્ગલપરિણામ છે. પરમાર્થે, જેમ ઘડાને અને માટીને જ વ્યાપ્યવ્યાપકભાવનો (વ્યાપ્યવ્યાપકપણાનો) સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ પુદ્ગલપરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામનો કર્તા છે અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે. તેથી પુદ્ગલદ્રવ્ય વડે કર્તા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મનોકર્મરૂપ પુદ્ગલપરિણામ તેને જે આત્મા, પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, પરમાર્થે કરતો નથી, પરંતુ (માત્ર) પુદ્ગલપરિણામના જ્ઞાનને (આત્માના) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે, તે આત્મા (કર્મનોકર્મથી) અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. (પુદ્ગલપરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છેઃ-) પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે