૧૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪ પુદ્ગલપરિણામનું ફળ જે સુખદુઃખાદિ તેને પુદ્ગલ જાણતું નથી. આમ આત્માના પરિણામ, પુદ્ગલના પરિણામ અને પુદ્ગલપરિણામના ફળને-એ ત્રણેને પુદ્ગલ જાણતું નથી; કેમકે એ જડ છે. તો આવા પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ છે કે નથી?
આગળની ૭૬-૭૭-૭૮ ગાથાઓમાં એમ હતું કે-
પુદ્ગલકર્મના ભાવને જાણતા એવા આત્માને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? આ એક વાત કરી.(૭૬)
પોતાના નિર્મળ પરિણામને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? આ બીજી વાત કરી.(૭૭)
પુદ્ગલકર્મના ફળને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? આ ત્રીજી વાત કરી.(૭૮)
હવે અહીં ચોથી વાત કરે છે કે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતા એવા પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ છે કે નથી? રાગ કર્તા અને આત્મા રાગનું કાર્ય-એવો કર્તાકર્મભાવ છે કે નથી? આવું સમજવાની જિજ્ઞાસા થઈ છે એવા શિષ્યને અહીં ઉત્તર આપે છેઃ-
જુઓ, અહીં આ ગાથામાં ‘પરદ્રવ્યની પર્યાય’ એમ શબ્દ છે એનો અર્થ આત્માની નિર્મળ પર્યાય એમ થાય છે. આ પહેલાંની ત્રણ ગાથાઓમાં ‘પરદ્રવ્ય પર્યાય’ એટલે રાગ અને હરખશોકની પર્યાયની વાત હતી. અહા! સંતોએ કેવી કરુણા કરીને સત્ય જાહેર કર્યું છે! સર્વજ્ઞ ભગવાને કહેલી વાત જગત સમક્ષ જાહેર કરી છે. કહે છે-
‘માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે.’ માટે માટી કર્તા છે અને ઘડો માટીનું કર્મ છે, કુંભારનું નહિ. કેટલાક કહે છે કે બે કર્તા હોય ત્યારે સામગ્રી પૂરી થાય છે. ઘડાના બે કર્તા-એક માટી અને બીજો કુંભાર-આમ બે કર્તા વડે ઘડારૂપી કાર્ય થાય એમ કહે છે તેનો અહીં નિષેધ કરે છે. ઘડારૂપી કાર્ય માટીથી પોતાથી જ થયું છે તેમાં કુંભાર જે નિમિત્ત છે તેને તો આરોપ કરીને કર્તા કહેવામાં આવે છે. ખરેખર નિમિત્તે કાર્ય કર્યું છે એમ છે જ નહિ. વાસ્તવિકપણે નિમિત્ત પરના કાર્યનો કર્તા છે જ નહિ.
ઘડાનો કર્તા કુંભાર ત્રણકાળમાં નથી. તેમ શરીરની, ભાષાની જે અવસ્થા થાય, દાળ, ભાત, રોટલીની ખાવાની જે ક્રિયા થાય તે ક્રિયાને તે તે કાળે જ્ઞાની તે પ્રકારના પોતાના જ્ઞાનના પરિણામથી જાણે છે, પરંતુ તે કાર્યનો તે કર્તા નથી. જુઓ, આ પુસ્તક