૧૩૬ શ્રી પ્રવચન રત્નો-૧
આહા... હા! આવી વાત! આવી છે! વીતરાગ મારગ બાપા! આ તો સર્વજ્ઞમાં છે, બીજે ક્યાંય છે નહીં. વીતરાગ સર્વજ્ઞ સિવાય, અન્યમતમાં એ વાતની ગંધે’ ય નથી! આહા...! (અત્યારે તો) જેના મતમાં છે, ઈ ઊપજ્યા છે એને ય ખબર નથી, કે શું છે ‘આ માર્ગ’!
આહા...! ‘ઘડાને અને માટીને વ્યાપ્ય-વ્યાપકભાવનો વ્યાપય-વ્યાપકપણાનો એમ લીધું છે સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે.
‘તેને-પુદ્ગલપરિણામને’-એટલે દયા-દાન-પુણ્ય-પાપ-વ્રત-ભક્તિ આદિ રાગાદિના પરિણામ... ને અને શરીરના પરિણામને. ‘અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી’ આહા.. હા!
જેમ માટીને અને ઘડાને કર્તાકર્મપણું છે એમ રાગ-દ્વેષના, પુણ્ય-પાપના ભાવને અને ‘પુદ્ગલને કર્તાકર્મપણું છે’ -પુદ્ગલકર્તા અને રાગદ્વેષ એનું કાર્ય! પુદ્ગલ વ્યાપક અને પુણ્ય-પાપના, દયા-દાનના, વ્રત-ભક્તિના વિકલ્પ એ વ્યાપ્ય, એ એનું પુદ્ગલનું કાર્ય છે!!
આહા. હા... હા..! આંહી તો રાગથી ભિન્ન પડયું એવું જે જ્ઞાન, એ જ્ઞાનીનું લક્ષણ શું? એમ પૂછયું છે ને...! આહા..! ધર્મી જે થયો-સમ્યગ્દ્રષ્ટિ થયો, એનું શું લક્ષણ જ્ઞાનનું? આને જ્ઞાન થયું, એનું એંધાણ શું?
કે જે રાગાદિના પરિણામ થાય અને શરીરના પરિણામ થાય-એ બધાં પુદ્ગલના પરિણામ છે તેને જ્ઞાની જ્ઞાનમાં રહીને રાગને અડયા વિના ‘સ્વપરપ્રકાશકપણે પરિણમે છે, તે જ્ઞાનનું પરિણામ તે જ્ઞાનીનું કાર્ય છે, જ્ઞાનીનું રાગ કાર્ય છે’ -એમ નથી. આહા.. હા!
આહા...! ‘તેમ પુદ્ગલપરિણામને’ એટલે પુણ્ય-પાપના ભાવને અને શરીરના પરિણામને- બેયને પુદ્ગલપરિણામ કહ્યા છે. ‘અને પુદ્ગલને’ (એટલે) કર્મના પરમાણુને અને આ શરીરના પરમાણુને ‘વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે’ -પુદ્ગલ-કર્મ જે જડ છે તે કર્તા છે અને દયા-દાન-રાગાદિ ભક્તિના પરિણામ તે કર્તાનું કાર્ય છે. (શ્રોતાઃ) રાગ-દ્વેષ આદિને રૂપી કહ્યા છે?! (ઉત્તરઃ) રૂપી શું? જડ કહ્યા છે, એ તો ‘પુદ્ગલ’ આંહી કહેશે. આંહી હજી તો પુદ્ગલપરિણામ કીધાં, પછી તો ‘પુદ્ગલ’ કહેશે.
આહા.. જીવદ્રવ્ય જુદો! પર્યાય નિર્મળ થઈ તે જુદું! રાગાદિભાવ જુદાં! એ પુદ્ગલ છે, એવી વાતું બાપા! વીતરાગ.. ભાગ્યશાળીને તો કાને પડે તેવી વાત છે! બાપા!! આ.. વસ્તુસ્થિતિ છે બાપા! (શ્રોતાઃ) બીજે ક્યાંય નથી... (ઉત્તરઃ) સાચી વાત છે બાપા!
આહા.. હા! ‘પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર (પણે)’ એ કર્મ જે પુદ્ગલ છે, શરીર જે પુદ્ગલ છે એ સ્વતંત્રપણે વ્યાપક હોવાથી - એ કર્મ પુદ્ગલ છે ને શરીરના પરમણુ પુદ્ગલ છે-બેય સ્વતંત્રપણે વ્યાપક હોવાથી, પુદ્ગલપરિણામના કર્તા છે’ આત્મામાં જ્ઞાનીને જે રાગ-દ્વેષ થાય, એ જ્ઞાનીને થતાં નથી, એ પુદ્ગલ પરિણામ છે તે પુદ્ગલથી થયેલાં છે! આહાહા! છે? એ પુદ્ગલ સ્વતંત્રપણે-કર્તા લેવું છે.. ને!
કર્ત્તા એને કહીએ કે જે સ્વતંત્રપણે કરે (તે કર્તા) તો કર્મના પુદ્ગલ, સ્વતંત્રપણે પુણ્ય-પાપને દાય-દાન, વ્રત-ભક્તિના પરિણામ કરે છે, આહા.. હા! સમજાણું કાંઈ...?
અરે! દેહ છૂટી જશે, એકલો ચાલ્યો જશે. આ વાત સાચી નહીં સમજે સમ્યગ્જ્ઞાન નહીં થાય તે