Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 142 of 225
PDF/HTML Page 155 of 238

 

૧૪૨ શ્રી પ્રવચન રત્નો-૧ અંતરસ્વભાવમાં લઈ જઈ ધ્રુવમાં લઈ જઈ ને અનુભવ થયો. આહા.. હા! એને દ્રષ્ટિના વિષયમાં એ દ્રવ્યસ્વભાવ આવ્યો! એનું કાર્ય તો... નિશ્ચયથી એ.. શુદ્ધપરિણામ પણ તેનું કાર્ય નથી થયું. શુદ્ધપરિણામ, પરિણામનું કાર્ય છે!

પણ જેની દ્રષ્ટિ રાગ ઉપર છે ને સ્વભાવ ઉપર નથી, તેને રાગનો કર્તા, કરણ ને સાધન કહેવામાં આવે છે.

જ્ઞાનીને પરમાર્થે સમસ્ત કર્મનો કર્મ પુદ્ગલ પરિણામ! પુદ્ગલપરિણામમાં દયા-દાન-વ્રત- ભક્તિ-કામ-ક્રોધ, બધાં લેવાં.

આહા.. હા! ‘જે સમસ્ત કર્મનોકર્મરૂપ પુદ્ગલપરિણામ તેને જે આત્મા (કરતો નથી) ‘પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અસદ્ભાવ હોવાથી’ - આહા...હા! જેમ કુંભાર ઘટનો કર્તા નથી એટલે કુંભાર વ્યાપક થઈને ઘટ એનું વ્યાપ્ય થાય એમ નથી.

એ તો માટી પોતે કર્તા થઈને ધડો એનું વ્યાપ્ય નામ કાર્ય છે. એમ બધાં પુણ્ય-પાપના પરિણામ અને આત્માને છે? આ ‘પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ’ -જેમ ઘટનું કાર્ય કુંભારનું નથી એમ જીવમાં થતાં વિકારી પરિરણામએ જ્ઞાનીનું વ્યાપ્ય-કાર્ય નથી.

આહા...! આવી વાતું! સમજાણું કાંઈ..? આહા.. હા! ‘પુદ્ગલપરિણાને અને આત્માને’ -પુદ્ગલપરિણામ એટલે રાગ-દ્વેષ, પુણ્ય- પાપના પરિણામ, બધા વિકાર. એને અને આત્માને ‘પુદ્ગલપરિણામ અને આત્માને ઘટ અને કુંભારની જેમ’ (એટલે) જેમ કુંભાર ઘટના કાર્યનો કર્તા નથી તેમ જ્ઞાની પુણ્ય-પાપના પરિણામનો કર્તા નથી.

આહા.. હા! ‘જેમ વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી’ ... પરમાર્થે કરતો નથી’ આહા.. હા! જેની દ્રષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર પડી તે દ્રષ્ટિવંતને જે કાંઈ પુણ્ય- પાપના ભાવ થાય તેનું તેને-જ્ઞાનીને વ્યાપ્યવ્યાપકપણું- કર્તાપણું નથી, એનું (વિકારનું) વ્યાપ્યવ્યાપકપણું પુદ્ગલમાં જાય છે.

આહા...! ઉપાદાનવાળા વિરોધ કરે, કે થાય વિકાર પર્યાયમાં ને આ કહે કે કર્મને લઈને થાય! આહાહા! આરે... થાય છે એનાં ઉપાદાનની પર્યાયમાંજ, પણ.. એ અશુદ્ધ ઉપાદાન છે. એથી તેની (જેની) દ્રષ્ટિ શુદ્ધ ઉપાદાન ઉપર ગઈ છે, એનાં એ પરિણામને-વિકારના પરિણામનો કર્તા, એ દ્રવ્યસ્વભાવ નથી એમ છે તેથી જે (વિકારપરિણામ) પર્યાયમાં ઉત્પન્ન થાય અદ્ધરથી એ પુદ્ગલ સ્વતંત્રપણે વ્યાપક થઈને વિકાર થાય છે એ એનું કાર્ય છે!

(શ્રોતાઃ) જીવમાં થાય ને કહેવું પુદ્ગલમાં?! (ઉત્તરઃ) એ કહ્યું ને...! પર્યાયમાં- અશુદ્ધ ઉપાદાનથી એનામાં છે પણ.. દ્રષ્ટિ સ્વભાવ ઉપર પડી છે જ્યાં! એથી એ પર્યાયમાં ઉત્પન્ન થાય, એ ‘દ્રવ્યનું કાર્ય’ નથી, તેથી એને કર્મનો સ્વતંત્રપણે કર્તા કહીને વિકાર તેનું વ્યાપ્ય છે-તેનું કાર્ય છે. આહા..! કો ‘ભાઈ? આવું છે! આવો મારગ છે બાપા!

એકકોર એમ કહેવું... જીવની જે વિકારની પર્યાય થાય છે તેની તે તે પર્યાયનો તેનો જન્મક્ષણ-તેનો તે તે છે પરથી નહીં.