Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 918 of 4199

 

૧૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ દ્રવ્યના જે રાગના પરિણામ, હરખ-શોકના પરિણામ-તે જીવના શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટાના પરિણામને ગ્રહતા નથી, પહોંચતા નથી, તે-રૂપે પરિણમતા નથી. ગજબ વાત છે! જીવના પરિણામ (જ્ઞાતા-દ્રષ્ટાના ભાવ) જે જીવનું પ્રાપ્ય છે તેને પુદ્ગલ પ્રાપ્ત કરતું નથી. પોતાના પરિણામ જે રાગાદિ ભાવ અને હરખ-શોકના પરિણામ તેને પુદ્ગલ પ્રાપ્ત કરે છે; જાણતું નથી છતાં પુદ્ગલ પોતાના પરિણામને પ્રાપ્ત કરે છે, પરંતુ પરદ્રવ્યના-જીવના પરિણામને પ્રાપ્ત કરતું નથી. જો તે (પુદ્ગલ) જાણે તો તે ચેતનદ્રવ્ય થઈ જાય. પણ એમ નથી. પાંચ અજીવ દ્રવ્યો જાણતાં નથી છતાં તે કાળે તેના જે પરિણામ થાય તે તેનું પ્રાપ્ય કર્મ છે. જડની-પુદ્ગલની જે અવસ્થા થાય તે તેનું-પુદ્ગલનું પ્રાપ્ય કર્મ છે. જે અવસ્થા થવાના કાળે થઈ તેને પરમાણુએ પ્રાપ્ત કરી છે, પરમાણુ તેને પહોંચી વળ્‌યું છે, આત્માનું જ્ઞાન ત્યાં પહોંચી વળ્‌યું નથી. તેમ પુદ્ગલદ્રવ્ય એટલે રાગાદિ વિકારના પરિણામ (શુભભાવ) પોતે અંતર્વ્યાપક થઈને જીવના શુદ્ધ વીતરાગી પરિણામને પહોંચતા નથી, તે-રૂપે પરિણમતા કે ઊપજતા નથી. બાપુ! આવો વીતરાગનો પંથ એક જ હિતરૂપ અને આરાધ્ય છે. શ્રીમદે કહ્યું છે ને- ‘સર્વજ્ઞનો

ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી,
અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સ્હાશે.’

આવો ભગવાનનો માર્ગ છે. તેનું શરણ લે. તે વિના બીજું કાંઈ શરણ નથી. ભાઈ! પુદ્ગલના રાગપરિણામ, પુદ્ગલકર્મનું ફળ એવા હરખશોકના પરિણામ-એને પુદ્ગલ જાણતું નથી. એવું પુદ્ગલદ્રવ્ય પરદ્રવ્યના એટલે આત્માના જે જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપ પરિણામ તેમાં અંતર્વ્યાપક થઈને તેને ગ્રહતું નથી, તે-રૂપે પરિણમતું નથી, તે-રૂપે ઊપજતું નથી. ‘પરંતુ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પોતાના સ્વભાવરૂપ કર્મ, તેનામાં (તે પુદ્ગલ દ્રવ્ય) પોતે અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને જ ગ્રહે છે, તે-રૂપે જ પરિણમે છે અને તે-રૂપે જ ઊપજે છે.’ કર્તાનું જે કાર્ય-રાગાદિ અને હરખશોકના પરિણામ તેમાં પુદ્ગલ અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહે છે, તે-રૂપે પરિણમે છે અને તે-રૂપે ઊપજે છે, પરંતુ આત્માના નિર્મળ વીતરાગી પરિણામને તે ગ્રહતું નથી, પહોંચતું નથી. હવે કહે છે-‘માટે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતું હોવાથી, તે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી.’

જુઓ, આ નિષ્કર્ષ કાઢયો કે પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ એટલે જીવના જ્ઞાતા-દ્રષ્ટાના જે શુદ્ધ

વીતરાગી પરિણામ તેને પુદ્ગલદ્રવ્ય કરતું નથી માટે પુદ્ગલદ્રવ્યને જીવની સાથે