૯૮ શ્રી પ્રવચન રત્નો-૧ રખડવા ઢોરમાં-પશુમાં.. ને! તેનાં બંગલાં ને પૈસા બધાં પડાં રહે અહીંયાં!
આહા.. હા! પ્રભુ! તારે ઊગરવાના આરા હોય તો.. એ ઊગરવાનો આરો કહેવા છે ને... તો ઈ ચૈતન્યદ્રવ્ય છે!!
આહા... હા! એ ત્રિકાળી જ્ઞાયકભાવ! ધ્રુવભાવ! સ્વભાવ ભાવ, કાયમી ભાવ! અસલી ભાવ! નિત્યભાવ!! (એવો આત્મસ્વભાવ) એની દ્રષ્ટિ કરવાથી એટલે એમાં પ્રવેશ કરવાથી (એકાગ્ર થવાથી) સમયગ્દર્શન થાય છે! એ સમયગ્દર્શનથી ભવનો અંત થશે, એ અંત કરવાવાળું છે બાકી, કોઈ દયા-દાન-વ્રત-ભક્તિ (ના ભાવ) એ તો સંસાર છે.
આહા..હા..! ‘કારણ કે જેવું જ્ઞેયપર જ્ઞાનમાં પ્રતિભાસિત થયું’ ‘પ્રતિભાસિત’ એટલે? જેવું જ્ઞેય છે એવું અહીં જ્ઞાન થયું. ‘તેવો જ્ઞાયકનો અનુભવ કરતાં જ્ઞાયક જ છે’ – એ તો જ્ઞાયકની પર્યાય છે, અને જ્ઞાયકથી ઉત્પન્ન થઈ છે. ‘પરથી નહીં, પરની નહી’ .
આહા..હા! ‘આ હું જાણનારો છું તે હું જ છું’ જુઓ! શું કહે છે? એ જ્ઞાનની પર્યાયમાં, રાગ- શરીર આદિ જાણવામાં આવ્યું, તો જે ‘જાણવાની પર્યાય છે તે તો હું છું’ છે? .. ‘આ જણનારો છું તે હું જ છું’ - એ જાણવાવાળી જે ચીજ-પર્યાય તે હું છું. એ રાગને જાણવાવાળી પર્યાય, રાગ છે એવ્રું તો છે નહીં. આહા.. હા! ક્યાં... લઈ જવો છે...! આવો મારગ! એની ખબરું વિના, ચોરાશીમાં રખડી મરે છે... કાગડાં ને કૂતરાં ને સિંહ, વાધ, વરૂના અવતાર!! વાણિયા મરીને ત્યાં જાશે ધણાં! ધરમની ખબર ન મળે! સાચો સત્સમાગમ બે-ચાર કલાક જોઈએ તેની ખબર ન મળે!! પાપનો અસત્સમાગમ... આ ધંધો! અસત્સમાગમે છે. અને તે દિ’ (સાંભળવા) આ મળે તો સત્સમાગમ છે!!
અહીં કહે છે કે... પર જે જાણવામાં આવ્યા, એ હું છું, એ મારી (જ્ઞાન) પર્યાય છે, મારાથી ઉત્પન્ન થઈ છે. રાગનું જ્ઞાન, શરીરનું જ્ઞાન- એ જ્ઞાન, શરીર કે રાગને કારણે થયું નથી, મારી પર્યાયના સામર્થ્યથી એ જ્ઞાન થયું છે. હું ત્રિકાળી તો જ્ઞાયક જ છું પણ... એની જે (જ્ઞાન) પર્યાયે જ્ઞાયકને જાણ્યો, પરને જાણ્યા, એ તો મારી પર્યાય છે. હું તો જાણવાવાળાપણે પરિણમું છું, રાગ (વાળાપણે) પરિણમું છું એમ નથી. (અર્થાત્) રાગનું જ્ઞાન થયું, આ શરીરનું જ્ઞાન થયું એ રાગપરિણમન થઈને આવ્યું છે, એ રાગના કારણથી પરને-પર્યાયને જાણવાની (જ્ઞાન) પર્યાય આવી છે, એવું છે નહીં.
આહા..! બાપુ! મારગડા જુદા ભાઈ! અરેરે...! સત્ય સાંભળવામાંય આવે નહીં-એ સત્ય શું ચીજ છે!! એની પ્રાપ્તિ મહાદુર્લભ છે!!
અહીંયા કહે છે કે ‘આ હું જાણનારો છું તે હું જ છું’-રાગ અને શરીર આદિની ક્રિયા જે થાય છે જડની, તેનું અહીંયા જ્ઞાન થાય છે, તે તો હું જ છું. એ જ્ઞાનની પર્યાય મારી છે. મારાથી ઉત્પન્ન થઈ છે. પરથી ઉત્પન્ન થઈ નથી.
આહા...હા! ‘અન્ય કોઈ નથી’-આવો, પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો! એવો ભગવાન સ્વરૂપ ચૈતન્ય પ્રભુ! પોતાને પોતાનું જ્ઞાન થયું, પરના જ્ઞાનમાં પણ પોતાનું જ્ઞાન થયું’-એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો, ત્યારે જાણનક્રિયાનો કર્ત્તા સ્વયં (આત્મા) છે. શું કીધું? જાણક્સ્વરૂપ જે ભગવાન આત્મા ત્રિકાળ છે, એની જાણનશીલ પર્યાય, એ સમયે જે રાગને, શરીરને,