Pravach Ratno Part 1 (Gujarati).

< Previous Page   Next Page >


Page 165 of 225
PDF/HTML Page 178 of 238

 

શ્રી પ્રવચન રત્નો-૧ ૧૬પ અનંતકાળથી પરિભ્રમણ કરે છે... આહા!

શું કહે છે? આ મોક્ષની વાત ચાલે છે. પહેલાં આ વર્તમાન પર્યાય-મુક્ત સ્વરૂપ જીવ દ્રવ્ય જેવું છે એવું-આ વર્તમાન પર્યાયમાં જયારે જાણવામાં આવે છે ત્યારે તો તેને સમ્યગ્દર્શન્ પ્રગટ થાય છે. સમજાય છે?

આ આવી વાત છે, ત્યાં રૂપીયા પૈસામાં ક્યાંય આ મળે એમ નથી. કરોડો હોય... એ ધૂળમાં નહીં મળે... ધૂળ છે પૈસા... પાંચ કરોડ અને દસ કરોડને અબજ એ ધૂળ છે. આ પણ (શરીર) માટી છે. મસાણમાં રાખ થશે. આ... અંદર ભગવાન જે આત્મા છે. એ તો છે આનંદ સ્વરૂપ પ્રભુ- સચ્ચિદાનંદ સત્શાશ્વત જ્ઞાન અને આનંદનો ભંડાર છે. એને પર્યાયમાં એવો જણાયો... પહેલાં જાણવામાં આવ્યો... ‘બરાબર’ .... આહા!

શું કહેવા માગે છે? કે મોક્ષ છે... પૂર્ણ... એકાંત શુદ્ધ... સર્વથાપ્રકારે શુદ્ધ... મોક્ષ છે એ તો અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિયજ્ઞાન, અતીન્દ્રિયશાંતિ આદિથી પૂર્ણ શુદ્ધ છે. એ મોક્ષ! અને સંસાર છે એ વિકારદશા છે. એ પરિપૂર્ણ વિકાર છે. પ્રાણી દુઃખી છે. એ પછી ભલે રાજા હો કે અબજપતિ હો! એ રૂપીયાના ધણી માલિક હોય છે તો તે દુઃઅી છે... અજ્ઞાની છે... મૂર્ખ છે. આહા!

તો જેવો આત્મા હતો એવો મોક્ષમાં પ્રગટ થયો, એનો અર્થ એ થયો કે વર્તમાન પર્યાયમાં જેવો હતો તેવો અંતર અનુભવમાં પ્રતીત થયો, ત્યારે તો મોક્ષ પરિપૂર્ણ શુદ્ધ છે. તેનો ઉપાય અપૂર્ણ શુદ્ધ પર્યાય પૂગટ થઈ.. શરુઆત થઈ... આહા! ઝીણીવાત, ભગવાન!

અનંતકાળથી ચોરાસીના અવતાર કરી કરીને રખડીને મરી ગયો છે. કીડા, કાગડા, કૂતરા એવા અનંત ભવ કર્યા... ચોરાસી લાખ યોનિ! એક એક યોનિમાં એણે અનંત ભવ કર્યા છે પ્રભુ! એને થાક નથી લાગ્યો એને આહા! અંદર જોતો નથી કે હું કોણ છું? આહાહાહા!

અહીં તો એક સમયની વર્તમાન દશામાં પરને જાણતો નથી... એતો પોતાને જાણે છે; કેમકે પરમાં તન્મય નથી... કેવળજ્ઞાની લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અસદ્ભૂત વ્યવહારનયથી છે. આહા! કેમકે એમાં તન્મય નથી... તે રૂપે થતો નથી... જો પર્યાયરૂપે તે રૂપ થાય તો તેને તે જાણે.

આહીં અજ્ઞાની કે જ્ઞાની વર્તમાન દશામાં પરને તન્મય થઈને જાણતા નથી માટે તે સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં તન્મય થઈને જાણે છે તો એનું નામ પર્યાયમાં પર્યાય જણાય છે એમ કહેવામાં આવ્યું.

અહીં તો એનાથી પણ આગળ લઈ જવા છે.... આવી વતો છે, ભાઈ! આહા! આવું મનુષ્યપણું મળ્‌યું ને જો આ તત્ત્વ-આત્મજ્ઞાન શું ચીજ છે એની ખબર ન પડી તો ચાર ગતિમાં દુઃખી થઈને રઝળશે.

અહીં તો કહે છે કે ‘જેવો હતો તેવો પ્રગટ થયો.’ આ મોક્ષની વ્યાખ્યા કરી. અંદરમાં જેવો હતો... અનંત આનંદ.. અનંત શાંતિ... શાંતિ... શાંતિ-શક્તિએ જેવો હતો એવો વર્તમાન દશામાં તેવો પૂર્ણ દશાએ પર્યાયમાં પ્રગટ થયો. એનુ નામ મોક્ષ હવે અહીં તો મોક્ષનું કારણ પહેલું બતાવવું છે આહા..