શ્રી પ્રવચન રત્નો-૧ ૧૨૭ છે. એ પર્યાયમાં સર્વજ્ઞપણું આવ્યું, સર્વજ્ઞ એટલે પરજ્ઞ છે એમ નહીં, એ ‘આત્મજ્ઞ’ છે. ઈ આત્મજ્ઞ, સર્વજ્ઞને, આત્મજ્ઞ કહેવામાં આવે છે. આહા... હા! હવે! આવી વાતું ક્યાં!!
આહા..! ‘પુદ્ગલપરિણામનું જ્ઞાન’ એટલે કે દયા-દાન-વ્રત-ભક્તિ આદિના પરિણામ-રાગ, એનું આંહી જ્ઞાન. એ તો જ્ઞાનનું છે ને....! જ્ઞાન, રાગ પરનું નથી છતાં એ તો પરનું જ્ઞાન થયું એમ એને સમજાવે છે.
‘એ (પુદ્ગલ) પરિણામનું જ્ઞાન’ (કીધું પણ) જ્ઞાન પરિણામનું નથી. જ્ઞાન તો જ્ઞાનનું છે. પણ એ સંબંધીનું ત્યાં જાણવામાં આવ્યું તેથી લોકાલોક જાણવામાં આવ્યો (તેમ કીધું પણ) લોકાલોકનું (જ્ઞાન) નથી, જ્ઞાન જ્ઞાનનું છે!
આહાહા! ‘પુદ્ગલપરિણામનું જ્ઞાન’ આત્માનું કાર્ય કઈ રીતે છે તે સમજાવે છે? આહા... હા.. હા! ‘પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી’ આહાહાહાહા!
‘પુદ્ગલપરિણામના જ્ઞાનને’ એટલે રાગ થયો જે તેના જ્ઞાનને અને પુદ્ગલને એટલે રાગને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે!
આહા... હા! કુંભાર વ્યાપક અને કટ વ્યાપ્ય નથી. એમ રાગના જ્ઞાનથી આત્મા વ્યાપક છે. પણ પુદ્ગલનું-રાગનું-પરિણામનું જ્ઞાન, માટે રાગ વ્યાપક છે ને જ્ઞાનપરિણામ વ્યાપ્ય છે, એમ નથી. રાગ કહો કે કર્મ કહો-કર્મ વ્યાપક થઈને આંહી જ્ઞાન થયું આત્માને એમ નથી. આહાહાહા!
‘પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને’ આહા.. હા.. હા! ‘ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી, કર્ત્તાકર્મપણાની અસિદ્ધિ છે!
આહા...! કુંભાર ઘટનો કર્ત્તા નથી, એમ રાગના પરિણામનો આત્મા કર્ત્તા નથી. આહાહા.. આહા..! વ્યવહાર રત્નત્રયના રાગનો કર્ત્તા આત્મા નથી એમ કહે છે. આહા.. હા! (શ્રોતાઃ) નિશ્ચય છે? (ઉત્તરઃ) કંથચિત એ વ્યવહાર છે. નિયમસારમાં કહ્યું છે ને...! ઈ તો એમ કહે છે વ્યવહારથી પરને જાણે છે અને વ્યવહારથી સ્વને ન જાણે! પણ વ્યવહારથી સ્વને ન જાણે તન્મય થઈને.
આવી વાત છે બાપુ! સમયસાર તો સમયસાર છે! ત્યાં ઈ બીજી વાત, છે જ નહીં. આહા..! ‘પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને’ જોયું...? રાગને. જ્ઞાનને અને રાગને ‘ઘટ-કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી’ આહા... હા! ‘કર્ત્તાકર્મપણાની અસિદ્ધિ છે ‘-કર્મ કર્ત્તા અને જ્ઞાનના પરિણામ તેનું કાર્ય, એનો અભાવ છે પુદ્ગલકર્મ કર્ત્તા-રાગકર્ત્તા અને રાગનું પરિણામ તેનું કાર્ય, એનો અભાવ છે.
ઝીણો વિષય છે આજ ધણો! આહાહા! આવું છે! શાંતિથી આ તો પકડાય એવું છે. આહા... હા! ‘તેમ આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાક ભાવનો સદ્ભાવ હોવાથી’ જોયું? આત્માના પરિણામને એટલે કે જ્ઞાનનાં પરિણામ થયાં તેને અને આત્માને, વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી - આત્મા વ્યાપક છે અને જ્ઞાનના, દર્શનના, આનંદના પરિણામ જે થયાં તે તેનું વ્યાપ્ય