શ્રી પ્રવચન રત્નો-૧ ૧૦૭ અને શુભ-અશુભ ભાવ, એમને હેય છે- છોડવા લાયક છે, એમ કહેલ છે. સમજાણું કાંઈ...?
હવે, એની એક પંકિત સમજવી કઠણ છે!! આ તો, સિદ્ધાંત વાત છે! આ કોઈ કથા-વાર્તા નથી. (આ તો) ભાગવત...! ભગવત્ કથા છે. (લોકો) ભાગવતકથા કહે છે ને...! નિયમસારમાં આવે છે ને...! આ જ ભાગવત કથા છે-ભાગવત્કથા-ભગવાન આત્માની (કથા), ભગવાન ત્રિલોકનાથે કહેલ છે. પ્રભુ! તારું સ્વરૂપ તો ભગવત્સ્વરૂપ છે ત્રિકાળ પ્રભુ છે!!
પણ, તારી પર્યાયમાં ભૂલ છે- પુણ્ય-પાપના ભાવ છે, તે છે. શુદ્ધતા છે, પર્યાયમાં અશુદ્ધતા છે ઈ અશુદ્ધતા દ્રવ્યે કરી છે (દ્રવ્ય, દ્રવે છે ને.. !) છે ભલે, પર્યાયની ક્રિયા પણ આ પર્યાય પણ રાખેલ છે, અશુદ્ધતા પર્યાયમાં છે. ફકત ફેર એટલો!! ત્રિકળી જે સ્વતઃસ્વાભાવિક વસ્તુ છે અને પુણ્ય- પાપના ભાવ સંયોગજનિત-સંયોગ (ના લક્ષે) થાય છે. આહા.. હા! છે? (અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે)
આહા.. હા! ‘અશુદ્ધનયને અહીં હેય કહ્યો છે કારણ કે અશુદ્ધનયનો વિષય સંસાર છે. - એ પુણ્ય-પાપના ભાવ, સંસાર છે-દુઃખ છે.. આ દુકાન-ધંધામાં રહેવું આખો દિ’ એકલા પાપભાવ છે.
(શ્રોતાઃ) પણ રહેવું કેવી રીતે? ધંધો ન કરીએ તો રહેવું કેવી રીત? પૈસા શી રીતે આવે? (ઉત્તરઃ) કોણ કહે છે કે કરે, એ તો જડ છે, જડની ચીજ આવવાની હશે તો આવશે જ. (લોકમાં કહેવત છે ને કે) ‘દાને દાને પે લિખા હે ખાનેવાલેકા નામ’ ખાવાવાળાનું પરમાણુમાં નામ છે. દાણે-દાણે નામ છે. ભાઈ...! સાંભળ્યું છે તેમ ખાને વાલેકા નામ- દાણે-દાણે ખાવાવાળાની મ્હોરછાપ છે.
મ્હોરછાપનો અર્થ (છે કે) જે પરમાણુ આવવાના છે તે આવશે જ અને નહીં આવવાવાળા નહીં આવે!
તારા લાખ પ્રયત્ન કરવા છતાં નહીં આવે, અને આવવાવાળા છે તે એને કારણે આવે છે, એને કારણે રોકાય છે, તારા કારણે નહીં. જે પરમાણુ આવે છે તે તારા હાથની વાત છે નહીં.
(શ્રોતાઃ) પરમાણુંમાં ભલે એમ હોય, અમારે તો રૂપિયાની વાત છે! (ઉત્તરઃ) ધૂળેય... એ પણ એમ જ છે. રૂપિયા પણ જડ-પરમાણું છે. એક-એક પરમાણું જ્યાં જવાવાળા છે ત્યાં જશે જ, જ્યાં રહેવાવાળા છે ત્યાં રહેશે, તારાથી તે રહેશે?! પરની સત્તા એ તો છે (તારી સત્તાથી એમાં કાંઈ ફેરફાર થાય) એ વાત ત્રણકાળમાં સાચી છે નહીં... આહા.. હા!
વાત બહુ છે! (સૂક્ષ્મ!) બાપુ! અરે, ચોરાશીના અવતાર બાપુ! ભાઈ, ધણાંય રખડીને પડયા છે. ભગવાન તો એમ કહે છે કે ‘તારું એટલું દુઃખ તે ભોગવ્યું, એ દુઃખ જોનારને રોવું આવ્યું! તે તો (દુઃખ) સહન કર્યા! પણ એટલાં.. એટલાં દુઃખ છે ચોરાશીના અવતારમાં... નરકને કીડા, કાગડાં, કંથવા આહા.. હા!
એવા તો પ્રભુ! અનંત ભવ તેં કર્યા છે. અનંતકાળનો છે ને તું! અનાદિ છો.. નવો છો કાંઈ...? આહા.. હા! એ... પરિભ્રમણનું દુઃખ તેનો નાશ કરવો હોય તો પ્રભુ! તારો (આત્મા) અંતર આનંદનો નાથ છે, તારું શરણ ત્યાં છે, તારો રક્ષક ત્યાં છે, તારું સર્વસ્વ ત્યાં જ્ઞાયકમાં છે. ત્યાં શરણ લેવા