૧૭૪ શ્રી પ્રવચન રત્નો-૧ આહા! આ શરીરની ઇન્દ્રિયો જે છે એને આત્મા અડતો નથી આહા! છતાં અનુભવમાં તો એમ આવે છે કે જ્ઞાન શરીરને કે રાગને સ્પર્શતું પણ નથી.. પણ એને ઠેકાણે હું શરીરને સ્પર્શુ છું... આ શરીર સુંવાળું છે એને હું ચાહું છું એવી રીતે જીવને પર દ્રવ્ય સાથે ચુમ્બન સ્પર્શ કેમ માને છે? ઝીણી વાત છે પ્રભુ, આહા! આ તો જન્મ મરણના અંત લાવવાની વાતુ છે બાપુ એના ફળ પણ કેટલા? અનંત આનંદ આનંદ! આહા!
જીવ તત્ત્વ જ્ઞાન સ્વરૂપે શુદ્ધ.. એ પર તત્ત્વ છે જે જડ શરીર, વાણી, કુટુંબ, સ્ત્રી પરિવાર આદિ પોતામાં રહીને બધાને જાણવાનો સ્વભાવ છે છતાં પણ હું આને અડું છું, આને સ્પર્શું છું એમ જ્ઞાનમાં સ્વરૂપથી ભ્રષ્ટ કેમ થઈ જાય છે? આહાહાહા! સમજાણું કાંઈ?
ચુંબનનો અર્થ અહીં અશુદ્ધ કર્યો; ચુંબનનો અર્થ સ્પર્શ થાય છે. આ યુવાન નથી લેતાં? શરીરને બાળકને.. એ હોઠ પણ અડતો નથી ત્યાં એમ કહે છે. આહાહાહા! આત્માનું જ્ઞાન તો હોઠને શું અડે? પણ હોઠ એના બાળકને પણ અડતાં નથી.. આ આવી વાત કેમકે પ્રત્યેક તત્ત્વ ભિન્ન છે. શરીર, વાણી, મન એ અજીવ તત્ત્વ છે; દયા-દાન, વ્રતના ભાવ એ આસ્રવ તત્ત્વ અથવા પૂન્યતત્ત્વ છે; ભગાન છે તે જ્ઞાયક તત્ત્વ છે. આહા! આ આવી વાત છે!
એ જ્ઞાયક તત્ત્વનું સ્વરૂપ જ એવું છે કે એ પરને અડયા વગર જાણે છે. છતાં જુઓ! જગતના પ્રાણીઓ શું શું કરે છે? આહા! અમે આ રાગને જાણતા રાગને સ્પર્શીએ છીએ તેથી અમે અશુદ્ધ થઈ જઈએ છીએ. આવી આ ભ્રમણા કેમ થઈ ગઈ? સમજાણું કાંઈ?
એક તત્ત્વ ભિન્ન તત્ત્વને સ્પર્શે તો બે તત્ત્વ એક થઈ જાય... ભિન્ન રહે નહીં.. આ તો ધીરાના કામ છે, ભાઈ! આ તો બહારથી કોઈ વ્રત કરે ઉપવાસ અને તપ કરે અને માને કે ધર્મ થઈ ગયો તો એ ત્રણ કાળમાં એમ નથી. પણ વ્રતના એ વિકલ્પ ઊઠે એને પણ સ્પર્શ્યા વગર જ્ઞાનસ્વરૂપી ભગવાન પોતામાં રહી જાણે છતાં આને હું સ્પર્શુ છું અડું છું અને તેથી હું અશુદ્ધ થઈ જઉં છું પરને જાણતાં એવો ભ્રમ અજ્ઞાનીને કેમ થઈ જાય છે?
બહુ સૂક્ષ્મ વાત છે. સમજાય છે કાંઈ “द्रव्यान्तरचुम्बनाकुन्ताधियः” .. आकुलाधयः શું કીધું? પરને સ્પર્શીને જ્ઞેય વસ્તુનું જાણપણું કઈ રીતે છૂટે? પરને હું અડું છું એ કેમ છૂટે? અથવા પરનું જાણવું મને થાય છે તો પરનું જાણવું થયું એ અશુદ્ધતા થઈ માટે પરનું જાણવું કેમ છૂટે? એમ અજ્ઞાની ભ્રમ કરે છે. આહા..! સમજાણું કાંઈ?
એને ઘણે ઠેકાણેથી પાછો વાળવો પડશે. આહા..! આ કાંઈ વાતોથી વડા થાય એમ નથી..! વડામાં જેમ અનાજ-તેલ-ઘી જોઈએ એમ આ માલ છે અંદરનો.
ચેતન તત્ત્વ છે એ અચેતન તત્ત્વને કેમ અડે? અચેતન એ તો જડ તો ઠીક પણ રાગ એ પણ અચેતન છે એને કેમ અડે? આહાહા! એટલે કે એને કેમ સ્પર્શ? એટલે કે જ્ઞાનને એમ થઈ જાય કે રાગ ને જાણું છું. એટલે હું એને સ્પર્શું છું. એટલે એનું જ્ઞાન મને થાય એટલે અશુદ્ધ છું એટલે એનું જ્ઞાન છૂટે તો હું શુદ્ધ થાઉં.. એ ભ્રમ છે. સમજાય છે કાંઈ?
અહીં તો હજુ પરની દયા પાળું તો ધર્મ થાય.. અરર! કાળા કેર કરે છે ને! આત્માને હણી નાખે