સમયસાર ગાથા ૭૯ ] [ ૧પ૧
કેટલાક કહે છે કે-દાન આપો, મંદિર બનાવો, રથયાત્રા કાઢો, શાસ્ત્ર છપાવો, શાસ્ત્ર સસ્તા ભાવે વેચી પ્રચાર કરો-ઇત્યાદિ; તેથી તમારું કલ્યાણ થશે. પરંતુ ભાઈ! એ તો બધા વિકલ્પ છે. આ શ્રવણનો ભાવ છે તે વિકલ્પ છે. એ વિકલ્પની આદિમાં પુદ્ગલ છે, આત્મા નહિ. તેનાથી આત્માનું કલ્યાણ થાય એમ કેમ બને? ગજબ વાત છે! તારી બલિહારી છે. નાથ! નાથ! તું વીતરાગ સ્વભાવથી ભરેલો પ્રભુ છો. તને વીતરાગ પરિણતિની ઉત્પત્તિ માટે પરની-રાગની અપેક્ષા કેમ હોય? તારી ખાણમાં જ પરિપૂર્ણ વીતરાગતા ભરી છે. એનો આશ્રય લે, તેથી તને સમકિત આદિ વીતરાગી પર્યાય પ્રગટ થશે. (રાગને ભરોસે નહિ થાય).
કેટલાક કહે છે કે ચોથે ગુણસ્થાને સરાગ સમકિત હોય, વીતરાગ સમકિત ન હોય. અરે ભગવાન! શું કહે છે તું આ? સરાગ સમકિત તો કોઈચીજ (સમકિત) જ નથી. એતો આરોપિત ચીજ છે. સમકિતની વીતરાગી પર્યાય જેને પ્રગટ છેએને તે કાળે જે દેવ-ગુરુ- શાસ્ત્રની શ્રદ્ધાનો મંદ રાગછે તેને આરોપ કરીને સરાગ સમકિત કહ્યું છે. પણ વીતરાગ સમકિત વિના સરાગ સમકિતની (આરોપની) અસ્તિ કેવી? ભાઈ! આ માન્યતા તારી મોટી ભૂલછે. અંદર ચિદાનંદઘનવસ્તુ વીતરાગસ્વરૂપે વિરાજે છે. તેનો આશ્રય લેતાં ચોથા ગુણસ્થાને સમકિત પ્રગટ થાય છે અને તે વીતરાગી પર્યાય છે. અહીં કહે છે કે-તે કાળે રાગની મંદતા છે માટે સમકિત એનાથી થયું એવું કર્તાકર્મપણું છે જ નહિ. અહો! સંતોએ સત્નો ઢંઢેરો પીટયો છે! આત્મા અકષાયસ્વરૂપ ભગવાન છે. તેને અકષાય પરિણામ થાય તે પોતાના કારણે થાય છે. રાગ મંદ હોય એનાથી અકષાય પરિણામ થાય એમ છે જ નહિ.
પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કર્તાકર્મભાવ નથી. રાગ અન્ય દ્રવ્ય છે અને નિર્મળ પરિણતિ જીવનું સ્વદ્રવ્ય છે. માટે રાગની દશા, જીવની નિર્મળ દર્શાને ઉત્પન્ન કરે એવો કર્તાકર્મસંબંધ નથી. ભાવ તો ઘણા સૂક્ષ્મ છે; પણ કથન શૈલી સાદી છે. તેથી સમજાય એવી જ આ વાત છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
એકલાં અમૃત ભર્યાં છે આ કળશમાં; શું કહે છે? કે ‘ज्ञानी’ જ્ઞાની તો ‘इमां स्वपरपरिणतिम्’ પોતાની અને પરની પરિણતિને ‘जानन् अपि’ જાણતો પ્રવર્તે છે. સમ્યગ્દ્રષ્ટિ ધર્મી જેને આત્માનું ભાન થયું છે. જેને ધર્મની વીતરાગી દશા પ્રગટ થઈ છે તેને અહીં જ્ઞાની રહ્યો છે. એ જ્ઞાની પોતાની અને પરની પરિણતિ જાણતો પ્રવર્તે છે. જુઓ, પરિણતિ શબ્દ વાપર્યો છે પણ પોતાના દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેયને જાણતો