૧૦૨ શ્રી પ્રવચન રત્નો-૧ પર્યાય (માત્ર) વ્યવહારનય છે.
દ્રવ્ય, નિશ્ચયનયનો વિષય છે પણ જેને નિશ્ચય વસ્તુનું જ્ઞાન થાય છે એને ભેદનું-રાગનું જ્ઞાન, પોતાને પોતાના કારણે થાય છે, ‘એવો આશય જાણવો જોઈએ’.
‘અશુદ્ધદ્રવ્યાર્થિકનય પણ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાયાર્થિક જ છે તેથી વ્યવહારનય જ છે- એમ આશય જાણવો’ .
‘છે’ વ્યવહારનય જ છે એમ આશય (જાણવો) સમજવો જોઈએ. વિશેષ કહેશે...
* * *
- આત્મા ખરેખર પરને જાણતો
નથી તો પછી પરને જાણવા ઉપયોગ
મૂકવો એ વાત જ ક્યાં રહી? પોતે
પોતાને જાણે છે એમ કહેવું એ પણ
ભેદ હોવાથી સદ્ભૂત વ્યવહાર છે.
ખરેખર જ્ઞાયક તો જ્ઞાયક જ છે તે
નિશ્ચય છે.
(ગુજરાતી આત્મધર્મ,
ર્મચ - ૧૯૮૧)