શ્રી પ્રવચન રત્નો-૧ ૯૯ પરને જાણે છે એ પર્યાય (થઈ) એ પર્યાયનો કર્ત્તા આત્મા છે. આહા.. હા! છે? .. એ જાણનક્રિયાનો કર્ત્તા એમ કહ્યું અહીંયાં આહા.. હા! પર્યાય છે ને! ક્રિયા છે ને પર્યાય!! ત્રિકાળીજ્ઞાયક ચૈતન્ય હું છું એવું જે જ્ઞાન થયું અને જે જ્ઞેય થયું, એ જ્ઞાનનું લક્ષ, શરીરાદિ પર ઉપર જાય છે, તો એનું એને જ્ઞાન થાય છે- તો એનું જ્ઞાન થયું, તો ઈ જ્ઞાનની પર્યાય મારી જ્ઞાનકૃત છે- એ જાણવાની ક્રિયાનો કર્ત્તા સ્વયં (જ્ઞાયક) જ છે. એ રાગનું જ્ઞાન થયું તો રાગ કર્ત્તા ને જાણવાન્રું કાર્ય-જ્ઞાનપર્યાય, એવું કર્ત્તા-કર્મ છે નહીં. આવો વીતરાગનો મારગ!!
આહા..હા! ‘એ જાણવાની ક્રિયાનો કર્ત્તા સ્વયં જ છે’-સ્વને જાણવું ને પરને જાણવું-એ જાણવાની ક્રિયાનો કર્ત્તા તો સ્વયં આત્મા છે. એ જાણવાની ક્રિયા (માં) પરનું જાણવું થયું તો પર કર્ત્તા છે અને આ જ્ઞાનની ક્રિયા કાર્ય છે, એવું છે નહીં. ‘અને જેને જાણ્યું તે કર્મ પણ સ્વયં (પોતે) જ છે’ આહા.. હા! એ ‘કર્ત્તા’ પણ પોતે જ છે પોતાની જ્ઞાનની પર્યાયનો અને ‘કર્મ’ પણ સ્વયં જ છે, કાર્ય થયું ઈ સ્વયંપર્યય છે પોતાની.
આહા..! ‘આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે’-એવો જ એક જ્ઞાયકસ્વભાવ સ્વયં શુદ્ધ છે. આ તો... ત્રિલોકનાથ! સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વરની વાણી છે! આહા...! પ્રભુ! તું કોણ? શું છે? અને કેટલા કાળથી છે? ‘હું તો જ્ઞાયક છું’ કેટલા કાળથી છો? હું તો ત્રિકાળ છું તો એમાં કોઈ પર્યાયના ભેદ છે કે નહીં? (એટલે કે) જે પરના જાણવાવાળી પર્યાય છે, અશુદ્ધ છે, રાગ છે એ એમાં છે કે નહીં?’ ના. (અભેદમાં ભેદ નથી)!
(અભેદનો અનુભવ થયો) ત્યારે અશુદ્ધતા-ભેદ છે જ નહીં એવું જ્ઞાન થયું, તો ઈ થાનની પર્યાય થઈ-એ પર્યાય તો સ્વને જાણે છે ને પરને જાણે છે, તો ઈ પર્યાય છે કે નહીં અંદરમાં? તો... અંદરમાં નથી, પણ પર્યાય જાણવામાં આવી તે મારામાં છે. પર્યાયમાં, સ્વનું જાણવું ને પરનું જાણવું એ પર્યાયમાં છે. સમજાણું કાંઈ...?
ચૈતન્ય જ્ઞાનનો પૂંજ છે અંદર!! જેમ ધોકળા હોય છે ને..! બોરા-બોરા! રૂ ના ભરેલા બોરા (ધોકળા) હોય છે ને પચીસ-પચીસ મણના!! (એમ) આ (આત્મા) અનંત-અનંત ગુણના જ્ઞાનના બોરા છે. એમાંથી થોડા નમૂનો બહાર કાઢે છે. આ ‘આખા’ બોરા આવો છે, એમ આ જ્ઞાયકચીજ પ્રભુ (આત્મા) એનું જ્ઞાન કરવાથી, એના નમૂનારૂપ જ્ઞાનની પર્યાય બશાર આવે છે કે.. આ જ્ઞાનની પર્યાય જે આવી, તો ‘આખું’ સ્વરૂપ જ્ઞાનમય છે!!
અને, જે (સ્વાનુભવ)માં જ્ઞાનની પર્યાય-અવસ્થા થઈ, એ છે તો ભેદ-ત્રિકાળની અપેક્ષાએ- પણ, (જ્ઞાનપર્યાય)નો રાગ તરફનો ઝૂકાવ નથી. ‘રાગનું જ્ઞાન, પરના ઝૂકાવ વિના થયું છે’ -એ કારણ પર્યાય જે થઈ, તે અભેદ થઈ. કેમ કે સ્વના આશ્રયથી થઈ-અભેદ થઈ એમ તેને કહેવામાં આવે છે. પર્યાય કાંઈ દ્રવ્યમાં ઘુસી જતી નથી, પર્યાય તો પર્યાયમાં રહે છે. ભલે! જ્ઞાયકનું જ્ઞાન થયું, એ રાગનું જ્ઞાન તે પોતાની પર્યાય જ છે, પણ ઈ પર્યાય, ત્રિકાળીમાં ઘુસી જાય છે એવું તો નથી. પર્યાય, પર્યાયમાં રહે છે, દ્રવ્ય, દ્રવ્યમાં રહે છે!! છતાં.. દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવે છે. આ પૂર્ણાનંદ પ્રભુ છે એવું જ્ઞાન પર્યાયમાં આવે છે, એ વસ્તુ (દ્રવ્ય) પર્યાયમાં આવી જાય છે એવું નથી. સમજાણું કાંઈ...?