૧૦૪ શ્રી પ્રવચન રત્નો-૧
(જુઓ)! શું કહે છે? કે ત્રિકાળી (જ્ઞાયક) શુદ્ધ છે, એ ધ્રુવ-જ્ઞાયક ધ્રુવ! વજ્રનો પિંડ!! વજ્ર-વજ્ર જેમ છે ને એમ જ્ઞાન-આનંદનું બિંબ! ધ્રુવ છે. પર્યાયની હલચલ વિનાની ધ્રુવ ચીજ!!
પણ... એ ‘આ’ છે. એનો નિર્ણય કોણ કરે છે? એ પર્યાય જ એનો નિર્ણય કરે છે. અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે. આરે.. આરે! આ વાત જ જુદી, આખી દુનિયાથી જુદી છે!
(શ્રોતાઃ) અનિત્ય, નિત્યનો નિર્ણય કરે, તો તે પોતે અનિત્ય છે! (નિત્ય-અનિત્ય) બંને જુદાજુદા છે?
(ઉત્તરઃ) એ નિત્યાનંદ છે ધ્રુવ...! આદિ-અંત વિનાની વસ્તુ, સહજ! સહજ આત્મા-સહજાત્મ સ્વરૂપ! ધ્રુવ! આમાં તો એનો નિર્ણય થાય નહીં, નિર્ણય કરવાવાળી તો પર્યાય છે એ અનિત્ય છે, પર્યાય પલટતી છે, હલચલ (વાળી) છે. આહા... હા! એ પર્યાય, એમાં નથી. પણ.. પર્યાય નિર્ણય કરે છે તો પર્યાય, પર્યાયમાં છે, (છતાં) એનાથી પૃથક્ કરવું છે-સમજવું છે.
આહા...! વીતરાગનો મારગ! જિનેશ્વરદેવનો મૂળ મારગ સૂક્ષ્મ છે! જગતને તો અત્યારે સાંભળવા મળતો નથી. બહારનાં-વત્ર કર્યા ને.. સેવા કરો ને... દેશ સેવા કરો ને... માણસની સેવા કરો નેે! ક્યાં ખબર છે પ્રભુ! પરની સેવા એટલે શું? તેનો અર્થ શું?
(વિશ્વમાં) પરદ્રવ્ય છે કે નહીં? છે. (છે તો) તેની પર્યાય, વર્તમાનમાં શું નથી? પર્યાય વિનાનું શું દ્રવ્ય છે? (પર્યાય તો છે) તો પછી તેનું પર્યાયનું કાર્ય તો એ દ્રવ્ય કરે છે. (શું) તું બીજાનું કાર્ય કરે છે?
‘હું બીજાની સેવા કરી શકું છું’? -એમ માને છે, તો તે માન્યતા છે તે જ મિથ્યાત્વ, ભ્રમ ને અજ્ઞાન છે.
આહા...! અહીંયા તો પ્રભુ કહે છે ત્રિલોકનાથ! સર્વજ્ઞ જિનેશ્વરદેવને વીતરાગદેવ પરમાત્મા અનંત તીર્થંકરો!! વર્તમાન બિરાજે છે, વર્તમાનમાં વીસ તીર્થંકર પ્રભુ મહાવિદેહમાં બિરાજે છે. તેમની વાણી ‘આ’ છે. કુંદકુંદાચાર્ય ત્યાં ગયા હતા, આઠ દિવસ રહ્યા હતા.
ત્યાંથી આવીને ‘આ’ -આ ભગવાનનો સંદેશ છે એમ જગતને ‘જાહેર કરે છે આડતિયા થઈને, ‘માલ’- તો પ્રભુનો છે! (સીમંધરપ્રભુનો) છે સમજાણું કાંઈ...?
આહા.. હા.! ભગવાન આત્મા, ચૈતન્ય જ્ઞાયકરસ જ છે! અસ્તિ, મૌજુદગી ચીજ! એતો પર્યાય વિનાની ચીજ છે. એમાં કોઈ અશુદ્ધતા (નથી) જે અશુદ્ધદ્રવ્યાર્થિક કહેવામાં આવેલ છે. અશુદ્ધદ્રવ્યાર્થિક (કહ્યું છે પણ) દ્રવ્ય અશુદ્ધ થતું નથી, પણ દ્રવ્યની પલટતી પર્યાય અશુદ્ધ થાય છે, તેથી તેને અશુદ્ધદ્રવ્યાર્થિક કહે છે. (ખરેખર) તો અશુદ્ધ દ્રવ્યાર્થિકનયના વિષયથી પર્યાય કહે છે, પર્યાય છે તે વ્યવહાર છે (અને) ત્રિકાળી ચીજ નિશ્ચય છે!
આમાં વાત.. કયાં સમજવી...! એ કારણે કહ્યું ને... પર્યાયનો નિષેધ કર્યો છે ને...! કે જ્ઞાયકમાં પર્યાય છે નહીં. અને જ્ઞાયકભાવ, શુભ-અશુભપણે થયો જ નથી. કેમ કે જ્ઞાયકરસ! ચૈતન્યરસ! ચૈતન્ય-ચૈતન્ય પ્રકારનો પુંજ પ્રભુ! એ પુણ્ય-પાપના ભાવ જે અચેતન છે, એમાં અંધારા છે, એમાં પ્રકાશનો અંશ નથી, એ (ભાવો) અંધારા છે. જે ચૈતન્યપ્રકાશનો પુંજ! જે ચૈતન્ય તત્ત્વ, એ અંધારાસ્વરૂપ થયો જ નથી. સમજાણું કાંઈ...?