૧૨૬ શ્રી પ્રવચન રત્નો-૧ જાણે છે એ પરિણામ પોતાના છે, રાગના નહીં ને રાગથી થયા નથી.
‘એ રાગને જાણતો નથી એ પરિણામને જાણે છે. સમજાણું કાંઈ...? ‘એવા પોતાના આત્માને જાણે છે’ - ઈ પર્યાયને જાણે છે એમ. આત્માને જાણે છે નહિ કે એ રાગને જાણે છે.
આહા...! ‘તે આત્મા કર્મનોકર્મથી અત્યંત ભિન્ન’ - રાગ અને શરીરના પરિણામથી અત્યંત ભિન્ન! ‘જ્ઞાનસ્વરૂપ થયો થકો’ - જ્ઞાનસ્વરૂપ થયો થકો -જાણવાના સ્વભાવપણે થયો થકો ભિન્ન છે. સમજાણું?
આહાહાહા! ‘આ’ એની મેળે વાંચે તો, બરાબર બેસે એવું નથી. આહા...! કાંઈકનું કાંઈક ખતવી નાખે! એવીવાત છે!
શ્રોતાઃ જ્ઞાનપરિણામને જાણે છે જ્ઞાની કે આત્માને? (ઉત્તરઃ) એ જ્ઞાનપરિણામને જાણે છે એ આત્માના પરિણામ છે એથી આત્માને જાણે છે. ‘આ તો રાગને જાણતો નથી એમ બતાવવા’ આત્મા પોતાના પરિણામને જાણે છે તે આત્મા, આત્માને’ જાણે છે એમ કીધું એ પરિણામ થયાને એના ‘પોતાના આત્માને જાણે છે’ આહા... હા!
કેમ કે તે જ્ઞાનના પરિણામ સ્વજ્ઞેયને જાણે છે અને પરજ્ઞેયને જાણે છે, એમ ન કહેતાં તે પરિણામ સ્વને જાણે છે ને પર નામ પરિણામને જાણે છે- એટલે ‘આત્માને જાણે છે’ એમ કીધું છે.
“શું કહ્યું ઈ? તે પરિણામ સ્વજ્ઞેયને જાણે છે અને તે પરિણામ પરિણામને જાણે છે, એથી આત્માને જાણે છે એમ કહેવામાં આવ્યું છે!!” આહાહા... હા! આકરું છે! ગાથા જ અલૌકિક છે!! સમજણમાં આવે છે કે નહીં?
આહા... હા! ‘અત્યંત ભિન્ન છે’ લ્યો! રાગથી ભિન્ન પણ રાગનું જ્ઞાન જે થયું છે, એ જ્ઞાનપરિણામથી પણ (આત્મદ્રવ્ય) ભિન્ન છે! ‘એવો જ્ઞાની થયો થકો, આત્મા તે જ્ઞાની છે’ આહાહા! સમજાણું કાંઈ...?
ટીકા...! ધણી ગંભીર છે, ધણી ગંભીર!! બહુ ઊંડી, ઓહોહોહો!! ‘પુદ્ગલપરિણામનું જ્ઞાન’ -ભાષા આવે છે! ‘આત્માનું કર્મ કઈ રીતે છે’ - એ રાગનું થયેલું જ્ઞાન- છે તો જ્ઞાનનું જ્ઞાન-પણ આંહી એને સમજાવવું છે ને...! ‘પુદ્ગલપરિણામનું જ્ઞાન’ એટલે કે દયા-દાન-વ્રત-ભક્તિ-સ્તુતિનો જે વિકલ્પ ઊઠયો, એનું જ્ઞાન! આહાહા! એનું જ્ઞાન એને આંહી થાય છે ને! એટલે તે છે તો પોતાથી સ્વપરપ્રકાશક!!
પણ, ‘આછે’ એમ લોકાલોકનું જ્ઞાન કીધું ને...! તો લોકાલોકનું જ્ઞાન નથી ખરેખર તો જ્ઞાનજ્ઞાનનું છે! સમજાણું કાંઈ...? આહા. હા... હા!
(શ્રોતાઃ) પરપ્રકાશકજ્ઞાન કેવળજ્ઞાનમાં એનું છે ને...? (ઉત્તરઃ) પરપ્રકાશક એ પોતાનો સ્વભાવ છે. એ પરને લઈને પ્રકાશે છે એવું કેવળજ્ઞાન નથી. (શ્રોતાઃ) પરસંબંધીનું કેવી રીતે કીધું? (ઉત્તરઃ) એ પરસંબધીનું કીધું એ પોતાને, પોતાનું સ્વતંત્ર જ્ઞાન છે. સર્વજ્ઞ સ્વરૂપમાં ‘આત્મજ્ઞ’ છે. શક્તિમાં લીધું છે ને ભાઈ...! ત્યાં. સર્વજ્ઞ ઈ આત્મજ્ઞ છે’ ઈ પરજ્ઞ નહીં. આહાહાહા! સર્વજ્ઞ સ્વભાવ જ સ્વનો સ્વતઃ