૧૬૬ શ્રી પ્રવચન રત્નો-૧ હા... હા..! જેવો છે. અનંત જ્ઞાન... અનંત આનંદ એમાં છે, પ્રભુ! આહા! જેમ લીંડીપીપરના દાણામાં ચોસઠપોરી તીખાશ અંદર ભરી પડી છે. અંદર પૂર્ણ ભરી છે ચોસઠપોરી-પૂરેપૂરો રૂપીયો! એ જેવી હતી એવી ચોસાઠપોરી પીપર પ્રગટ થઈ. એ ધૂંટવાથી થઈ.. એ જેવો હતો.. આહા! કેવો હતો? કે પૂર્ણ જ્ઞાન-પૂર્ણ આનંદ-પૂર્ણ શાંતિ-પૂર્ણ સ્વચ્છતાથી ભરપુર ભગવાન જેવો હતો એવો પ્રગટ થાય છે.
વર્તમાન પર્યાયમાં પરને જાણે છે એવી પર્યાયની તાકાત માની છે એને હવે સ્વને જાણવાની તાકાત માની-એમ જાણીને એ પર્યાય સ્વને-ત્રિકાળીને જાણે ત્યારે તેને મોક્ષ માર્ગની પર્યાય પ્રગટી.. ઉત્પન્ન થઈ.
પૂર્ણ શુદ્ધ પર્યાય એ આત્માની પૂર્ણ શુદ્ધ દશા છે. તો પછી પૂર્ણ શુદ્ધ પરિણામનું કારણ પણ આત્માનું શુદ્ધ પરિણામ હોવું જોઈએ સમજાય છે?
આહા! ઝીણી વાત છે ભગવાન! એણે આ વાત કદી સાંભળી નથી... કદી કરી નથી. આહાહા! બચપન ખેલામાં ખોયા.. રમતુમાં, યુવાની ગઈ સ્ત્રીના મોહમાં, વૃદ્ધાવસ્થા દેખીને રોયાં.. પણ તત્ત્વ...? અંદર ભગવાન આત્મા.. સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ! સર્વજ્ઞ પરમેશ્વર જેવો હતો એવો પ્રગટ થયો એનું નામ મોક્ષ.
હવે બીજી વાત. પૂર્ણ શુદ્ધ દશા એનું નામ મોક્ષ.. તો એનું કારણ પણ આત્માનું શુદ્ધ પરિણામ હોવું જોઈએ. શુદ્ધ વસ્તુ જેવી છે.... આહા! પરિપૂર્ણ! પરિપૂર્ણ!! વસ્તુ ભરી (પડી) છે; તેની વર્તમાન પર્યાય- દશામાં અંદરમાં જેવી છે એવી પ્રતીત અનુભવમાં આવી... ત્યારે તો તેને મોક્ષનો માર્ગ પ્રગટ થયો. મોક્ષ જે પૂર્ણ શુદ્ધ પર્યાય છે... પૂર્ણ પવિત્ર-અનંત આનંદની દશા છે તેના અપૂર્ણ શુદ્ધ પરિણામ શુદ્ધ સ્વભાવના ભાનમાં જે ઉત્પન્ન થયા તે પૂર્ણ શુદ્ધ પરિણામનું કારણ છે...
અહો... આવી આ વાતો...! આવો આ માર્ગ છે ભાઈ! અત્યારે સાંભળવો પણ મુશ્કેલ પડે છે. આહા! બહારમાં ધમાધમ.. જાણે બહારથી ધર્મ થઈ જશે. ધર્મ તો અંદર સ્વભાવમાં પડયો છે. આહા!
કહે છે કે ‘જેવો હતો’ અહીં શબ્દ આવ્યો છે ને! ‘જિસ પ્રકાર કહા સમસ્ત કર્મોકા વિનાશ હોનેસે’ શબ્દ તો પૂર્ણ જ્ઞાન છે પણ કર્મ તરફથી કથન કર્યું. કેમકે પહેલાં કંઈક મલીનતા હતી એ બતાવવા માટે... ‘સમસ્ત કર્મોકા વિનાશ હોનેસે’ મોક્ષમાં એક રાગ પણ રહેતો નથી કે જેથી ફરીને અવતાર કરવો પડે. ચણો હોય છે તેને શેકવાથી તે ફરીને ઉગતો નથી. કાચો હોય તો ઉગે છે. વાવે તો. એમ ભગવાન આત્મા પાકો થઈ ગયો... પોતાના આત્માને અજ્ઞાનને શેકવાથી અને પૂર્ણ પર્યાયની દશા પ્રગટ તો ફરીને સંસારમાં હવે અવતાર ધારણ કરશે નહીં. આહાહા! અવતાર ધારણ કરવા એ તો કલંક છે. ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદ અને અતીન્દ્રિય જ્ઞાનનો સાગર અંદર પડયો છે. આહા! ક્યાં જૂએ? કદી જોયું નથી.... વર્તમાનમાં ત્રિકાળ વસ્તુ જેવી છે એવી પ્રતીતમાં જ્ઞાનમાં- અનુભવમાં આવે તે શુદ્ધ પરિણામ છે.... એ શુદ્ધ પરિણામ પૂર્ણશુદ્ધનું કારણ છે. સમજમાં આવે છે?
એક તો સમજવું કઠણ પડે..... તો પછી કરે કે’ દિ! આહા!