શ્રી પ્રવચન રત્નો-૧ ૧૦૧ કહો’ - એ અપેક્ષાએ, આને- પર્યાયને શુદ્ધનય કહેવામાં આવેલ છે.
અહીં તો ત્રિકાળીને શુદ્ધનયનો વિષય કીધો છે. (કહે છે કે) ‘અન્ય પરસંયોગજનિત ભેદો છે તે બધા ભેદરૂપ અશુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય છે’- જુઓ..! હવે આવ્યું! ‘તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે. આહા...હા..! ‘અન્ય પરસંયોગજનિત ભેદો છે’ એ ભેદ, પ્રમત્ત-અપ્રમત્ત. તે બધા ભેદરૂપ અશુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય છે’ - એમ શા માટે કહ્યું? (એ ભેદો) દ્રવ્યની પર્યાય છે, એ અપેક્ષાથી અશુદ્ધ દ્રવ્યાર્થિક કહેલ છે.
મલિન પર્યાય, પ્રમત્ત-અપ્રમત્તપણે પરિણમે છે ને...! એ અપેક્ષાએ ‘દ્રવ્યની પર્યાય ગણીને’ એને અશુદ્ધદ્રવ્યાર્થિક કહેલ છે. (છતાં) ઈ અશુદ્ધદ્રવ્યાર્થિકની પર્યાય પણ શુદ્ધદ્રવ્યની અપેક્ષાએ પર્યાયાર્થિક જ છે.
આ અશુદ્ધ (દ્રવ્યાર્થિક) કેમ કહી? કે દ્રવ્ય, પોતે-પોતાની પર્યાય છે અશુદ્ધરૂપે પરિણમે છે, એ કારણે એને અહીં અશુદ્ધ દ્રવ્યાર્થિક કહેલ છે. એ અશુદ્ધ દ્રવ્યાર્થિક, શુદ્ધદ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાયાર્થિક જ છે એ તો પર્યાય જ છે. પ્રમત્ત-અપ્રમત્ત પણ અને એટલા માટે વ્યવહારનય જ છે.
આહા.. હા! શું કીધું? ત્રિકાળી વસ્તુ જે ચૈતન્યશુદ્ધ ભગવાન (આત્મદ્રવ્ય) એ શુદ્ધનયનો વિષય અને પર્યાય શુદ્ધ-અશુદ્ધ!! પણ પર્યાય (જે છે) મલિનર્યાયના ભેદ સંયોગજનિત - ચૌદગુણસ્થાનના ભેદ કહ્યા છે ને...! તે તો અશુદ્ધદ્રવ્યાર્થિક (કહ્યા). દ્રવ્ય પોતે ભેદરૂપે પર્યાયમાં અશુદ્ધ થયેલ છે એ અપેક્ષાએ (-પર્યાયદ્રવ્યની ગણીને) એ અશુદ્ધ દ્રવ્યાર્થિક કહ્યું પણ ઈ અશુદ્ધદ્રવ્યાર્થિક એ પર્યાયાર્થિક જ છે કેમ કે પર્યાયાર્થિક છે એ જ વ્યવહાર છે આહા.. હા.. !
કેટલું યાદ રાખે આમાં?! એક કલાકમાં!! આ તો બાપુ! જગતથી જુદી જાત છે, બાપુ! ધર્મની જાત!! સર્વજ્ઞ જિનેશ્વરદેવ ત્રણલોકના નાથ પરમેશ્વર કહે છે. એ વાતું આખા જગતથી જુદી છે. આહા..! દુનિયામાં ક્યાંય મેળ ખાય તેમ નથી!!
આહા.. હા! શું કહ્યું? કે બે ભેદ-એક ત્રિકાળી દ્રવ્ય વસ્તુ જ્ઞાયકભાવ, એ શુદ્ધનયનો વિષય- ધ્યેય! અને પર્યાયના જે ભેદ છે, (ચૌદ) ગુણસ્થાન, શુભાશુભ ભાવ એ અશુદ્ધ (નયનો વિષય) અશુદ્ધ દ્રવ્ય! દ્રવ્ય પોતે (પર્યાયમાં) અશુદ્ધતાપણે પરિણમ્યું છે-પર્યાય તરીકે હો?! એથી એને અશુદ્ધદ્રવ્યાર્થિક કહ્યું (એટલે કે) એની પર્યાય છે ને એમ લેવું-સમજવું.
અશુદ્ધ દ્રવ્યાર્થિક (એટલે કે) અશુદ્ધ દ્રવ્ય જેનું પ્રયોજન (તે) અશુદ્ધ દ્રવ્યાર્થિક છે એને પર્યાયાથિક કહે છે અને એને વ્યવહાર કહે છે.
એનાં બધાં પલાખાં આકરાં! અરે! અનંતકાળના અજાણ્યો મારગ બાપુ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, એની ભાષામાં, એ દિવ્યધ્વનિમાં પ્રભુની વાણીમાં ‘આ’ આવ્યું છે. એ આચાર્યે આ રીતે ગાથામાં રચના કરી છે. આહા.. હા!
એનો ભાવર્થ પંડિતે-જયચંદ પંડિત થઈ ગ્યા છે. એવા આ (ભાવાર્થ) ભર્યા છે. આહા.. હા! શું કહેવા માગે છે. એની સ્પષ્ટતા ભાવર્થમાં લીધી છે. સમજાણું કાંઈ...? ‘અશુદ્ધ દ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાયાર્થિક જ છે તેથી વ્યવહારનય જ છે’ આહા... હા! એ જ્ઞાયકભાવમાં, પર્યાયના ભેદ-ચૌદ ગુણસ્થાનના ભેદ દેખાય છે એ વ્યવહારનય જ છે.