સમયસાર ગાથા ૭૯ ] [ ૧૪પ આમ ઊંચું થયું, આ ભાષા બોલાઈ-એ બધું કાંઈ જીવનું કાર્ય નથી. આ ચશ્માથી જીવ દેખે- જાણે છે-એમ નથી. જીવ પોતાના જ્ઞાનથી જાણે છે, ચશ્માથી નહિ. પોતે પોતાની પર્યાયથી જીવ જાણે છે.
અનાદિનો ઊંધો અભ્યાસ છે એટલે લોકોને આ સમજવું કઠણ પડે છે. એક ભાઈ કહે કે આ વિષય ઉપર ચર્ચા કરો. અરે ભાઈ! ચર્ચા કોની સાથે કરવી? આ તો પોતાના હિત માટે સમજવાની વાત છે. તેણે કહ્યું કે આ ચશ્માથી જણાય છે કે નહિ? શું ચશ્મા વિના જણાય છે? ત્યારે કહ્યું કે બાપુ! ચર્ચા આવી ગઈ. (થઈ ગઈ). ભાઈ! આ મારગડા તદ્ન જુદા છે. અહાહા...! ઉપાદાન અને નિમિત્ત બન્ને સ્વતંત્ર છે. જ્ઞાન પોતે જ્ઞાનથી જાણે છે, ચશ્માથી નહિ, અને ઇન્દ્રિયોથી પણ નહિ.
અન્યમતવાળા ઇન્દ્રિયોને પ્રમાણમાં ગણે છે. ઇન્દ્રિયો અને પદાર્થ બન્ને મળીને તેઓ પ્રમાણ કહે છે. પણ એમ છે નહિ. જેમાં જ્ઞાન નથી તે પ્રમાણ કેવું? ઇન્દ્રિયાદિ પ્રમાણ છે જ નહિ. આત્માનું જ્ઞાન સ્વ-પરને જાણે છે તે પ્રમાણજ્ઞાન છે. અરે! લોકોને કયાં ખબર છે! સ્વયંસિદ્ધ સ્વતંત્ર વસ્તુ પોતે-તેને પરાધીન માની બેઠા. અરે! એ તો મહા વિપરીત દ્રષ્ટિ છે. તેઓ કહે છે-શું ચશ્મા વિના જણાય? આંખો બંધ કરો તો જણાય? ઇત્યાદિ. અરે ભાઈ! આંખો બંધ થાય કે ખુલ્લી થાય-એ ક્રિયા તો જડની છે. એને શું આત્મા કરી શકે છે? બીલકુલ નહિ.
અહીં કહે છે-માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે. એટલે કે ઘડાની પર્યાય તે કાળે માટીનું પ્રાપ્ય છે. માટીની પિંડ અવસ્થા પલટીને ઘડારૂપે પરિણમે છે તે માટીનું વિકાર્ય છે અને માટી ઘડારૂપે ઊપજે છે તે માટીનું નિર્વર્ત્ય છે. અહા! માટીનું ઘડારૂપે થવું, પરિણમવું અને નિપજવું તે એકલી માટીનું કાર્ય છે. આ દ્રષ્ટાંત આપીને હવે સિદ્ધાંત સમજાવે છે.
‘તેમ જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય પોતે પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું નથી, તે-રૂપે પરિણમતું નથી અને તે-રૂપે ઊપજતું નથી.’
જુઓ, જીવના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના વીતરાગી પરિણામ તે અહીં પરદ્રવ્યના પરિણામ છે અને રાગ-દ્વેષ તથા હરખ-શોકના પરિણામ તે પુદ્ગલદ્રવ્યના પોતાના પરિણામ છે. તે બધાને પુદ્ગલદ્રવ્ય જાણતું નથી, કેમકે તે જડ છે. નહિ જાણતું એવું એ પુદ્ગલદ્રવ્ય, જીવના જે જ્ઞાતા-દ્રષ્ટાના શુદ્ધરત્નત્રયના પરિણામ તેમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતું નથી, પહોંચતું નથી. જીવના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ પુદ્ગલની અપેક્ષાએ અહીં પરદ્રવ્યના પરિણામ છે. તે પરિણામમાં (શુદ્ધ રત્નત્રયમાં) અંતર્વ્યાપક થઈને પુદ્ગલ તેને ગ્રહતું નથી. અહાહા...! પુદ્ગલ-