૧૭૦ શ્રી પ્રવચન રત્નો-૧ ઉદ્યોત-શાશ્વત પ્રકાશ - સ્ફુટિત. કાલ આવ્યું હતું ને? જુઓ અહીં આવ્યું.. સ્ફુટ... સ્ફુટિત હું એટલે પ્રગટ થયો. જેવો અંદરમાં આનંદ હતો તેવો પ્રગટ થયો. આહા!
કેવું છે જ્ઞાન? નિત્ય પ્રગટ થયું. सहजावस्थम् અનંત ગુણ બિરાજમાન શુદ્ધ જીવ દ્રવ્ય.. એવું. “सहज्अवस्थम्” આ પર્યાય દશાની વાત છે. જેવો ત્રિકાળ શક્તિરૂપ પ્રભુ છે, એવો અનુભવ કરીને આનંદનું વેદન કરીને - આત્મજ્ઞાન કરતાં કરતાં - સ્થિર કરતાં કરતાં - પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ, એ પૂર્ણ શાશ્વત દશા છે.
અનંત ગુણે બિરાજમાન શુદ્ધ જીવ દ્રવ્ય જેમ છે એવી પર્યાય પણ અનંત શુદ્ધ અનંત કાળ રહેશે. આહા! સંસારનો નાશ અને મોક્ષની ઉત્પત્તિ. આમ દ્રવ્ય તો ત્રિકાળી ધ્રુવ. શું કહે છે આ? આ તો વિજ્ઞાનનું પણ વિજ્ઞાન છે. આ અંતર આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન વગર કદી જન્મ મરણનો અંત થશે નહીં. ચોરાશીના અવતારમાં રખડી રખડી - ઘાંચીની ઘાણીની જેમ પીલાઈને મરી ગયો છે. બાપા!
અહીં કહે છે કે પોતે નિત્ય પ્રગટ થયો. સહજ અનંત ગુણોથી બિરાજમાન “सहजअवस्थम्” એ શબ્દ છે... अवस्थ એટલે નિશ્ચયથી સહજ અનંત ગુણ છે બસ! એમ લેવું. અવસ્થા નહીં. अवस्थ એટલે ચોક્કસપણે છે.
કેવો છે? “एकान्तशुद्धम्” હવે આવ્યું. ઓહોહોહો! આત્મા અનંત એકાન્ત શુદ્ધ હતો અંદર એનો અનુભવ કરતાં કરતાં એવી અંદર દશા પ્રગટ થઈ... આત્મ જ્ઞાનમાં લીન થતાં તો... એ પર્યાય પણ એવી એકાન્તશુદ્ધ - સર્વથા શુદ્ધ કથંચિત્ શુદ્ધ અને કથંચિત્ અશુદ્ધ એમ નહીં... આહા! એ સિદ્ધને કોઈ દુઃખી કહે તો એ દુઃખી છે નહીં, પૂર્ણ આનંદસ્વરૂપ છે.
જેને પૂર્ણ આનંદ પ્રગટ થયો પછી તેને જન્મ મરણ છે નહીં एकान्तशुद्धम्- સર્વથા પ્રકારે શુદ્ધ છે.
‘પરમાત્મ પ્રકાશ’ માં તો કહ્યું છે કે ઇન્દ્રિયોનું સુખ ભગવાનને નથી. ‘પરમાત્મ પ્રકાશ’ નો ન્યાય. ઇન્દ્રિયોનું સુખ શું...? એ તો કલ્પના માત્ર છે પર જડની.
અહીં તો કહે છે એકાન્તશુદ્ધ - એકાન્ત પરિપૂર્ણ સુખી. અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન અંદર અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો નાથ સાગર અંદર બિરાજમાન.. એનો અંતરમાં અનુભવ કરતાં કરતાં એનું અનુસરણ કરતાં કરતાં દશામાં જ્યાં પૂર્ણ શુદ્ધતા પ્રગટ થઈ.. એ નિત્ય એકાન્ત શુદ્ધ છે.
કેવો છે? અત્યંત ગંભીર ધીર અનંત ગુણે બિરાજમાન ગંભીર. શું કહે છે? ગૂમડું હોય છે ને? ગંભીર ગૂમડું... બહુ પાકી ગયેલું.. વાટ પણ અંદર જઈ ન શકે. એમ આત્માનો આનંદ જ્યાં પ્રગટ થયો... એ અત્યંત ગંભીર એટલે? એટલે કે આનંદની એટલી ગંભીરતા કે જેનો પાર નહીં! આહા! એવો આનંદ અંદર પડયો જ છે. એની દ્રષ્ટિ અને સમ્યગ્દર્શનને જ્ઞાનનો અનુભવ કરતાં કરતાં એ પ્રગટ થાય છે. અનંત અનંત ગંભીર જેની એક સમયની દશા પૂર્ણ મોક્ષ એનો પાર નહીં.. અક્ષય અનંત ગંભીર છે. આહા! અક્ષય અનંત.. એ ચારિત્રને (પણ) અક્ષય અનંત કહ્યું. કારણ કે અક્ષય અનંતની મર્યાદા શું? અત્યંત ગંભીર છે, ભાઈ!
એ મોક્ષનો માર્ગ એ ધર્મ. ધર્મ તો કોઈ અલૌકિક ચીજ છે.. એ કોઈ બહારથી પ્રાપ્ત થતી નથી. અંતર આત્મામાં છે, એનું ધ્યાન કરવાથી - અંતરના આનંદનું ધ્યાન કરવાથી આનંદ અને ધર્મ થાય છે.