શ્રી પ્રવચન રત્નો-૧ ૧૧૯ ગાથા પંચાસ્તિકાય ત્યાં તો કાર્ય’ સિદ્ધ કરવું છે ને...! તો કહે છે કે રાગના પરિણામ અને દ્વેષના પરિણામવિકારી પરિણામ, ઈ સ્વતંત્ર ષટ્કારકથી જીવની પર્યાયમાં થાય છે. કર્મે ય કર્ત્તા નહીં ને એનાં (જીવનાં) દ્રવ્યગુણે ય કર્ત્તા નહીં. અ. ચર્ચા થઈ’ તી ન તે દિ’ વર્ણીજી હારે, તેરની સાલ! બાવીસ વરસ થયાં!
આકરું કામ!! આહા... હા! એ વિકારી પરિણામ તેનો કર્ત્તા કર્મે ય નહીં ને તેનો કર્ત્તા દ્રવ્યગુણે ય નહીં, આંહી કહે છે કે વિકારીપરિણામનો કર્ત્તા પુદ્ગલ! એ ‘સ્વભાવની દ્રષ્ટિ’ અહીં બતાવવી છે.
આહા...! પરનું કર્તાકર્મપણું-વિકારનું (કર્તાકર્મપણું) છૂટીને... જ્ઞાન થવું, એ સ્વરૂપ જે છે તે વિજ્ઞાનઘન છે એનું જ્ઞાન થયું ત્યાં, એના પરિણામ (માં) વિકારીકાર્ય છે નહીં, એથી વિકારીપરિણામનો કર્ત્તા પુદ્ગલને નાખી (કહી) અને એ પુદ્ગલનું કાર્ય છે, સ્વતંત્રપણે પુદ્ગલ કરે છે એમ કહ્યું ‘કર્ત્તા એને કહીએ કે સ્વતંત્ર પણે કરે.
આહા... હા ત્યારે રાગ જે થા દયા-દાન-વ્રત-ભક્તિ ભગવાનની ને સ્તુતિનો (રાગ) એ રાગ... પુદ્ગલ સ્વતંત્ર થઈને એ રાગપરિણામને કરે છે. (શ્રોતાઃ) જીવ નથી કરતો એમ બતાવવું છે! (ઉત્તરઃ) જીવસ્વભાવ નથી એમ બતાવવું છે. આહા... હા... હા હા
આવી વાત આકરી પડે માણસને...! લોકોએ... અરે! વાદ-વિવાદ ઝઘડા ઊભા કરે! બાપુ! જેમ છે એમ છે ભાઈ...! આંહી તો, ભગવાનની સ્તુતિ છે તે રાગ છે અને રાગ.. પુદ્ગલવ્યાપક સ્વતંત્રપણે થઈને રાગ કરે છે. આવું છે! રાડ... નાખે એવું છે!!
શું કીધું? ‘પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી’ -શરીરનો પુદ્ગલનો ને કર્મ, બેય.. સ્વતંત્ર વ્યાપક હોવાથી ‘પુદ્ગલપરિણામનો કર્ત્તા છે’ એટલે... કે કર્મ પોતે સ્વતંત્ર રાગનો કર્તા છે, શરીરની પર્યાયનો કર્તા, શરીરના પરમાણું સ્વતંત્ર છે!
આહા..! આ.. તો ધીરા થઈને વિચારે તો બેસે! વાત આવી છે! વિદ્વતાની ચીજ નથી ‘આ’.. આહા... હા! એ પુદ્ગલ પરિણામ સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલ, પુદ્લપરિણામનો કર્તા છે. એટલે કે દયા-દાન-વ્રતના પરિણામનો પુદ્ગલ સ્વતંત્ર થઈને તે પરિણામને કરે છે!
(શ્રોતાઃ) નિશ્ચયે-પરમાર્થે કહે છે? (ઉતરઃ) પરમાર્થે, વસ્તુ છે ને એ. (શ્રોતાઃ) અશુદ્ધનિશ્ચયનયો! (ઉત્તરઃ) અશુદ્ધનિશ્ચયનયે છે પણ એ વ્યવહાર અને વ્યવહારનો કર્તા કર્મ છે પરમાર્થે આત્મા નહીં.
આહા.. હા! “આંહી તો જગતનો સાક્ષી સિદ્ધ કરવો છે ને હવે તો” જ્ઞાતા-દ્રષ્ટા છે. એ એનાં રાગના પરિણામનો કર્તા નથી. ત્યરે પુદ્ગલસ્વતંત્ર થઈને, દ્રવ્ય પોતે સ્વતંત્ર થઈને રાગને કરે એવું નથી. (આત્મ) દ્રવ્ય સ્વતંત્ર થઈને તો નિર્મળપરિણામને કરે એમ કહેવાય વ્યવહારે!
આહા... હા! બાકી, દ્રવ્ય નિર્મળ પરિણામને કરે એય ક્યાં છે? ! આહા... હા! ‘અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યાપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે’
વિશેષ કહેશે... (પ્રમાણવચન! ગુરુદેવ!!