૧૨૨ શ્રી પ્રવચન રત્નો-૧ પણ મેળ થાવો જોઈએ ને! એમને એમ કહે-કથન કરે તો શી રીતે મેળ થાય...!
આહા.. હા! અહીંયાં તો ભગવાન એમ કહે છે કે.. નિશ્ચય સ્વભાવની દ્રષ્ટિએ ભગવાન આત્માનો સ્વભાવ તો વીતરાગ છે ને! આકષાય સ્વભાવ છે ને! એટલે સ્વ-ભાવ દરેક ગુણ શુદ્ધ છે ને! એ શુદ્ધ વ્યાપક થઈને વિકારીપર્યાય (એનું) વ્યાપ્ય થાય એમ છે નહીં.
એટલું સિદ્ધ કરવા એ વિકારીપરિણામનું વ્યાપક કર્મ છે અને વિકારી પરિણામ તેનું વ્યાપ્ય છે, વ્યાપ્ય નામ કાર્ય છે. એવું છે હવે ક્યાં! હજીતો પુદ્ગલ કહેશે, હજી તો પુદ્ગલપરિણામને પુદ્ગલ કહેશે.
(જુઓ! આગળ ટીકામાં) ‘પુદ્ગલને અને આત્માને જ્ઞેયજ્ઞાયકસંબંધ છે’ (આમ કહ્યું) આહાહાહા! એ પુદ્ગલ જ છે! જીવદ્રવ્ય નહીં!! ભગવાનની ભક્તિનો, સ્તુતિનો જે રાગ છે એનો કર્ત્તા કર્મ છે એમ આંહી કહે છે. આવું છે!
(શ્રોતાઃ) (રાગનો) કર્ત્તા કર્મ છે એમાં જ્ઞાન નથી! (ઉત્તરઃ) જ્ઞાનસહિત ક્યાં પણ પરિણમે છે? એમાં અનંતા-અનંતા ગુણો છે, કોઈ ગુણ વિકારપણે પરિણમે એવો (કોઈ) ગુણ નથી (આત્મામાં) એ તો પર્યાયમાં થાય છે માટે પરના લક્ષે થયેલી છે માટે પર વ્યાપક ને તે તેનું વ્યાપ્ય!! આહા... હા! ભગવાન આત્મા! નિર્મળ અનંતગુણ વ્યાપક એટલે કર્તા અને વિકારીપર્યાય વ્યાપ્ય એટલે કાર્ય, એમ બંધબેસતું નથી!!
કો ‘ભાઈ! આવી બધી અપેક્ષાઓ ને આ બધું!! (શ્રોતાઃ) અનુભવથી જણાય! (ઉત્તરઃ) અનુભવથી... વાત સાચી! આ...હા...! ‘સ્વયં વ્યપાતું હોવાથી’ એટલે સ્વયં થતું--સ્વયં કાર્ય થતું-કર્મને લઈને પુણ્ય-પાપના ભાવ, ભક્તિ આદિના ભાવ, ભગવાનની સ્તુતિ આદિના ભાવ-એ કર્મ વ્યાપક થઈને વ્યપાતું એટલે થતું કાર્ય હોવાથી તે પુદ્ગલનું કાર્ય છે. આહા...હા...હા...હા..! ભાઈ, આવી ગંભીર વસ્તુ છે બાપુ!
આહા... હા! ‘તેથી પુદ્ગલદ્રવ્ય વડે કર્ત્તા થઈને’ જોયું...? પુદ્ગલકર્મ વડે કર્ત્તા થઈને એ ‘કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મનોકર્મ રૂપ પુદ્ગલપરિણામ જોયું...? એ કર્મના પરિણામને નોકર્મના પરિણામ જે શરીરાદિના, ભાષાદિના એ પુદ્ગલપરિણામ તેને જે આત્મા, પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ આ દાખલો’ યે એવો!!
‘પુદ્ગલપરિણામને અને આત્માને’ (એટલે કે) જે રાગના ને દ્વેષના પરિણામને અને આત્માને ‘ઘટ અને કુંભારની જેમ’ કુંભારવ્યાપક અને ઘટ એનું વ્યાપ્ય નથી! આહાહાહા! હવે! આ ધડો કુંભારથી કરાતો, કુંભારથી નથી થતો, માટીથી થાય છે. બાપુ! પરદ્રવ્યને શું સંબંધ છે? પરદ્રવ્ય નિમિત્ત માત્ર હો! પણ એથી કરીને એનું કાર્ય કેમ કરે? આહાહા!
ઘટ ને કુંભારની જેમ. એટલે? રાગ-દ્વેષના પરિણામ અને આત્માને, ઘટ ને કુંભારની જેમ ‘વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે’ આહાહાહા! શું ટીકા! ઓહોહોહોહો!! ગંભીર!
શું કહ્યું? કે દયા-દાન-વ્રતાદિના-ભક્તિના જે (પરિણામ), ભગવાનની સ્તુતિના જે પરિણામ છે, એ પરિણામને અને આત્માને ઘટ ને કુંભારની જેમ. ઘટ વ્યાપ્ય અને કુંભાર વ્યાપક એમ નથી તેથી તે પરિણામ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ નથી. ઘટ-કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે