Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 160 of 225
PDF/HTML Page 173 of 238

 

૧૬૦ શ્રી પ્રવચન રત્નો-૧ ને પર્યાય અભેદરૂપ જ છે’ . દ્રવ્ય જે જ્ઞાયકભાવ અને નિર્મળ પર્યાય એ અભેદ છે. સ્વના આશ્રયે થયેલી તે અભેદ છે. અભેદ છે એટલે? પર્યાય દ્રવ્યરૂપ થઈ ગઈ છે એમ નથી. પણ.. પર્યાય આમ.. જે ભેદરૂપ (પરસન્મુખ) એ પર્યાય આમ (સ્વસન્મુખ) થઈ તે અભેદ થઈ!

આહા.. હા! એક.. એક શબ્દના અર્થ આવા! પકડાઈ એવું છે, ભાષા તો સાદી છે પ્રભુ! પણ તું એવો છો અંદરમાં અલૌકિક ચીજ!

આહા.. હા! એ જ્ઞાયક છે તે વ્યાપક છે અને એના નિર્મળ પરિણામ-મોક્ષનો મારગ તે વ્યાપ્ય છે. આમ દ્રવ્યને પર્યાય અભેદરૂપ જ છે. આંહી દ્રવ્યને પર્યાય જુદા છે એ આંહી નથી સિદ્ધ કરવું. (સમયસાર) સંવર અધિકારમાં તો ઈ પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે! પર્યાયનો કાળ ભિન્ન છે! દ્રવ્યનો ભાવ ભિન્ન છે!! આહા.. હા! અહીંયા તો પુદ્ગલના પરિણામથી ભિન્ન બતાવવું (છે) એવાં જે જ્ઞાનના પરિણામ થયાં તે તે જ્ઞાતાનું વ્યાપ્ય છે, જ્ઞાતા તેનો કર્તા છે!

આમાં ધરે એની મેળે સમજે તો શું એમાંથી કાઢે? એ... ભાઈ? (કર્તાપણાના) ભાવ કરે! બીજું શું? (પરદ્રવ્યનું કાંઈ કરી શકે છે?) આ કર્યું ને આ (એવા ભાવ કરે!)

ભારે કામ બાપુ આકરાં! જુઓ! પાછું શું કહે છે? ‘જે દ્રવ્યનો આત્મા સ્વરૂપ અથવા સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથાવ સત્ત્વ.’ જોયું? જે દ્રવ્યનો આત્મા એટલે સ્વરૂપ દ્રવ્યનો આત્મા સ્વરૂપ! સ્વરૂપ અથવા સત્ત્વ! (એટલે) દ્રવ્યનતો આત્મા, દ્રવ્યનું સ્વરૂપ, દ્રવ્યનું સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, પર્યાયનું સ્વરૂપ, પર્યાયનું સત્ત્વ! ફરીને વધારે લેવાય છે હો? ફરીને... વસ્તુ છે જે ભગવાન આત્મા/અત્યારે એના ઉપર લેવું છે ને... !

એનું-દ્રવ્યનું સ્વરૂપ આત્મા, સ્વરૂપ મૂળ તો આ વ્યાખ્યા કરી કે, દ્રવ્યનો આત્મા એટલે દ્રવ્યનો ભાવ તે દ્રવ્યનું સ્વરૂપ! તે દ્રવ્યનું સત્ત્વ! આહા.. હા! સત્... સત્ પ્રભુ જ્ઞાયક! સત્દ્રવ્ય, તેનું જ્ઞાયકપણું તે તેનું સત્ત્વ!! સત્નું સત્ત્વ! આહા.. હા! ‘તે જ પર્યાયનો આત્મા, પર્યાયનો ભાવ, તેજ પર્યાયનું સ્વરૂપ ને તે જ પર્યાયનું સત્ત્વ!

આહા.. હા! દ્રવ્યનું-સત્નું સત્ત્વ અને પર્યાયનું સત્ત્વ બેય એક છે. આ અપેક્ષાએ! પરનું સત્ત્વ જુદું પાડવું છે ને અત્યારે!

આહાહા! દયા-દાન-ભક્તિ-સ્તુતિનો રાગ છે તે પુદ્ગલનું-સત્નું સત્ત્વ છે! આ.. નિર્મળપર્યાય ને નિર્મળ ભગવાન (આત્મદ્રવ્ય) કે જે દ્રવ્યનો આત્મા! દ્રવ્યનો જે સ્વભાવ! તે જ સ્વરૂપે તે તેનું સત્ત્વ! તે જ પર્યાયનો આત્મા! આહાહાહા! આ એવું -ત્રિકાળીનું સ્વરૂપ એનું છે ને..! પર્યાયનો આત્મા તે ત્રિકાળીસ્વરૂપ! અને સત્ત્વ! ‘આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે’ દ્રવ્ય નિર્મળપર્યાયમાં વ્યાપે છે.

આહા... હા! કઈ અપેક્ષાનું કથન છે! (સમજવું જોઈએ ને.. !) એક બાજુ કહે છે કે પર્યાય ષટ્કારકથી પરિણમે છે તેને દ્રવ્યગુણની અપેક્ષા નથી, નિમિત્તની અપેક્ષા નથી!

આંહી તો.. પરથી પુદ્ગલનાપરિણામથી (જે) રાગ-દયા-દાન-વ્રતાદિ એનાથી ભિન્ન બતાવવા