શ્રી પ્રવચન રત્નો-૧ ૧પ૧
આહા... હા! ‘પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને’ જોયું? એલા-પહેલા પુદ્ગલપરિણામ કહ્યા ઈ બધાં નાખી દીધા પુદ્ગલ (માં) આહા.. હા! શું કીધ્રું? પુદ્ગલપરિણામના જ્ઞાનને એટલે રાગનાજ્ઞાનને અને પુદ્ગલને એટલે રાગને, ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી-રાગ કર્તા અને જ્ઞાનપરિણામ કર્મ એનો અભાવ છે. (તેથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે).
આહા..! ‘અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી’ (એટલે) ધડો કાર્ય છે ને માટી કર્તા છે એવું કર્તાકર્મપણું છે. ‘તેમ આત્મપરિણામને અને આત્માને’ - આત્મપરિણામ એટલે કે જ્ઞાનપરિણામ થયાં તે અને આત્માને વ્યાપ્યવ્યાપકનો સદ્ભાવ છે.
આત્મા વ્યાપક છે ને જ્ઞાનપરિણામ વ્યાપ્ય છે. અપેક્ષાથી કથન શું આવે પણ પરિણામ તો પરિણામથી છે સ્વતંત્ર!! પણ અપેક્ષા બતાવવી છે ને એટલે આવી શૈલી છે!
એ કહેતાં વખતે ખ્યાલ તો બધો હોય, જે ચાલતું હોય તે પ્રમાણે કહેવાય ને.. ! આત્મા કર્તા છે એમ કહ્યું અહીંયા પણ આત્મા દ્રવ્ય છે ને માટે ના પાડશે અહીંયાં (પાછું) ‘આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મ પણું છે’ એટલે આત્મા કર્તા નિર્વિકારી પરિણામ-જ્ઞાનના તે તેનું કાર્ય-કર્મ છે? આંહી રાગનું જ્ઞાન-કર્મ થયું માટે રાગકર્તાને જ્ઞાન કર્મ એમ છે નહીં..