શ્રી પ્રવચન રત્નો-૧ ૧૪૩
અને એકકોર એમ કહેવું.. કે.. પુણ્યને પાપનું પરિણમન ષટ્કારકરૂપે પરિણમે પર્યાયમાં, ષટ્કારકપણે પર્યાયથી થાય છે, દ્રવ્યગુણથી નહીં, નિમિત્તથી નહીં.
આહા..! એકકોર એમ કહેવું... દ્રવ્યમાં તે સમયની જે પર્યાય છે, તે (તેની) કાળલબ્ધિ છે, તે તે કાળે થવાનો તે કાળલબ્ધિ છે. ત્રણ (પ્રકારો થયા)
ચોથું એમ કહેવું.. આહા.. હા.. હા! ભાઈ..! આ બધી આવી વાતું છે! (શ્રોતાઃ) ગૂંચવણમાં મૂકી દે! (ઉત્તરઃ) ગૂંચવણ નીકળી જાય એવી વાત છે. (કહે છે) કે જેની પર્યાય ઉપર દ્રષ્ટિ છે, તેને જે વિકાર થાય છે તે ષટ્કારકપણે પરિણમતા જીવનું કાર્ય છે એમ વ્યવહારે કહેવાય છે. નિશ્ચયથી તોએ પર્યાયનું કાર્ય છે.
આહા.. હા! પણ.. જેની દ્રષ્ટિ પર્યાય ઉપરથી હઠી.. અને જે પર્યાય રાગમાં જતી હતી તે પર્યાયને ધ્રુવમાં વાળી છે-દ્રવ્ય જે જ્ઞાયકભાવ છે તેમાં તે પર્યાયને અંદર વાળી છે, એવા ધર્મી જીવને દયા-દાન-વ્રતાદિના પરિણામ જે છે તે પુદ્ગલના પરિણામ છે જીવના નહીં એમ કહેવામાં આવ્યું છે!
(શ્રોતાઃ) આમ જ જ્ઞાની માને! (ઉત્તરઃ) જ્ઞાની એમ જ જાણે છે અને એમ છે. કારણ તો કહ્યું! એ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે અને દ્રવ્યસ્વભવમાં એવો કોઈ ગુણ નથી કે વિકાર કરે!
આહા.. હા! ભાઈ! મારગડા જુદા છે પ્રભુ! એ વાત સર્વજ્ઞભગવાન સિવાય ક્યાંય છે નહીં, સંપ્રદાયમાં ય આ વાત નથી!! ભાઈ...?
અહા..! એકકોર એમ કહેવું કે ઉપાદાન એનું છે તો એનાથી થાય છે, તે તો પર્યાયમાં છે ને પર્યાયની સિદ્ધિ કરવી છે, અસ્તિકાય સિદ્ધ કરવું છે. ‘પંચાસ્તિકાયમાં’ જ્યાં લીધું છે ત્યાં વિકારના પરિણામ ષટ્કારકપણે, વિકારના તેના છે. દ્રવ્યગુણ નહીં, નિમિત્ત નહીં.
પણ... અહીંયાં તો પ્રશ્ન એ છે કે જ્ઞાનીના જ્ઞાનનું લક્ષણ શું? એંધાણ શું? ચિન્હ શું? એટલે કે... જેની દ્રષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર થઈ છે અને પર્યાયની દ્રષ્ટિ જેને ઉઠી ગઈ છે, એવો જે જ્ઞાની એના જે પરિણામ રાગ ને દ્વેષના છે, ઈ પુદ્ગલ કર્મ સ્વતંત્રપણે કર્તા થઈને તે વિકારનું-રાગનું કાર્ય તેનું છે આહા.. હા! સમજાય છે કાંઈ...?
અટપટી વાત છે કહે છે! આહા..! મારગ તો એ છે ભાઈ..! આહા.. હા! ‘કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી પરમાર્થે કરતો નથી’ જોયું...? દ્રવ્યસ્વભાવના દ્રષ્ટિવંત જ્ઞાનીને તે રાગના પરિણામને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપક ભાવનો અભાવ હોવાથી તે વિકારને પરમાર્થે જ્ઞાની કરતો નથી.
આહા.. હા’ કો’ ભાઈ...? આવું છે. ભાષા તો આવે છે, સમજાણું? કે જેની દ્રષ્ટિ અનંતગુણનો પિંડ પવિત્ર છે (આત્માદ્રવ્ય) એના ઉપર ગઈ નથી- એનો સ્વીકાર થયો નથી, એને તો વર્તમાન પર્યાયમાં થતા રાગનો અને દ્વેષનો સ્વીકાર છે એથી તેને વ્યાપ્યવ્યાપક (સંબંધ) છે, રાગ-દ્વેષ તેનામાં છે.
શુભ ને અશુભ-બેય અને દયા-દાન-ભક્તિ-વ્રત-અપવાસનો જે વિકલ્પ થયો એ રાગ, દ્રષ્ટિ- દ્રવ્યદ્રષ્ટિવંતને રાગનો એનો સ્વભાવ નથી, એની દ્રષ્ટિ સ્વભાવ ઉપર છે તેથી તે રાગનું વ્યાપ્ય