શ્રી પ્રવચન રત્નો-૧ ૧૭૩ છે. અચેતન તત્ત્વ છે. ભગવાન ચેતન તત્ત્વ છે. નિર્મળ તત્ત્વ છે... જ્ઞાયક સ્વભાવથી ભરેલ તત્ત્વ છે. એ રાગને અડયા વિના જ્ઞાન પોતાના ભાવમાં રહી સ્વક્ષેત્રમાં રહીને રાગને જાણે છે. પણ લોકો રાગને જાણતાં તેને જાણું છું. એટલે સ્પર્શ કરું છું એમ ભ્રષ્ટ કેમ થઈ જાય છે? આહાહાહા! છેલ્લી ગાથાઓ..
બે વસ્તુ તદ્ન ભિન્ન છે. ભિન્નને ભિન્ન અડી શકતો નથી... “બહિર લોટન્તિ” એ આવી ગયું છે... આહા! એ રાગથી ભગવાન આત્મા “બહિર લોટન્તિ” .. બહાર ફરે છે, અને આત્માના સ્વભાવથી પણ રાગ “બહિર લોટન્તિ” ..
એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. આવી ચોખ્ખી વાત છે. જમીનને અડતો નથી.. એ દાખલો આપ્યો હતો ને ચાલવાનો.. આ શરીર ચાલે (ત્યારે) પગ જમીનને અડતો નથી. અરેરે! આ વાત ક્યાં છે? .. કેમકે જમીનની પર્યાય અને આત્માની પર્યાય વચ્ચે અત્યંત અભાવ છે... અત્યંત અભાવમાં ભાવ એ સ્પર્શ-રૂપે કેમ હોય શકે?
આવું છે...! વીતરાગ માર્ગ.. સત્ય.. કોઈ અલૌકિક છે. સાંભળવા મળે નહીં બચારા ક્યાં જાય? રખડપટ્ટી ચોરાશીની.. કાગડા કૂતરાના અવતાર કરી કરીને મરી ગયો.. જન્મ.. મરણ. અહીંઆ તો આચાર્ય, મહારાજ એમ કહે છે કે ‘વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે. શું પ્રગટ છે? રાગને સ્પર્શ્યા વિના પર દ્રવ્યને અડયા વિના જ્ઞાન એને જાણે એવું વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે. આહાહાહા! સમજાય છે? ભાષા તો સાદી છે.. ભાવ ઊંડા છે. આહા!
આ બીડી પીવે છે એને કહે છે કે બીડીને હાથ અડતો નથી. એમ હોઠને આત્મા અડતો નથી. એમ રાગ થયો તેને આત્મા અડતો નથી. આહા! આવું છે!! જુઓ તો ખરા! દ્રષ્ટાંત દીધું બીડીનું દાખલો.. દાખલા વગર સમજાય કેવી રીતે? આહા!
શ્રોતા- આત્મા અડતો નથી તો પછી પીવામાં શું વાંધો? જવાબઃ પીવું ક્યાં રહ્યું ત્યાં? બીડીને અડતો નથી.. હોઠ અડતો નથી. આત્મા હોઠને અડતો નથી. આવી વાત છે, ભાઈ!
જિનેન્દ્ર દેવ ત્રિલોકનાથ! પરમાત્માનો માર્ગ કોઈ અલૌકિક છે. અત્યારે તો સાંભળવા પણ મળતો નથી એવી ચીજ થઈ ગઈ છે... શું.. થાય?
લ્યો હવે આવે છે. ‘જીવ વસ્તુ સર્વકાળ શુદ્ધ સ્વરૂપ છે, સમસ્ત જ્ઞેયને જાણે છે’ એવા અનુભવથી કેમ ભ્રષ્ટ થાય છે? જોયું? આહાહાહા! હું રાગને રાગમાં પેઠા વિના મારામાં રહીને રાગને જાણું આવા સ્વભાવનો અનુભવ એનાથી જીવ કેમ ભ્રષ્ટ થાય છે? કે હું રાગને અડું છું, રાગને સ્પર્શુ છું. શરીરને સ્પર્શું છું. એમ રાગને જાણનારો ભિન્ન છે એવા અનુભવથી (જીવ) કેમ ભ્રષ્ટ થાય છે...? સમજાણું કાંઈ?
કેવા છે જનો? અરે કેવા છે એ જીવો જગત ના? “द्रव्यान्तरचुम्बनाकुलधियः” પોતાના દ્રવ્યથી અનેરી જ્ઞેય વસ્તુને જાણે છે તેથી “चुम्बन” જાણે એટલે સ્પર્શ કર્યો? એટલે અશુદ્ધ થઈ ગયું? એમ જીવ દ્રવ્ય જાણીને આહાહા! શરીરને, વાણીને જ્ઞાન જાણે છતાં જ્ઞાન શરીર કે વાણીને સ્પર્શ નહીં એવો તો જ્ઞાનનો સ્વભાવ છે એનાથી જનો અનુભવથી ભ્રષ્ટ કેમ થાય છે? કે હું આ શરીરને અડું છું...