Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 140 of 225
PDF/HTML Page 153 of 238

 

૧૪૦ શ્રી પ્રવચન રત્નો-૧

જેમ માટીને અને ઘડાને સદ્ભાવ સંબંધ છે, એમ આત્માને અને રાગને કર્તાકર્મપણાનો સદ્ભાવ સંબંધ નથી. આહા.. હા!

એ વાતે વાતે ફેર! આવો મારગ! મનુષ્યપણું હાલ્યું જશે! બાપા! એની સ્થિતિ પૂરી થશે કે ખલાસ! પછી તેં શું કર્યું? એ પરિણામ તારા તારી હારે રહેશે! આહા..! આંહી તો પાંચ, પચીસ, પચાસ વરસ છે ધૂળમાં...! અનંતકાળ ભવિષ્યમાં છે! ઈ આ રાગના પરિણામ મારું કાર્ય છે ને શું કર્તા એ અજ્ઞાનભાવ છે!

કેમકે પ્રભુ (આત્મદ્રવ્ય) શુદ્ધ છે, ત્યાં કર્તાકર્મપણું ક્યાંથી આવે (વિકારનું) ? શુદ્ધ છે તો શુદ્ધનું કાર્ય અશુદ્ધતા હોય શી રીતે? એ અપેક્ષાએ અશુદ્ધનું કાર્ય અશુદ્ધનિશ્ચનયે કહી, વ્યવહાર કહીને નિમિત્ત પુદ્ગલ છે તે પુદ્ગલ રાગ કરે છે એમ કહ્યું!

આહા.. હા! ‘ઘટ અને કુંભારની જેમ’ ઈ પુદ્ગલપરિણામને અને આત્માને, એ દયા-દાન- વ્રત-ભક્તિ-સ્તુતિ આદિના પરિણામને અને આત્માને, ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી, આહા.. હા! એ વ્યાપ્ય નામ કાર્ય, જેમ ઘટ વ્યાપ્ય અને કુંભાર વ્યાપક નથી, એમ પુદ્ગલપરિણામ એ વ્યાપ્ય અને આત્મા વ્યાપક એમ નથી.

એ.. પુદ્ગલ વ્યાપક અને રાગાદિ તેનું વ્યાપ્ય છે. સમજાણું કાંઈ..? આહા.. હા! હવે આવે છે! ‘કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી’ -કર્તાકર્મપણાની અસિદ્ધિ, તો પરમાર્થે આત્મા કરતો નથી. આહા.. હા! એ દયા-દાન ને ભક્તિને સ્તુતિના પરિણામનો પરમાર્થે- સાચીદ્રષ્ટિથી આત્મા કર્તા નથી.

વિશેષ કહેવાશે... (પ્રમાણ વચન ગુરુદેવ!)

* * *