શ્રી પ્રવચન રત્નો-૧ ૧૪૧
સમયસાર, ગાથા ૭પ, આંહી.. આંહી સુધી તો આવ્યું છે. જ્ઞાની કેમ ઓળખાય એવો પ્રશ્ન છે. આ જીવને જ્ઞાન થયું. સમ્યક્ થયું એનાં એંધાણ શું? એનાં લક્ષણ શું? એનાં ચિન્હ શું? એમ પ્રશ્ન કરવામાં આવ્યો છે, એના ઉત્તરમાં અહીંયા કહ્યું! (ટીકામાં) છેલ્લું!
આહા...! ‘જે સમસ્ત કર્મનોકર્મરૂપ પુદ્ગલપરિણામ’ (ટીકામાં) નીચેથી છે. (શું કહે છે?) કે જેટલા આત્મામાં દયા-દાન-વ્રત-ભક્તિ-પૂજાના ભાવ થાય એ બધાં પરિણામ પુદ્ગલના છે.
કેમકે અહીંયા આત્મા છે એ તો અનંતગુણનો પિંડપ્રભુ! એમાં કોઈ ગુણ વિકાર કરે એવો (કોઈ) ગુણ નથી. તેથી અનંત ગુણ જે શુદ્ધ છે, તેનું જેને જ્ઞાન થયું ભાન! એ જીવને રાગ એનું કાર્ય નથી. કેમકે દ્રવ્ય જે સ્વભાવ છે એ શુદ્ધચૈતન્ય પવિત્ર સ્વભાવથી ભરેલો ભગવાન! એની જેને દ્રષ્ટિ થઈ છે તેને શુદ્ધ પરિણામનો કર્તા કહેવાય, ઉપચારથી-શુદ્ધપરિણામ જે સમ્યગ્દર્શનજ્ઞાન- ચારિત્રનાએ પરિણામનો સ્વભાવના દ્રષ્ટિવંતને ઉપચારથી કર્તા કહેવાય, અને તે શુદ્ધ પરિણામને ઉપચારથી તેનું કાર્ય કહેવાય એમ, ભેદ પડયોને!
ખરેખર તો એ શુદ્ધપરિણામ જે છે. શુદ્ધચૈતન્ય દ્રવ્યની દ્રષ્ટિ થતાં, એ શુદ્ધ પરિણામ છે તે ષટ્કારકરૂપે પરિણમતાં ઊભાં થયા છે. શું કહ્યું ઈ...? શુદ્ધ દ્રવ્યને શુદ્ધગુણ સ્વભાવ છે એવી દ્રષ્ટિ થઈ તો ઈ દ્રષ્ટિના જે પરિણામ છે એ ખરેખર તો ષટ્કારકપણે પરિણમતાં ઉત્પન્ન થાય છે એ પરિણામને દ્રવ્યગુણની અપેક્ષા નથી, નિમિત્તની અપેક્ષા નથી! ઝીણું છે ભાઈ...!
આહા..! અજ્ઞાનમાં પુણ્યને પાપના ભાવ અશુદ્ધનિશ્ચયથી એટલે વ્યવહારથી તેની પર્યાયમાં છે અને તેના જન્મક્ષણે તે કાળે વિકાર થાય- તે ઉત્પન્ન થાય તેનો અજ્ઞાની કર્તા છે ને અજ્ઞાનીનું તે કાર્ય છે.
કેમકે એને જે દ્રવ્યસ્વભાવ ગુણ પવિત્ર છે એની દ્રષ્ટિ થઈ નથી અને દ્રષ્ટિ ત્યાં રાગના પરિણામ ઉપર હોવાથી અજ્ઞાની રાગનો કર્ત્તા ને રાગ તેનું છે, અને ખરેખર તો... રાગનું કાર્ય પર્યાયનું છે, એનો કર્તા રાગપર્યાય છે. રાગનો કર્તા રાગ છે. રાગનું કાર્ય રાગ છે, રાગનું સાધન રાગ છે. જેની દ્રષ્ટિ રાગ ઉપર ને વિકાર ઉપર છે તેનાં પરિણામ વિકારના ષટ્કારકપણે પરિણમતાં ઉત્પન્ન થાય છે.
આહા... હા! જેની દ્રષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર છે. ભગવાન આત્મા શુદ્ધ અનંત... અનંત... અનંત જેનો પાર નહીં એટલા ગુણો છે, પણ કોઈ ગુણ વિકારને કરે એવો કોઈ ગુણ નથી (આત્મામાં) તેથી... તે ગુણના ધરનારને દ્રષ્ટિમાં લીધો તેનું કાર્ય, દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ, ઈ એનું કાર્ય નથી. એ (કાર્ય તો) પુદ્ગલ સ્વતંત્રપણે કર્તા થઈને કર્મ, એ વિકારી પરિણામનો કર્તા છે.
(જુઓ.. !) એક કોર એમ કહેવું કે અશુદ્ધ ઉપાદાનથી જીવમાં વિકાર થાય! એ તો, એની પર્યાયની સિદ્ધિ કરવા.
પણ.. જ્યારે, આત્માની દ્રષ્ટિ જ્યાં પર્યાય પરથી હઠી,.. અને જે પર્યાય જ્ઞાનની છે, તેને