૧૧૪ શ્રી પ્રવચન રત્નો-૧
कथमात्मा ज्ञानीभूतो लक्ष्यत ईति चेत् –
करेइ एयमादा जो जाणदि सो हवदि णाणी ।।
હવે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એ કઈ રીતે ઓળખાય? તેનું ચિહૃન (લક્ષણ) કહો, તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ
તે નવ કરે જે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે.
ગાથાર્થઃ [यः] જે [आत्मा] આત્મા [एनम्] આ [कर्मणः परिणामं च] કર્મના પરિણામને [तथा एव च] તેમજ [नोकर्मणः परिणामं] નોકર્મના પરિણામને [न करोति] કરતો નથી પરંતુ [जानतति] જાણે છે [सः] તે [ज्ञानी] જ્ઞાની [भवति]
ટીકાઃ નિશ્ચયથી મોહ, રાગ, દ્રેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા આદિરૂપે બહા ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ, તે બધુંય પુદ્ગલ પરિણામ છે. પરમાર્થે, જેમ ઘડાને અને માટીને જ વ્યાપ્યવ્યાપકભાવનો (વ્યાપ્યવ્યાપકપણાનો) સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ પુદ્ગલપરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. પુદ્ગલ દ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામનો કર્તા છે અને પુદ્ગલ પરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે. તેથી પુદ્ગલ દ્રવ્ય વડે કર્તા થઈને કર્મપણે કરવામાં આવતું જ સમસ્ત કર્મનોકર્મરૂપ પુદ્ગલ પરિણામ તેને જે આત્મા, પુદ્ગલ પરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપક ભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, પરમાર્થે કરતો નથી, પરંતુ (માત્ર) પુદ્ગલ પરિણામના જ્ઞાનને (આત્માના) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે, તે આત્મા (કર્મનોકર્મથી) અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. (પુદ્ગલ પરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છેઃ) પરમાર્થે પુદ્ગલ-પરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો સસદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મપરિણામનો એટલે કે પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્તા છે અને પુદ્ગલપરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે. વળી આ રીતે (જ્ઞાતા પુદ્ગલ પરિણામનું જ્ઞાન કરે છે તેથી) એમ પણ નથી કે પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે; કારણ કે પુદ્ગલને અને આત્માને જ્ઞેયજ્ઞાયક સંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુદ્ગલ પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. (માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે)