સમયસાર ગાથા ૭૯ ] [ ૧૪૭ કર્તાકર્મભાવ નથી, એટલે કે રાગ અને હરખશોકના પરિણામ તે જ્ઞાતાના વીતરાગી પરિણામના કર્તા અને જ્ઞાતાના જે વીતરાગી પરિણામ થયા તે એનું કર્મ એમ છે નહિ. અહાહા...! વ્યવહારરત્નત્રયના પરિણામ નિશ્ચયથી જ્ઞાતાના વીતરાગી પરિણામના કર્તા નથી. વ્યવહારરત્નત્રયના પરિણામ તે પુદ્ગલના પરિણામ છે. તે પુદ્ગલના પરિણામ પોતાને જાણે નહિ, પોતાના પરિણામના ફળને જાણે નહિ અને જ્ઞાતા-દ્રષ્ટાના વીતરાગી પરિણામને ય જાણે નહિ. એ બધાને નહિ જાણતા એવા વ્યવહારરત્નત્રયના પરિણામના કાળમાં જીવના જ્ઞાતા-દ્રષ્ટાના વીતરાગી પરિણામ થયા માટે તે વ્યવહારરત્નત્રયના-રાગના પરિણામ કર્તા અને જ્ઞાતા-દ્રષ્ટાના પરિણામ કર્મ એમ છે નહિ. અહો! અદ્ભુત વાત છે! પ્રશ્નઃ– ‘હેતુ નિયતકો હોઈ’ એમ કહ્યું છે ને? ઉત્તરઃ– ભાઈ! વ્યવહારરત્નત્રયને જ્યાં કારણ કહ્યું હોય ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા સહચર દેખીને આરોપથી ઉપચાર કરીને કથન કર્યું છે એમ સમજવું. નિશ્ચય સમ્યગ્દર્શન પોતાના (સ્વભાવના) આશ્રયે પ્રગટ થયું તે કાળે જે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ છે તે સમકિત નથી. તે સમકિતની પર્યાય નથી છતાં નિશ્ચય સમકિતનો સહચર દેખીને તેને વ્યવહારથી સમકિત કહ્યું છે. છે તો બંધનું જ કારણ તોપણ ઉપચારથી સમકિત કહીને હેતુ કહ્યો છે. નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર આવું જ સ્વરૂપ છે. એનું મોક્ષમાર્ગપ્રકાશકમાં ખૂબ સ્પષ્ટીકરણ કર્યું છે. જુઓ, ભેદાભેદરત્નત્રયના આરાધક જીવોને ગૃહસ્થ આહાર-પાણી આપે છે એવું શાસ્ત્રમાં આવે છે. ભાવલિંગી મુનિ છે તે ભેદાભેદરત્નત્રયના આરાધક છે એટલે શું? તેનો સેવે છે તો એક અભેદરત્નત્રયને; પરંતુ ત્યાં રાગનો-વ્યવહારનો ભાવ જે ભૂમિકા અનુસાર છે તેને આરોપથી રત્નત્રય કહ્યા છે. અહાહા...! મહામુનિવર સંત અંદર અભેદ અંતર-આનંદની રમતમાં રમે છે, ત્યાં તેમને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જરા વિકલ્પ છે. તેને નિશ્ચયરત્નત્રયનો સહચર દેખીને, તેને તે આરાધે છે એમ કહ્યું છે. આરાધે છે તો નિશ્ચયરત્નત્રયને, પણ તેઓ સહચર દેખીને ભેદરત્નત્રયને આરાધે છે એમ ઉપચારથી કહ્યું છે. અહીં ખરેખર તો આહાર વખતે પણ મુનિને ભેદાભેદ રત્નત્રય છે, એકલો વ્યવહાર છે એમ નથી-એમ સિદ્ધ કરવું છે. આહાર લેતી વખતે પણ અભેદરત્નત્રય છે વાત ત્યાં કહેવી છે. અહીં કહે છે કે જે ભેદ છે, રાગ છે એ તો પુદ્ગલનું કાર્ય છે. તેને આત્મા (મુનિવર) કેમ આરાધે? ધર્મીને તો અભેદ ચૈતન્યના આશ્રયનો અનુભવ વેદનમાં છે. તે કાળે જે રાગ છે તેને વ્યવહારથી આરોપ કરીને આરાધે છે એમ કહ્યું છે. આરાધે છે તો અભેદને એકને જ, પણ બીજી ચીજમાં (નિમિત્તમાં) આરાધનાનો આરોપ આપીને તેને આરાધે છે એમ કહ્યું છે. મોક્ષમાર્ગપ્રકાશકમાં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ, નિશ્ચય-વ્યવહારની બહુ સરસ વાત કરી છે. ત્યાં સ્પષ્ટ કહ્યું છે કે-‘મોક્ષમાર્ગ તો બે