શ્રી પ્રવચન રત્નો-૧ ૧૬૩
આ કળશ ટીકા ચાલે છે. મોક્ષ અધિકારનો આ છેલ્લો કળશ છે. મોક્ષની વ્યાખ્યા કરશે.
न्नित्योधोतस्फुटितसहजावस्थमेकान्त शुद्धम्।
एकाकारस्वरसभरतोडत्यन्तगम्भीरधीरं
શું કહે છે? કે આ આત્મા જે છે અંદર તે જ્ઞાનાનંદ સહજાનંદ સ્વરૂપ છે... એનું મૂળ અસલી સ્વરૂપ જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ ને અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છે. એ જેની પ્રગટ દશામાં પૂર્ણ અતીન્દ્રિય જ્ઞાન, પૂર્ણ અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય તે ચાર ગતિના ભ્રમણથી રહિત થાય છે, તેને મોક્ષ કહે છે.
મોક્ષ એ આત્માનું અતીન્દ્રિય શુદ્ધ પરિણામ છે; તો પછી એનું કારણ પણ અતીન્દ્રિય શુદ્ધ પરિણામ હોવું જોઈએ. સમજાય છે?
એ પ્રમાણે જે કહ્યું છે તે સમસ્ત કર્મમલકલંકનો વિનાશ થતાં જીવ દ્રવ્ય જેવું હતું... છે? આમાં સૂક્ષ્મ વાતો કહેલ છે. જે જીવ અંદર આત્મા છે તે જવો હતો તેવો પ્રગટ થયો. કેવો હતો આનંત આનંદ, અનંતજ્ઞાન, અનંત અતીન્દ્રિય શાંતિ, સ્વચ્છતાનો પિંડ-પૂંજ છે આત્મા! એ આત્મા જેવો હતો... જેમ લીંડીપીપરમાં ચોસાઠપોરી તીખાશ હતી તો ધૂંટવાથી બહાર આવી... પ્રગટ, એ પ્રાપ્તની પ્રાપ્તિ-એમ જેવો હતો-જેમ ચોસાઠપોરી તીખાશ હતી... લીંડીપીપરમાં તો ધૂંટવાથી ચોસાઠપોરી કહો કે રૂપીયા કહો બહાર પ્રગટ થઈ... એમ જીવ દ્રવ્ય જેવો હતો; આહાહા! આ મોક્ષની વ્યાખ્યા કરે છે. આ ભગવાન આત્મા.. આ દેહ તો જડ છે... માટી... ધૂળ-એને જાણવાવાળો નિશ્ચયથી તો આમ છે. જરા સૂક્ષ્મ પડશે પોતાની વર્તમાન પર્યાય જે જ્ઞાનીન છે તે જ્ઞાનની પર્યાય પરને જાણે છે એ તો અસદ્ભુતનયથી કહેવામાં આવ્યું છે. ખરેખર તો પોતાના જ્ઞાનની પર્યાયને પર જાણવામાં આવે છે એ વ્યવહાર છે પણ પર્યાયને પોતાનું જ્ઞાન થાય છે એ નિશ્ચય છે. આ બધું જે જાણવામાં આવે છે જેની સત્તામાં સત્તા એટલે જેની પર્યાય-હાલત-વર્તમાનમાં જે જ્ઞાનની અવસ્થા છે તે પર્યાય એમાં આ જે જાણવામાં આવે છે એ ખરેખર આ (પર) જાણવામાં નથી આવતું. પણ પોણાના જ્ઞાનની વર્તમાન અવસ્થાની તાકાત જાણવામાં આવે છે આ હા... હા... હા!
સૂક્ષ્મ છે ભાઈ! ધર્મ ઘણો સૂક્ષ્મ છે. લોકોએ બહારથી કલ્પના કરીને આ દયા, દાન, વ્રત અને
ભક્તિ એ બધા કોઈ ધર્મ બર્મ નથી. ધમૃ તો અંતરની કોઈ અપૂર્વ ચીજ છે.