શ્રી પ્રવચન રત્નો-૧ ૧૭૧
આંહીં તો થોડી દયા પાળે અને થોડા પૈસા ખર્ચે તો કહે કે ધર્મ થઈ ગયો, લ્યો! ધૂળમાં ધર્મ નથી. તારા કરોડ બે કરોડ ખર્ચી નાખને અબજ ખર્ચી નાખને! એ તો ધૂળ છે માટી. માટીમાં ધર્મ ક્યાંથી આવ્યો?
અહીં તો કહે છે અત્યંત ગંભીર અને ધીર એમ બે અર્થ (શબ્દ) વાપર્યા. અનંત ગુણે બિરાજમાન એવો ધી.. ર... એટલે સરલતાથી રહેનાર છે. શાશ્વત રહેનાર છે. સંસારનો નાશને મોક્ષ થયો આત્માનો.. પોતાનો અનુભવ કરતાં કરતાં કેવળજ્ઞાન થયું.. શાશ્વતસુખ.. આહા! (જુઓ) છે?
કયા કારણથી? “
દશાહતી તે અનેકરૂપ હતી. જ્યાં અંતરમાં મોક્ષ દશા થઈ તો એકરૂપ પૂર્ણ આનંદ પ્રગટ થયો. એકરૂપાં આનંદ છે; અનેકપણાનો નાશ થયો એવો એકરાર આહા! અનંત જ્ઞાન-અનંત દર્શન- અનંત સુખઅને અનંત વીર્ય એના અતિશયથી-વિશેષ કારણથી સુખી છે.
કેવો છે? “
પોતાના નિષ્કંપ પ્રતાપમાં મગ્ન છે. આ રીતે સકળ કર્મોનો ક્ષય કરી મોક્ષમાં આત્મદ્રવ્ય સ્વાધીન છે અને ચાર ગતિમાં પરાધીન છે. ચાહે તો નરકમાં - મનુષ્યમાં પશુમાં કે દેવમાં બધા પરાધીન છે.
આમ મોક્ષનું સ્વરૂપ કહ્યું. મોક્ષનું વર્ણન પૂરું થયું.