Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 898 of 4199

 

૧૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ છે. અને ત્રિકાળી ધ્રુવ સ્વભાવભાવ પોતાનો છે એમ કહ્યું છે. આમ બન્નેને (સ્વભાવ- વિભાવને) જુદા પાડયા છે. હવે કહે છે-‘જીવ પુદ્ગલકર્મને નવીન ઊપજાવી શકતો નથી કારણ કે ચેતન જડને કેમ ઉપજાવી શકે? અહીં ભાષામાં પુદ્ગલકર્મ કહ્યું છે, પણ એમાં રાગ પણ ભેગો આવી જાય છે. જીવ પુદ્ગલના કાર્યને એટલે રાગને નવીન ઊપજાવી શકતો નથી. કેમ? તો કહે છે કે ચેતન જડને કેમ ઊપજાવી શકે? અહાહા...! શુદ્ધ ચૈતન્યનો પિંડ પ્રભુ આત્મા, રાગ જે અચેતન છે, પુદ્ગલના પરિણામ છે તેને કેમ ઊપજાવી શકે? (ન જ ઊપજાવી શકે) અરે! લોકોને અભ્યાસ નહિ એટલે ઝીણું લાગે છે. કેટલાક તો વ્યવહારની રુચિમાં મગ્ન છે. પાંચ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ પાળે, ઘરબાર છોડયાં હોય, બાયડી-છોકરાં છોડયાં હોય એટલે જાણે અમે કેટલો ત્યાગ કર્યો એમ માને; પણ ભાઈ! ખરેખર તેં શું છોડયું છે? રાગની એકતા છોડી નહિ તો તેં શું છોડયું? પરને છોડવું એ તો અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. એ પણ જેને રાગની એકતા છૂટી છે તેણે પરને છોડયાં-એમ અસદ્ભૂત વ્યવહારનયથી કહેવાય છે. ખરેખર તો આત્મામાં પરનાં ગ્રહણ-ત્યાગ છે જ નહિ. ‘ત્યાગ-ઉપાદાન શૂન્યત્વ’ નામની આત્મામાં એક શક્તિ એવી છે જેના કારણે પરના ગ્રહણ-ત્યાગ આત્મા ત્રણે કાળ શૂન્ય છે. રજકણને ગ્રહવું કે છોડવું એ આત્મામાં છે જ નહિ. રાગની એકતા તૂટે, સ્વરૂપના લક્ષે રાગથી ભિન્ન પડે ત્યારે ‘રાગ છોડયો’-એમ કહેવું એ પણ વ્યવહારનયનું કથન છે. અને રાગના નિમિત્તો છોડયા એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. ગાથા ૩૪ની ટીકામાં આવે છે કે-આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું નામમાત્ર છે. પરમાર્થે રાગના ત્યાગનો કર્તા આત્મા છે જ નહિ. રાગ એનામાં કયાં હતો કે તે રાગને છોડે? રાગ તો પુદ્ગલના પરિણામ છે. જ્ઞાતાદ્રષ્ટાના પરિણામ પ્રગટ થયા ત્યારે રાગ ઉત્પન્ન થયો નહિ એટલે રાગને છોડયો એમ વ્યવહારનયથી કથન કરવામાં આવે છે. આમ છે તો પછી પરને ગ્રહવું ને છોડવું એ કયાં રહ્યું? આટલાં દ્રવ્ય ખપે, આટલાં ન ખપે; દૂધ, દહીં ઇત્યાદિ રસ ન ખપે એ બધું પરનું ગ્રહણ- ત્યાગ આત્મામાં કયાં છે? પરના લક્ષે રાગ થતો હતો તે સ્વના લક્ષે છૂટયો ત્યારે આટલો ત્યાગ કર્યો એમ વ્યવહારથી કહેવામાં આવે છે. ભાઈ! કથનમાં તો બીજું શું આવે? કથનમાં તો એમ આવે કે-વ્યવહારવ્રત ગ્રહણ કરવાં, વ્રત પાળવાં, અતિચાર ટાળવા-ઇત્યાદિ. પણ એ બધું વ્યવહારનયનું કથન છે એમ સમજવું. જીવ પુદ્ગલકર્મને નવીન ઉપજાવી શકતો નથી. આત્મા જ્ઞાનસ્વભાવી પ્રભુ છે. એ રાગને ઉપજાવી શકતો નથી, કેમકે ચેતન જડને કેમ ઉપજાવી શકે? છઠ્ઠી ગાથામાં આવે છે કે આત્મા પ્રમત્ત પણ નથી, અપ્રમત્ત પણ નથી કેમકે તે શુભાશુભભાવના સ્વભાવે થતો નથી. શુભાશુભ ભાવ જડ છે, અચેતન છે અને ભગવાન આત્મા શુદ્ધ