Pravach Ratno Part 1 (Gujarati). Pravachan: 163 Date: 08-01-1979.

< Previous Page   Next Page >


Page 152 of 225
PDF/HTML Page 165 of 238

 

૧પ૨ શ્રી પ્રવચન રત્નો-૧

પ્રવચન ક્રમાંક – ૧૬૩ દિનાંકઃ ૮–૧–૭૯

આહીંથી છે. ‘આ રીતે’ ... છે? (જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી) જ્ઞાયકસ્વભાવ જેની દ્રષ્ટિમાં આવ્યો એ જ્ઞાયકસ્વભાવ (નો) તો જાણવાનો-દેખવાનો સ્વભાવ છે. એ જાણવા- દેખવામાં... કહે છે કે ‘પુદ્ગલના પરિણામનું જ્ઞાન’ એ વખતે ત્યાં રાગઆદિ, દ્વેષઆદિ, ભક્તિ આદિ, સ્તુતિ આદિનો રાગ થાય! એ ‘પુદ્ગલ પરિણામ’ કહેવામાં આવ્યા છે.

તેનું જ્ઞાન કરે છે (જ્ઞાની) - એનું જ્ઞાન! જ્ઞાયકસ્વભાવ હોવાથી, ‘જાણનાર-દેખનાર’ હોવાથી-અનુભવમાં જાણનાર-દેખનાર આવ્યો હોવાથી, એ રાગાદિ થાય, દયા-દાન-ભક્તિ આદિ, સ્તુતિ આદિનો રાગ, તેને એ જાણે! .... ઝીણી વાત છે!

છે? ‘પુદ્ગલપરિણામ’ એટલે રાગ. ચાહે તો ભગવાનની ભક્તિનો સ્તુતિનો, પંચમહાવ્રતનો એ રાગ, એ રાગ પુદ્ગલપરિણામ છે! એનું જ્ઞાન કરે છે એને જાણે છે જ્ઞાની!!

‘તેથી એમ પણ નથી’ એટલે શું? કે આત્મા જ્ઞાયકસ્વભાવી છે એમ જ્યાં જણાણું અનુભવમાં આવ્યું! ભગવાન દ્રષ્ટિમાં આવ્યો! પર્યાયમાં-જ્ઞાનપર્યાયમાં જ્ઞેય પૂર્ણ છે તેનો અનુભવ થયો એ ધર્મીને.. રાગઆદિના પરિણામ થાય તેને તે જાણે છે! કેમકે તેનો જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ હોવાથી, ધર્મીને રાગ કે પુણ્ય-પાપના ભાવ થાય એને ‘પુદ્ગલપરિણામ’ કહીને એને ઈ જાણે છે! જાણવા છતાં... ‘એમ પણ નથી કે પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપય છે.’ શું કીધું ઈ...? રાગ અને દયા-દાનના વિકલ્પોને જાણે જાણતાં... છતાં એમ નથી રાગ છે તે આત્માનું કાર્ય છે!

આહા. હા! આવું છે! ભગવાન આત્મા! જ્ઞાયક સ્વભાવ! વસ્તુસ્વરૂપ ચૈતન્યસ્વરૂપ જ છે એવું જ્યાં ભાન થયું ત્યારે તેને રાગાદિના પરિણામ (છે) વીતરાગ પૂરણ નથી, એથી તેને દયા-દાન-વ્રત-ભક્તિ-સ્તુતિ, એવો રાગ આવે! તેથી તે રાગને જાણે! જાણવા છતાં, રાગ આત્માનું કાર્ય છે એમ નથી.

(શ્રોતાઃ) તો એ કોનું કાર્ય છે? (ઉત્તરઃ) પુદ્ગલનું કાર્ય છે. આહા.. હા.! ઝીણી વાત છે ભાઈ...!

આહા.. હા! છે? જાણનારો જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે! એ રાગને જાણવાનું કામ કરે! તેથી એમ પણ નથી કે પુદ્ગલપરિણામ એ રાગાદિ છે એ જ્ઞાતાના-જાણનારાનું એ કાર્ય છે એમ નથી. સમજાય છે આમાં?

(શ્રોતાઃ) રાગને જાણે છે? (ઉત્તરઃ) રાગનું? ...એ તો, વ્યવહાર કહ્યો ને..! પહેલો પોતાને જાણે છે, પણ રાગનું જ્ઞાન એવું બતાવ્યું! (જ્ઞાની) જાણે છે તો પોતાને!! ...પણ આંહી ઈ કહેવું છે પાછું કે ઈ રાગને જાણે છે. ‘જાણવાની પર્યાય તો પોતાથી, સ્વપરપ્રકાશકસ્વભાવ હોવાથી જાણે છે’ એ જ્ઞાનની પર્યાય, ષટ્કારકપણે પરિણમતી, પોતે કર્તા-પર્યાયનો પોતે કર્મ પોતાનું એ રાગનું કાર્ય નહીં! આહા.. હા! પણ... રાગને જાણે છે એથી રાગ વ્યાપ્ય નામ આત્માનું કાર્ય છે એમ નથી! ઝીણું છે! ‘આ’

આહા.. હા! ભગવાન આત્મા જાણનાર-દેખનાર જેનો (સ્વભાવ છે) આવ્યું’ તું ને કાલ ‘હું