Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 167 of 225
PDF/HTML Page 180 of 238

 

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૬૭

શ્રોતા- આપ સહેલું કરી આપો. સહેલામાં સહેલી ભાષાથી તો આવે છે. કરવું તો એને પડશે ને? કોઈ કરી દયે? કોઈ મદદ કરી દયે એ પણ ખોટી વાત છે.

જીવ દ્રવ્ય, એટલે વસ્તુ, અને ભગવાન આત્મ તત્ત્વ.. તત્ત્વ કહો- દ્રવ્ય કહો વસ્તુ કહો- પદાર્થ કહો- એ આત્મદ્રવ્ય - આત્મપદાર્થ -આત્મ વસ્તુ - આત્મ તત્ત્વ - જે ત્રિકાળી વસ્તુ અવિનાશી - કદી નવી ઉત્પન્ન થઈ નથી કદી તેનો નાશ નથી. એવી અંતર વસ્તુ જે છે ‘જેવો હતો’ ... આહાહાહાહા..! ‘જેવો હતો..! કેવો હતો તો અનંત ગુણે બિરાજમાન! એ અનંત ગુણે બિરાજમાન છે! આહા! સૂક્ષ્મવાત છે પ્રભુ... અનંત શક્તિઓ અંદરમાં છે. અનંત જ્ઞાન અનંત દર્શન એવા અનંત ગુણોથી બિરાજમાન છે. ‘જેવો હતો’ એવો પ્રગટ થયો.. એવો પરિણમનમાં પ્રગટ થયો બહારમાં. શક્તિ હતી.. એ પ્રાપ્તની પ્રાપ્તિ થઈ.. પર્યાયમાં.. પહેલાં કહ્યું હતું ને! કે પર્યાયને દ્રવ્યની પ્રતીત અનુભવ કરવાથી થાય છે.. એને મોક્ષનો માર્ગ શરુ થાય છે. ત્રિકાળનો પૂર્ણ આશ્રય થયો તો કેવળજ્ઞાન અને મોક્ષની દશા થાય છે. તો એ મોક્ષ દશાનું કારણ.. પહેલાં તો એમ કહ્યું હતું કે ‘કર્મોનો નાશ થવાથી’ ... એમ કહ્યું હતું ને? કલંકનો નાશ કરીને.. જીવ દ્રવ્ય જેવો હતો- અનંત ગુણે બિરાજમાન જેવો તે પ્રગટ થયો. કેવો પ્રગટ થયો?

मोक्षम् कलयत्..’ મોક્ષની વ્યાખ્યા... જીવની નિષ્કર્મરૂપ અવસ્થા.. આ મોક્ષની વ્યાખ્યા. જે રાગવાળી અને કર્મવાળી દશા છે એ તો સંસારમાં રખડવાની ચીજ છે. કર્મ અને રાગ વગરની નિષ્કર્મ અવસ્થા- પૂર્ણ નિષ્કર્મ અવસ્થા આ નાસ્તિથી વાત કરે છે. રાગ અને કર્મથી રહિત અવસ્થા એનું નામ મોક્ષ અને કર્મ અને રાગની અવસ્થા એનું નામ સંસાર.. આહા!

જીવની જે નિષ્કર્મરૂપ અવસ્થા આ મોક્ષની વ્યાખ્યા કરેછે. कलयत्.. એ રીતે પરિણમી ગયા.. कलयत् છે ને! અનુભવ થઈ ગયો. પરિણમન થઈ ગયું. કેવી છે મોક્ષ અવસ્થા? પૂર્ણ કર્મ કલંક રહિતપૂર્ણ અશુદ્ધતાથી રહિત જેવો પૂર્ણ શુદ્ધ હતો તેવું પરિણમન થયું. આ દશા પર્યાયમાં થઈ એને મોક્ષ કહે છે. આહા! સમજાણું કાંઈ?

આ આવી વાત! ભાઈ, મારગ તો આવો છે, આહા! અત્યારે તો જુઓને નાની ઉંમરના કેટલાકને હાર્ટફેઈલ થઈ જાય છે. દસ દસ વર્ષની ઉંમર-પચ્ચીસ-પચ્ચીસ વર્ષની ઉંમર ખ્યાલ ન હોય કોઈને એક સેકન્ડમાં હાર્ટ બેસી જાય! ફટ, સ્થિતિ પૂરી થઈ.. બસ ફડાક.. હાર્ટ બેસી જાય. એ સંયોગી ચીજ છે. આ તો સંયોગી ચીજ એટલે એની સ્થિતિ પૂરી થાય કે છૂટી જાય.

પોતાનું આ તો જેવું સ્વરૂપ હતું એવું પ્રગટ થયું તો રાગ અને કર્મને શરીર એને કારણે છૂટી જાય છે. આહાહાહા! એનું નામ મોક્ષ કહેવામાં આવે છે. જેમાં અતીન્દ્રિય આનંદ છે... જેમાં અતીન્દ્રિય અનંત જ્ઞાન છે.. કેમ? કેમકે ‘અનંત ગુણ સહિત બિરાજમાન’ એમ કહ્યું હતું ને? એ પ્રગટ થયું. આહા! નિષ્કર્મ અવસ્થા... જેવો બિરાજમાન હતો એ પ્રગટ થયો, શું પ્રગટ થયું? જીવની જે નિષ્કર્મ અવસ્થા-એવું પરિણમન થયું... અરે! આવા શબ્દો છે.

પૂર્ણ દશા.. અનંત અનંત આનંદ! સિદ્ધની દશાનું વર્ણન છે ને! બહેન કહે છે ને? સિદ્ધની વ્યાખ્યા