૧૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
દ્રવ્ય સંબંધીનું જ્ઞાન જે પર્યાયમાં આવે છે તે પર્યાયનું જ્ઞાન પર્યાયમાં આવે છે. વળી દ્રવ્ય છે માટે દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં થાય છે એમ નથી. જ્ઞાનની પર્યાયમાં એટલી તાકાત છે કે દ્રવ્યનું જ્ઞાન, પોતાનું જ્ઞાન અને લોકાલોકનું જ્ઞાન તે એક સમયમાં કરી લે છે. શ્રુતજ્ઞાનમાં પણ આવું સામર્થ્ય છે. લોકલોકનું જ્ઞાન પણ પર્યાયમાં પોતાથી થાય છે, લોકલોક છે માટે પર્યાયમાં એનું જ્ઞાન થાય છે એમ નથી. પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન થાય છતાં દ્રવ્ય પર્યાય આવતું નથી અહાહા...! દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી અને પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. અહો! વસ્તુની સ્વતંત્રતાની આવી અલૌકિક વાત છે! અહીં વાત લીધી નથી. અહીં તો એમ બતાવવું છે કે મોક્ષમાર્ગની પર્યાયમાં તેની આદિમાં આત્મા છે પણ કર્મનો અભાવ કે વ્યવહારનો રાગ તેની આદિમાં નથી. વ્યવહારનો રાગ છે તો નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો છે એમ નથી. નિશ્ચયથી તો સ્વભાવનો આશ્રય લે છે તે જ સાક્ષાત્ મોક્ષમાર્ગનું કારણ છે.
ઉત્તરઃ– અરે ભગવાન! આ સમ્યક્ એકાંત છે. નિમિત્ત દેખીને, સહચારી દેખીને વ્યવહારના રાગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે. પંચાસ્તિકાયમાં શુભરાગને વ્યવહારસાધન કહ્યું છે. વ્યવહારસાધન અને નિશ્ચય સાધ્ય એમજ કહ્યું છે એ તો ભિન્ન સાધ્યસાધનની અપેક્ષાથી કહ્યું છે. પણ ભાઈ! સાધન બે નથી, સાધનનું નિરૂપણ બે પ્રકારે છે. સાધન તો એક જ છે. મોક્ષમાર્ગપ્રકાશમાં પંડિતપ્રવર ટોડરમલજીએ નિશ્ચય-વ્યવહારનું રહસ્ય અત્યંત સ્પષ્ટ ખોલી દીધું છે. ત્યાં કહ્યું છે કે - ‘મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર.’ આમ યથાર્થ મોક્ષમાર્ગ એક જ છે. મોક્ષમાર્ગ કહો, કારણ હો, ઉપાય હો કે સાધન કહો-તે એક જ છે, બે નથી. આ પરમ સત્ય છે. ત્યારે કોઈ કહે છે કે થોડું તમે ઢીલું મૂકો અને થોડું અમે ઢીલું મૂકીએ તો બંનેની એકતાથઈ જાય. પણ બાપુ! આમાં બાંધછોને કયાં અવકાશ છે? વસ્તુના સ્વરૂપનો નિર્ણય, સત્યનો નિર્ણય બાંધછોડથી કેમ થાય? ભાઈ! વિવાદથી કે બાંધછોડથી સત્ય હાથ ન આવે. સત્ય તો સત્યને જેમ છે તેમ સમજવાથી જ પ્રાપ્ત થાય. પ્રશ્નઃ– શાસ્ત્રમાં અકલંકદેવે બે કારણથી કાર્ય થાય એમ કહ્યું છે? ઉત્તરઃ– હા, પણ એ તો નિમિત્તનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. પ્રમાણજ્ઞાનમાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે પોતાની પર્યાય પોતાથી થાય છે એ વાતનો નિષેધ કરીને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે એમ નથી. નિશ્ચયથી કાર્ય પોતાથી થયું છે, નિમિત્તથી નહિ એ વાતને રાખીને પ્રમાણમાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. અન્યથા પ્રમાણજ્ઞાન જ રહેશે નહિ. મોક્ષમાર્ગપ્રકાશકમાં સાતમાં અધિકારમાં અતિ સ્પષ્ટપણે કહ્યું છે કે યથાર્થ નિરૂપણ તે