સમયસાર ગાથા ૮૩ ] [ ૧૯૧
નિશ્ચય અને ઉપચા નિરૂપણ તે વ્યવહાર. વળી ત્યાં કહ્યું છે કે- વ્યવહારનય સ્વદ્રવ્ય-પરદ્રવ્યને વા તેના ભાવોને વા કારણ-કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરૂપણ કરે છે માટે એવા શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો, વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરૂપણ કરે વે તથા કોઈને કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું.’
“પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે-અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવંબ જાણી બહુ કાર્યો છે; પણ એનું ફળ સંસાર જ છે.” જુઓ, વ્યવહાર આવે છે ખરો, એનું અનુસરણ કરવા લાયક નથી કેમકે એનું સંસાર જ છે.
ત્યારે કોઈ કહે છે કે આ તો એકાંત છે; એકાંત છોડી દેવું જોઈએ.
પણ ભાઈ! સમ્યક્ એકાંતનું જ્ઞાન થાય ત્યારે પર્યાય અને રાગનું એટલે કે અનેકાંતનું યથાર્થ જ્ઞાન થાય છે. સમ્યક્ એકાંતવાળાને સમ્યક્ અનેકાંતનું સાચું જ્ઞાન થાય છે. જેને સમ્યક્ એકાંતનું જ્ઞાન નથી એને અનેકાંતનું સાચું જ્ઞાન નથી. શ્રીમદ્ એકાંતનું જ્ઞાન નથી એને વિપરીત જ્ઞાન છે. એને એનકાંતનું સાચું જ્ઞાન નથી. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે- ‘સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અનેકાંત અન્ય હેતુએ ઉપકારી નથી..’ સમ્યક્ એકાંત એવા એટલે આત્માના આશ્રયથી જ્યાં દર્શન-જ્ઞાન પ્રગટ થયું ત્યાં અનેકાંતનું એટલે રાગ અને પર્યાયનું પણ સાચું જ્ઞાન હોય છે.
ભાઈ! આ તો અંતરમાં જવાની, પર્યાયને અંદર ઝુકાવવાની વાત છે. દ્રવ્યની સન્મુખ થઈ દ્રવ્યોના આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. પર્યાયના કે વ્યવહારના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી. અરે! નિર્મળ પર્યાયના આશ્રયે પણ ધર્મ પ્રગટ થતો નથી તો પછી રાગના કે વ્યવહારના આશ્રયે સમ્યગ્દર્શન થાય એ વાત કયાં રહી?
વાદવિવાદ મૂકીને પ્રભુ! આ સમજવા જેવું છે. ભાઈ! તું ભગવાન છો ને! છતાં તારી અશુદ્ધતા પણ મોટી! અનુભવપ્રકાશમાં શ્રી દીપચંદજીએ કહ્યું છે કે - ત્રણલોકના નાથ તીર્થંકરદ્રવના સમોસરણમાં અનંતવાર ગયો છતાં તે અુશદ્ધતા ન છોડી. ત્રણલોકના નાથ અર્હંત પરમાત્માની દિવ્ય વાણી અનંતવાર સાંભળી. સમોસરણમાં અનંતવાર મણિરત્ન્ના દીવ, હીરાના થાળ અને કલ્પવૃક્ષના ફૂલથી જિનભગવાનની પૂજા કરી. ‘જય હો, જય હો-’ એમ ભગવાનનો અનંતવાર જયજયકાર કર્યો. પરમાત્માપ્રકાશમાં પણ આવે છ કે ભવેભવે ભગવાનની પૂજા કરી. પણ ભાઈ! પરદ્રવ્યની પૂજાનો એ તો