૧૬૨ શ્રી પ્રવચન રત્નો-૧
આહા... હા.. હા! એ.. ભાગ્યશાળીને કાને પડે એવી વાત છે બાપા! પરમાત્માની વાણી છે, ભગવાનની-તીર્થંકરદેવની...
આહા..! ‘જ્યાં વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં જ કર્તાકર્મ ભાવ હોય, વ્યાપ્યવ્યાપક ભાવ વિના, કર્તાકર્મભાવ ન હોય? વ્યવહારરત્નત્રયમાં વ્યાપ્યવ્યાપકપણું આત્માનું નથી માટે તેમાં કર્તાકર્મપણું (આત્માનું) નથી.
આહા..! ‘આવું જે જાણે છે તે પુદ્ગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે’ -ઈ પુદ્ગલપરિણામ-રાગ આદિ છેલ્લે (ટીકામાં) કહ્યું હતું ને...! ‘આવું જે જાણે છે તે પુદ્ગલને એટલે રાગાદિના પરિણામ પુદ્ગલ અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. ભગવાન આત્મા કર્તાને દાય દાનના ને ભક્તિના ને સ્તુતિના પરિણામ તે કાર્ય (આત્માનું) એમ જ્ઞાની માનતો નથી એમ કહે છે. ‘પુદ્ગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે.
‘એમ જાણતાં તે જ્ઞાની થાય છે’ આહા.. હા! (કહે છે કે) કર્તાકર્મભાવથી રહિત થાય છે.