Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 139 of 225
PDF/HTML Page 152 of 238

 

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૩૯ વ્યાપ્યરૂપ થતું હોવાથી કર્મ છે. આહા.. હા... હા! (શ્રોતાઃ) પુદ્ગલનું કાર્ય કહ્યું? (ઉત્તરઃ) એ પુદ્ગલનું કાર્ય છે. ભગવાનની સ્તુતિ કરવી કહે છે. પર છે ને...! એનો રાગ.. એ કર્મનું કાર્ય છે! કર્મ સ્વતંત્રપણે કરીને કર્તા થયેલો છે, ઈ એની (જીવની) નબળાઈ છે માટે થયેલો છે એમ નથી.

અહીંયાં તો જ્ઞાનીને જ્ઞાનની સબળાઈ છે. ‘જાણનાર-દેખનાર’ ઊભો થયો છે એથી તે રાગના પરિણામને કર્મનું કાર્ય ગણી, રાગનું જ્ઞાન કરનારો જ્ઞાની છે એમ કહેવું ઈ પણ વ્યવહાર છે (અને) એ જ્ઞાનના પરિણામને કરે છે એમ કહેવું હજી એ ય વ્યવહાર છે. ‘જ્ઞાનપરિણામ જ્ઞાન કરે છે’ તે નિશ્ચય છે.

આહા... હા! આવો છે બાપુ મારગ! બહુ ઊંડો મારગ છે! આહા..! ઊંડો ને ગંભીર!! આહાહા! (અજ્ઞાની કહે) વ્યવહારથી નિશ્ચય થાય, અરે બાપુ! આ શું કહે છે? એવું હોય! નિરૂપણ કરે, જગતમાં બધું હોય છે અનેક મત, સંપ્રદાય છે! એ હોય છે એનું કાંઈ નહીં! આહા.. હા!

આંહી તો... પરમાત્મા! ત્રણલોકના નાથ! એની વાણીમાં આવ્યું, એ સંતો આડતિયા થઈને જગતને જાહેર કરે છે! ‘માલ’ ભગવાનના ધરનો છે, તીર્થંકરદેવ પરમેશ્વરનો, ઈ સંતોએ એ ‘માલને’ કેટલો’ ક લીધો છે અને એ અનુભવી થઈને વાત કરે છે, પૂરણ તો સર્વજ્ઞ છે!

આહા... હા! ‘અને પુદ્ગલદ્રવ્ય વડે સ્વયં વ્યપાતું થકું’ જોયું? એ વિકારના પરિણામ સ્વયં કાર્ય કર્મનું થાય છે. ઓહોહો! ચોવીસ તીર્થંકરની સ્તુતિ કરી છે ‘સ્વયંભૂસ્તોત્ર’ માં સમંતભદ્રઆચાર્યે, પણ કહે છે કે પરની સ્તુતિ છે તે વિકલ્પ છે. ત્યાં લખ્યું છે પાછું. આહા..! એ... રાગના પરિણામનું વ્યાપ્ય થવાથી, વ્યાપક પુદ્ગલનું તે કાર્ય છે. આહા...! અરે..! આ મારગ એવો બાપા શું થાય? ભાઈ...? સમજાય છે ‘આ’ એ મુંબઈ-મુંબઈમાં ક્યાંય ન મળે! તમારા વેપાર ધંધામાં, પૈસા- બૈસામાં! કરોડપતિ કહેવાય, કરોડોપતિને આ બધું લાંબુલપસીંદર... કરોડપતિ! લોકો કહે, પતિ.. ને પણ એ કરોડનો ને...! જડનો.. ને! જડનો પતિ તો જડ હોય, ભેંસનો ધણી પાડો હોય!! (શ્રોતાઃ) દુનિયામાં એને ડાહ્યા કહે છે! (ઉત્તરઃ) દુનિયામાં ગાંડા બધા! તો એમાં તો બોલ બોલા જ હાલે ને...!

આહા... હા! ‘સ્વયં વ્યપાતું હોવાથી’ વ્યાપ્યરૂપ થતું હોવાથી કર્મ છે’ ‘તેથી પુદ્ગલદ્રવ્ય વડે કર્તા થઈને’ , - એ કર્મ વડે કર્તા થઈને, શરીર વડે કર્તા થઈને, ‘કર્મપણે કરવામાં આવતું’ (અર્થાત્) કાર્યપણે જે કરવામાં આવતું સમસ્ત કર્મનોકર્મરૂપ પુદ્ગલપરિણામ’ -સમસ્ત રાગાદિના પરિણામ ઈ કર્મના અને શરીરના પરિણામ ઈ નોકર્મના એ પુદ્ગલપરિણામ ‘તેને જે આત્મમા, - આહા...! તેને જે આત્મા! પુદ્ગલપરિણામને અને આત્માને’ આહા.. હા! બાકી બહેશે થોડું ‘ક, પરમદિ’ પાછા આવવાના છે. કાલ તો આઠમ છે ને...! એ આવવાના છે ને બધા, એના સાટુ બાકી છે ને કાલ!

આહા...! શું કીધું? ‘કર્મનોકર્મરૂપ પુદ્ગલ પરિણામ’ એટલે રાગના દયાના, ભક્તિના, સ્તુતિના પરિણામ, એ કર્મના પરિણામ, આત્માના નહીં. અને શરીરની હાલવા-ચાલવાની પર્યાય, બોલવાની પર્યાય એનો કર્તા પરમાણું એનાં (શરીરના-નોકર્મના) એ પુદગલપરિણામ, તેને જે આત્મા પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યપકભાવનો અભાવ (હોવાથી)’ જોયું? પહેલા સદ્ભાવ કહ્યો પછે પાછું અભાવ કહ્યો!