૧૬૪ શ્રી પ્રવચન રત્નો-૧
તો હવે કહે છે કે એક સમયમાં જે વર્તમાન દશા પ્રગટ છે એ દશામાં આ.. આ.. વગેરે જે જાણવામાં આવે છે એમ કહેવું એ તો વ્યવહાર છે. નિશ્ચયથી તો પોતાની જ્ઞાનની પર્યાય પોતાથી જાણતી પ્રગટ થાય છે તે જણાય છે.. આહા!
કેમકે જેમાં તન્મય થઈને જાણવું થાય તેને જાણવું કહેવાય છે... તો પરમાં કંઈ તન્મય થઈને જ્ઞાન જાણતું નથી.
જીણી વાતુ છે બધી. આહાહા! એમ કહે છે ને કે અંદર જેવું આત્મદ્રવ્ય હતું એવું પ્રગટ થાય છે ને! તો અહીં એમ કહેવું છે કે તેની વર્તમાન પર્યાયમાં જ્ઞાનની દશા પરને જાણતી હતી એ ખરેખર નથી. કેમકે એ પરમાં તન્મય નથી. માટે ખરેખર પરને જાણતી નથી, પરંતુ પર સંબંધી જ્ઞાન પોતાની પર્યાયમાં પોતાથી થાય છે એને જાણે છે... અહાહાહા!
આવું જીણું છે! હવે તો બીજું કહેવું છે... ભાઈ! જીવની એક સમયની જ્ઞાનની વર્તમાન દશા પરને જાણે છે એમ તો છે નહીં; કેમકે તે એમાં તન્મય કે એકમેક તો છે નહીં તેમાં એકમેક થયા વગર તેને જાણે છે એમ કેમ કહી શકાય? ...
જીણી વાત છે, પ્રભુ! અહીં તો ભગવાન કહીને જ બોલાવવામાં આવે છે... અંદર આત્મા ભગવાન સ્વરૂપે જ છે, એની એને ખબર નથી. અહીં તો વર્તમાન એક સમયની જાણન દશા છે. એ પ્રગટ દશા એમાં ખરેખર તો જ્ઞાનની પર્યાય જ જ્ઞાનની પર્યયને જાણે છે. આહાહાહા! એ પણ હજી પર્યાય બુદ્ધિ છે. જીણી વાત છે, ભાઈ!
સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ થયા, એ ક્યાંથી થયા? એ અંદરમાં છે એમાંથી થયા છે. જેવા હતા એ થયા. અંદરમાં એની શક્તિ અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિનો આદિ સાગર ભગવાન અંદર છે.
જેવો હતો તેને -પ્રથમ પોતાની પર્યાયમાં પરને જાણતો નથી પણ પોતાને જાણે છે. આ પણ એક સમયની પર્યાય બુદ્ધિ છે, આહા! એ એક સમયની અવસ્થા જેવો હતો એવું જ જાણે... જીણી વાત છે, ભાઈ! આતો ધર્મની વાત છે.
વર્તમાનમાં એક સમયની દશા જે ચાલી રહી છે એ પરને જાણતી નથી. ખરેખર તો એ પોતાની પર્યાય પોતામાં તન્મય છે તો તે પોતાને જાણે છે. પરમાં તન્મય નથી.
હવે એક સમયનીએ પર્યાય પોતાને જાણે છે ત્યાં સુધી તો તેની પર્યાય બુદ્ધિ અંશબુદ્ધિ એ વર્તમાન બુદ્ધિ થઈ... આ હા... હા... હા... હા!
આમ જાણે ત્યારે.... પરને જાણે એ વાત તો ક્યાંય રહી ગઈ. આહા! સમજાય છે? ધર્મની આવી વાત છે. સર્વજ્ઞ પરમાત્મા-ત્રિલોકનાથ-જિનેન્દ્રદેવ-વીતરાગ પરમેશ્વરે ધર્મ કહ્યો છે એ અલૌકિક ચીજ છે. એ વગર જન્મ મરણનો અંત કદી નહીં આવે. જન્મ મરણ કરતાં કરતાં આ જીવ