Pravachan Ratnakar (Gujarati). Gatha: 83.

< Previous Page   Next Page >


PDF/HTML Page 945 of 4199

 

ગાથા–૮૩

ततः स्थितमेतज्जीवस्य स्वपरिणामैरेव सह कर्तृकर्मभावो भोक्तृभोग्यभावश्च–

णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि।
वेदयदि पुणो तं चेव जाण
अत्ता दु अत्ताणं।। ८३।।
निश्चयनयस्यैवमात्मात्मानमेव हि करोति।
वेदयते पुनस्तं चैव जानीहि आत्मा त्वात्मानम्।। ८३।।

તેથી એ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે કર્તાકર્મભાવ અને ભોક્તાભોગ્યભાવ (ભોક્તાભોગ્યપણું) છે એમ હવે કહે છેઃ-

આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચયનય તણું,
વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું. ૮૩.

ગાથાર્થઃ– [निश्चयनयस्य] નિશ્ચયનયનો [एवम्] એમ મત છે કે [आत्मा] આત્મા [आत्मानम् एव हि] પોતાને જ [करोति] કરે છે [तु पुनः] અને વળી [आत्मा] આત્મા [तं च एव आत्मानम्] પોતાને જ [वेदयते] ભોગવે છે એમ હે શિષ્ય! તું [जानीहि] જાણ.

ટીકાઃ– જેમ ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થાઓને પવનનું વાવું અને નહિ વાવું તે નિમિત્ત હોવા છતાં પણ પવનને અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, સમુદ્ર જ પોતે અંતર્વ્યાપક થઈને ઉત્તરંગ અથવા નિસ્તરંગ અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઉત્તરંગ અથવા નિસ્તરંગ એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી; અને વળી જેમ તે જ સમુદ્ર, ભાવ્યભાવકભાવના (ભાવ્યભાવકપણાના) અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશકય હોવાથી, ઉત્તરંગ અથવા નિસ્તરંગરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે પરંતુ અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી; તેવી રીતે સસંસાર અને નિઃસંસાર અવસ્થાઓને પુદ્ગલકર્મના વિપાકનો સંભવ અને અસંભવ નિમિત્ત હોવા છતાં પણ પુદ્ગલકર્મને ________________________________________________________________________

૧. ઉત્તરંગ = જેમાં તરંગો ઊઠે છે એવું; તરંગવાળું. ૨. નિસ્તરંગ = જેમાં તરંગો વિલય પામ્યા છે એવું; તરંગ વિનાનું. ૩. સંભવ = થવું તે; ઉત્પતિ.