૧૩૮ શ્રી પ્રવચન રત્નો-૧ પરિણામ થાય, તે ષટ્કારકપણે જીવની પર્યાયમાં પર્યાયથી થાય છે. ત્યાં અસ્તિકાય એનું સ્વતંત્રપણું સિદ્ધ કરવું છે -પરથી ભિન્નપણું સિદ્ધ કરવું છે. ૬૨ ગાથા. વિકારના પરિણામ ષટ્કારકપણે (ઊભા થાય છે) દ્રવ્યગુણની અપેક્ષા વિના, નિમિત્તની અપેક્ષા પણ નહીં, એ વિકારના પરિણામ ષટ્કારકપણે પર્યાયમાં સ્વતંત્રપણે (ઉપન્ન થાય છે) વિકારપરિણામ કર્તા, વિકારપરિણામ કાર્ય, વિકાર (પોતે જ) સાધન, વિકાર અપાદાન (સંપ્રદાન) વિકાર એનાથી, પોતે રાખ્યું, વિકારના આધારે વિકાર એ ષટ્કારક, એવા ષટ્કારક છે ‘પંચાસ્તિકાય-૬૨ ગાથા’
મોટી ચર્ચા, વર્ણીજીની હારે થઈ’ તી. બાવીસ વર્ષ પહેલાં, ઈસરી. કીધુંઃ આ પ્રમાણે છે, તો તે કહે નહીં, નહીં, નહીં, એ તો અભિન્નની વાત છે. અભિન્નની એટલે શું કીધું. એ વિકારી પરિણામ એક સમયમાં મિથ્યાત્વના થાય છે એ પણ રાગ-દ્વેષના પરિણામ (ઉત્પન્ન થાય છે) એ ષટ્કારકનું પરિણમન પર્યાયનું પર્યાયમાં છે એ પર્યાયને દ્રવ્યગુણની અપેક્ષા નથી, એ વિકારને કર્મના નિમિત્તની અપેક્ષા નથી. આહા.. હા! એટલું ત્યાં સિદ્ધ કરવું છે, એનામાં છે. એક!
(બીજું) ‘પ્રવચનસારની ૧૦૨ ગાથામાં’ એ વિકારી પરિણામ થાય, તે.. તે, તે સમયે તેનો ઉત્પન્ન થવાનો કાળ છે, જીવમાં જે સમયે જે કાંઈ મિથ્યાત્વ-રાગાદિ થાય, તે સમયે તે ઉત્પન્ન થવાનો તે જન્મક્ષણ છે, ઉત્પત્તિનો તે કાળ છે, એમ સિદ્ધ કર્યું છે. બે!
ત્રીજું, એ કાળલબ્ધિને કારણે જીવને તે, તે પ્રકારના રાગ ના પરિણામ થાય, તે કાળે જ થાય, તે કાળલબ્ધિ છે એમ કીધું છે. ત્રણ!
ચોથું ‘આ’ તેતો તેનું અસ્તિત્વ તેનામાં છે એમ સિદ્ધ કર્યું. હવે જ્ઞાની જે થયો, તે જ્ઞાની છે તે રાગના પરિણામથી ભિન્ન પડીને પોતાની જ્ઞાનની પર્યાયને જ્ઞાયકમાં વાળીને.... આહા... હા! એ કાંઈ ઓછો પુરુષાર્થ છે! (શ્રોતાઃ) અનંતો પુરુષાર્થ છે! (ઉત્તરઃ) આહા.. હા! જેની દશાની દિશા ફરી ગઈ, જેની જ્ઞાનપર્યાયની દશાની દિશા ફરી ગઈ, અંદર ગઈ!!!
આહાહા! એવા જ્ઞાનીને જે કંઈ રાગ એના પરિણામમાં દેખાય છે-દયા... દાનના... ભક્તિના.. વ્રતના... સ્તુતિના... પૂજાના એ પરિણામને, પુદ્ગલકર્મ સ્વતંત્રપણે વ્યાપક હોવાથી, પરની એને કોઈ અપેક્ષા નથી/નબળાઈ કર્મની છે આત્માની માટે આંહી થયા એ આંહીં અપેક્ષા નથી. (એ પરિણામને પુદ્ગલકર્મ સ્વતંત્રપણે કરે છે)
આહા.. હા! એ પણ આંહી જ્ઞાનીથી વાત લીધી છે, આંહી કાંઈ નિર્વિકલ્પ સમાધિવાળો છે એની આંહી વાત લીધી જ નથી, આંહી ગાથા! ‘કર્ત્તા-કમ’ માં એ બધો અધિકાર છે કોઈ એમ કહે છે નિર્વિકલ્પ સમાધિમાંથી ખસ્યો એટલે જ્ઞાન નહીં અજ્ઞાન!
ભાઈ...! મારગડા અંદર જુદા!! આહા.. હા.. હા! આહા.. હા! ‘અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી’ -શું કીધું? પહેલું કર્તા કહ્યું કે પુદ્ગલદ્રવ્ય જે કર્મ છે તે સ્વતંત્ર વ્યાપક થઈને પુદ્ગલપરિણામ ઊભા થાય છે તો (હવે) કર્મ સિદ્ધ કરવું છે. ‘અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે’ એટલે કર્મના-પુદ્ગલના પ્રસરવા વડે-કર્તા વડે ‘સ્વયં વ્યપાતું હોવાથી’ - એ રાગ આદિ પુણ્ય-દયા-દાન આદિના ભાવ એ સ્વયં પોતે પોતાનું કાર્ય થયું હોવાથી-