શ્રી પ્રવચન રત્નો-૧ ૧૨૧
કો’ક કહે છેને.. સમ્યગ્દર્શન સરાગ! એ વસ્તુ બીજી અપેક્ષા છે. (આંહીતો) વીતરાગ જિનસ્વરૂપી પ્રભુ (આત્મા) એ વીતરાગસ્વરૂપી પર્યાય વીતરાગ થાય, એ સમ્યગ્દર્શન પણ વીતરાગપર્યાય છે અને આગળ જતાં ચારિત્ર થાય એ પણ વીતરાગીપર્યાય છે!
આહા...હા! એ વીતરાગ સ્વભાવનું કાર્ય, વીતરાગસ્વભાવ વ્યાપક અને વ્યાપ્ય વીતરાગીપર્યાય છે - એટલે ભેદ પાડીને. કથન કરવું એપણ ઉપચારથી છે. એ અવિકારી પરિણામ તેના કર્તાને કર્મ પરિણામમાં છે!! પણ આત્મા એનો વ્યાપક એટલે પ્રસરીને થાય છે એ પણ ભેદનયનું કથન છે. (તથા) વિકારી પરિણામનો કર્ત્તા આત્મા અને વિકારી પરિણામ કાર્ય- એ પણ ઉપચારથી કથન છે.
આહા.. હા! એમ દ્રવ્યકર્મ અને પરનો કર્ત્તા (આત્મા), ઉપચારથી પણ નથી, તેમ કર્મ, શરીર કે આત્માને વિકારી પરિણામનો ઉપચારથી પણ કર્ત્તા નથી. પણ અહીંયા સ્વભાવની દ્રષ્ટિથી કથન કરવું છે! આહા... હા! ભગવાન આત્માના અનંતગુણો છે તેમાં કોઈ ગુણ વિકાર પણે પરિણમે એવો (કોઈ) ગુણ નથી. એથી એ સ્વભાવીવસ્તુ, સ્વભાવના પરિણામપણે પરિણમે અને એ કાર્યવ્યાપ્ય છે એમ કહેવાય, પણ વિકારપરિણામનું કાર્ય આત્માનું છે સ્વભાવદ્રષ્ટિએ એમ નથી. આહા... હા! હવે! આટલી બધી અપેક્ષાઓ!!
આહા... હા! આંહી ‘પદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે વ્યાપક એટલે કર્તા થઈને, સ્વતંત્ર એ કર્ત્તા છે. તો એ સ્વતંત્રપણે કર્ત્તા થઈને પુદ્ગલપરિણામનો એટલે કે રાગ-દ્વેષ અને પુણ્ય-પાપના ભાવનો કર્ત્તા છે, આ દ્રષ્ટિએ... આહાહા! સમજાણું કાંઈ...?
‘અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે’ - એ રાગને, દ્વેષને પુણ્ય-પાપના ભાવ, એ પુદ્ગલપરિણામને ‘તે વ્યાપક વડે’ એટલે કર્મના વ્યાપક વડે ‘સ્વયં વ્યપાતું’ (એટલે) સ્વયં થતું- સ્વયં કાર્ય થતું હોવાથી તે પુદ્ગલપરિણામ તે પુદ્ગલનું કાર્ય છે!
આહાહાહા...! આવી વાત છે! કઈ અપેક્ષાએ કથન છે એ જાણવું જોઈએ. અપેક્ષા જાણ્યા વિના... કરમથી વિકાર થાય, કરમથી વિકાર થાય! ભઈ, પરદ્રવ્યથી થાય? એમ ત્રણકાળમાં ન હોય.
પર્યાય તો સ્વતંત્ર તે સમયની પોતાથી થાય છે, પણ તે જીવનો સ્વભાવ નથી તેથી જીવના સ્વભાવની જ્યાં દ્રષ્ટિ થઈ ત્યારે તે વિકારના પરિણામનું કાર્ય તે સ્વભાવ નથી. ત્યારે તેના કાર્યનો કર્ત્તા કર્મ છે એમ કહ્યું. જોયું...? ભેદ પાડી નાખ્યો, પરથી એને જૂદું પાડી નાખ્યું!!
(શ્રોતાઃ) આત્મા કર્તા છે કે જ્ઞાતા? (ઉત્તરઃ) જ્ઞાતા છે ને..! પણ પરિણમન તરીકે ભલે કર્ત્તા કહો! કર્ત્તા (કહ્યો) પણ કરવાલાયક છે એવી બુદ્ધિપણે કર્ત્તા નથી. આહા... હા! કેટલી... અપેક્ષા!
(જ્ઞાનીને કર્ત્તા કહે છે) સુડતાલીસ નયમાં એમ કહ્યું કે પરિણમે છે તે જ્ઞાની કર્ત્તા છે, એનો અધિષ્ઠાતા છે એમ કર્ત્તા કહ્યો! કઈ અપેક્ષાએ? આ પ્રવચનસાર, નયઅધિકાર (માં કહ્યું) એ જ્ઞાનપરિણામ એનું છે એટલું બતાવવા કર્ત્તા, તે પરિણમે (છે) તે કર્ત્તા એમ કહ્યું! પણ... અહીંયાં તો સ્વભાવની દ્રષ્ટિમાંએનું પરિણમન સ્વભાવનું હોય છે. એનું પરિણમન વિકૃત છે એ કર્મનું કાર્ય છે એમ કહીને સ્વભાવના પરિણમનથી એને જૂદું પાડી નાખ્યું છે!
આવું... અને હવે આટલું બધું!! બીજી વાત હોય તો... (સમજાય!) આ વસ્તુ જ એવી છે!